બ્રેકિંગ ન્યુઝ
VTV / Maruti Suzuki Will Discontinue Maruti Alto K10, Not Updating In BS6, S-Presso Take Place
Bhushita
Last Updated: 02:19 PM, 4 February 2020
ADVERTISEMENT
AAMT ફીચરની પહેલી કાર
ADVERTISEMENT
મારુતિ Alto k10ને કંપનીએ 2010માં લોન્ચ કરી હતી. તેમાં મોટો ફેસલિફ્ટ અને એએમટી ફીચર 2014માં આવ્યું હતું. આ પહેલી સસ્તી કાર હતી. જેને ઓટોમેટિક ટ્રાંસમિશન ફીચર મળ્યું હતું. 2019માં Alto k10એ સેફ્ટી ફીચર એબીએસની સાથે ઈબીડી, હાઈ સ્પીડ એલર્ટ સિસ્ટમ, ડ્રાઈવરને ડ્રાઈવર સીટ બેલ્ટ રિમાઈન્ડક જેવા ફીચર આપ્યા હતા. હાલમાં જ કંપનીએ એલાન કર્યું હતું કતે ઓલ્ટો અને Alto k10ને મળીને કુલ 38 લાખ યૂનિટ્સનું વેચાણ નોંધાયું છે.
ઓછું હતું ગ્રાઉન્ડ ક્લીયરન્સ
કંપનીએ હવે 10 વર્ષ જૂની આ કારને બંધ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીનું કહેવું છે કે આ કારના વેચાણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કંપનીએ ગયા વર્ષે S-Presso લોન્ચ કરી હતી. એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં S-Presso ઘણી પસંદ કરવામાં આવી રહી છે. તેમાં 1.0 લિટરનું BS6 પેટ્રોલ એન્જિન મળે છે. તેનું ગ્રાઉન્ડ ક્લીયરન્સ પણ વધારે છે. સાથે જ તેમાં Alto k10થી વધારે સીટ અને ટચસ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ મળે છે.
બંધ થયું બુકિંગ
કંપનીએ ડીલર્સને પણ Alto k10નું બુકિંગ લેવાનું બંધ કર્યું છે. કે10માં K10B સીરિઝના 1.0 લિટર એન્જિન મળે છે જે 6000 આરપીએમ પર 67 પીએમના પાવર અને 3500 આરપીઆમ પર 90 એનએમના ટોક જનરેટ કરે છે. તેમાં 5 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાંસમિશન મળે છે. આ કાર ફેક્ટરી ફિટેડ સીએનજી કિટની સાથે આવે છે.
સસ્તી છે S-Presso
S-Pressoની એક્સ શોરૂમ કિંમત 3.71 લાખ રૂપિયાથી લઈને 4.99 લાખ રૂપિયા સુધીની છે. જ્યારે ઓલ્ટો કે 10ની એક્સ શો-રૂમ કિંમત 3.70 લાખથી લઈને 4.50 લાખ રૂપિયાની વચ્ચેની છે. નવી ઓલ્ટો 800 અને S-Presso ને HEARTECT-K પ્લેટફોર્મ પર બનાવાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.