બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Market yard alert across Gujarat following Mawtha forecast!

VTV રિયાલિટી ચેક / માવઠાની આગાહીને પગલે ગુજરાત ભરના માર્કેટ યાર્ડ એલર્ટ! તો ક્યાંક કોઈ જ તૈયારી નહીં તેવાં દ્રશ્યો સર્જાયા

Vishal Khamar

Last Updated: 04:57 PM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં આગામી 24 થી 27 નવેમ્બર સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્યારે કેટકલી જગ્યા VTV NEWSના રિયાલિટી ચેકમાં માર્કેટિંગ યાર્ડમાં બેદરકારી સામે આવી છે. કેટલાક માર્કેટિંગ યાર્ડમાં સતર્કતા પણ સામે આવી છે.

  • રાજ્યમાં માવઠાની આગાહીને પગલે માર્કેટયાર્ડ સતર્ક
  • APMC  દ્વારા ખેડૂતોને કરાઈ અપીલ
  • પાક પર પ્લાસ્ટિક કે તાડપત્રી ઢાંકવા કરાઈ અપીલ
  • અમુક માર્કેટયાર્ડમાં જણસીની આવક બંધ કરાઈ

 હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે.  પાટણ APMC માં VTVના રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં પાટણ  APMC માં માવઠાની આગાહી પગલે  APMC ની કોઈ તૈયારી કરવામાં આવી નથી. હવામાન વિભાગ દ્વારા તા. 24 થી 27 સુધી વરસાદની આગાહી કરી છે.  APMC માં મોટા પ્રમાણમાં કપાસનો જથ્થો ખુલ્લામાં જોવા મળ્યો હતો. ત્યારે જો માવઠું પડે તો ખેડૂતોને મોટું નુકશાન થઈ શકે છે. 

25થી 27 નવેમ્બર વચ્ચે માવઠાની આગાહી 
રાજકોટ  APMC ની પણ બેદકારી બહાર આવવા પામી હતી. બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળી ખુલ્લામાં પડેલી જોવા મળી હતી. ખેડૂતોની મગફળીને ખસેડવાની તસ્દી ન લેવાઈ હતી. 25 થી 27 નવેમ્બર વચ્ચે હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે. માવઠાની તૈયારી ન કરાતા નુકશાનની આશંકા છે. માવઠાની પૂર્વ તૈયારીઓનાં દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. 

હાપા માર્કેટયાર્ડમાં મગફળી અને મરચાની આવક બંધ કરવામાં આવી 
જામનગરમાં સંભવિત માવઠાની આગાહીનાં પગલે Vtv ન્યુઝ દ્વારા કરવામાં આવ્યું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. ત્યારે માવઠાને લઈ  હાપા માર્કેટ યાર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. હાપા માર્કેટયાર્ડમાં મગફળી અને મરચાની આવક બંધ કરવામાં આવી છે. તેમજ યાર્ડમાં ખુલ્લા પ્લેટફોર્મ પર ઉતરતી મગફળી અને મરચાની જણસીની આવક બંધ કરવામાં આવી છે. નવી જાહેરાત ન કરાય ત્યાં સુધી આવક બંધ કરવામાં આવી છે. જો વરસાદ આવે અને ખુલ્લા પ્લેટફોર્મ પર જણસીઓ પલળી જાય તેની તકેદારીનાં ભાગરૂપે નિર્ણય લેવાયો છે. હાપા યાર્ડમાં હાલે ઉપસ્થિત જણસીઓની હરાજી રાબેતા મુજબ ચાલુ રહેશે. 

આગામી સપ્તાહમાં માવઠાની આગાહીથી ઊંઝા APMC માર્કેટ યાર્ડ સતર્ક
આગામી સપ્તાહમાં માવઠાની આગાહીથી ઊંઝા APMC માર્કેટયાર્ડ સતર્ક છે. ઊંઝા APMC દ્વારા માવઠાની આગાહીને લઈ સાવચેતીનાં સૂચનો કરાયા હતા. વેપારીઓ અને ખેડૂતોને માવઠાથી સાવચેતીનાં પગલાનું સૂચન કર્યું હતું. મહેસાણા જીલ્લામાં 25 થી 28 નવેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. ત્યારે 26 નવેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની પણ શક્યતાઓ છે. 

પાકને તાડપત્રી કે પ્લાસ્ટિક ઢાંકીને માર્કેટયાર્ડમાં લાવવા કરાઈ અપીલ
અમરેલી જીલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે બાબરા માર્કેટ યાર્ડે સતર્કતા દાખવી છે. ખેડૂતોની જણસી ન પલળે તે માટે યાર્ડમાં રહેલ પાકને માર્કેટયાર્ડમાં લાવતા પહેલા તાડપત્રી કે પ્લાસ્ટિક ઢાંકીને લાવવા અપીલ કરાઈ છે. વેપારીઓનો માલ ન બગડે તે માટે માલને ઢાંકીને રાખવા સૂચના કરવામાં આવી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ