બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / વિશ્વ / Manipulator China now eyes Indian Ocean, another shocking move puts Indian Navy on alert

જાસૂસી! / ચાલબાજ ચીનની નજર હવે હિંદ મહાસાગર પર, વધુ એક ચોંકાવનારી હરકતથી ભારતીય નૌસેના એલર્ટ મોડમાં

Priyakant

Last Updated: 10:09 AM, 5 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનની કાર્યવાહી બાદ ભારતીય નેવી એલર્ટ, ભારતીય નૌકાદળે ચીની જહાજ પર ચાંપતી નજર રાખી

  • ચીન દ્વારા દરિયામાં પણ ભારતને આંખો બતાવવાનો પ્રયાસ 
  • ચીને હિંદ મહાસાગર ક્ષેત્રમાં સંશોધન જહાજ મોકલ્યું
  • ભારતીય નૌકાદળે ચીની જહાજ પર ચાંપતી નજર રાખી 

સરહદ પર ભારતને દાદાગીરી દેખાડવા માટે વિવિધ યુક્તિઓ કરી રહેલું ચીનને લઈ વધુ એક સમાચાર સામે આવ્યા છે. ચીન હવે દરિયામાં પણ ભારતને આંખો બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીને હિંદ મહાસાગર ક્ષેત્રમાં સંશોધન જહાજ મોકલ્યું છે. ચીનની આ કાર્યવાહી બાદ ભારતીય નેવી એલર્ટ થઈ ગઈ છે. નેવીએ તે ચીની જહાજ પર ચાંપતી નજર રાખી છે. હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી, પરંતુ આ જહાજનો હેતુ ભારતીય નૌકાદળની ગતિવિધિઓ પર નજર રાખવાનો પણ હોઈ શકે છે.

સંરક્ષણ મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર ચીનનું જહાજ હિંદ મહાસાગરમાં ચોક્કસ છે, પરંતુ તે ભારતના દરિયાઈ વિસ્તારથી દૂર છે. આ પછી પણ સુરક્ષાની દૃષ્ટિએ ભારતીય નૌકાદળનું એક માનવરહિત એરિયલ વ્હીકલ (યુએવી) એ ચીનના જહાજ પર સતત નજર રાખી રહ્યું છે. વાસ્તવમાં ચીન તેના સેટેલાઇટ લોન્ચ પર નજર રાખવા માટે આવા સંશોધન સંબંધિત જહાજો મોકલે છે. પરંતુ આ વખતે એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ જહાજનો હેતુ ભારતીય મિસાઈલને ટ્રેક કરવાનો હોઈ શકે છે, જે થોડા મહિનામાં લોન્ચ થવાની છે.

મહત્વનું છે કે, આ જે મિસાઈલ વિશે વાત છે તેને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ભારત લાંબા સમયથી આવા જાસૂસી જહાજો સાથે કામ કરી રહ્યું છે, જે આંતરરાષ્ટ્રીય સરહદ પર રહીને પણ પોતાના ઉપકરણોની મદદથી ગતિવિધિઓને શોધી અને મોનિટર કરી શકે છે. અગાઉ ચીને તેનું એક જાસૂસી જહાજ ભારતની દરિયાઈ સરહદની નજીક શ્રીલંકામાં મોકલ્યું હતું, તે સમયે ભારત તેના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું હતું.

હિંદ મહાસાગર ભારતીય નેવી કોર્ટયાર્ડ

હિંદ મહાસાગરને ભારતનું આંગણું કહેવામાં આવે છે. રાજદ્વારી અને રાજનૈતિક પરિભાષામાં હિંદ મહાસાગરને ભારતનું બેકયાર્ડ કહેવામાં આવે છે. આ સમુદ્ર સાથે ભારતનો મજબૂત રાજકીય, આર્થિક અને સામાજિક સંબંધ છે. દેશના વિદેશી વેપારનો મોટો હિસ્સો આ માર્ગથી થતો હતો અને હજુ પણ થાય છે. હિંદ મહાસાગરમાં અમેરિકા, રશિયા અને ઓસ્ટ્રેલિયાની નૌકાદળની મુક્ત અવરજવર પર ચીને વારંવાર સવાલ ઉઠાવ્યા છે.

નોંધનીય છે કે, આ સમુદ્રમાં અમેરિકા, ચીન, બ્રિટન, ફ્રાન્સ જેવી મહાસત્તાઓની હાજરી પછી ભારત હિંદ મહાસાગરની આ પાવર ગેમમાંથી બહાર નીકળી શકતું નથી. કારણ કે આ ભારતનું બેકયાર્ડ છે. સમયની જરૂરિયાત એ છે કે, ભારત પોતાના આંગણે ચાલી રહેલા વ્યૂહાત્મક જોડાણો, દાવપેચ, વ્યાપાર વિશે માત્ર માહિતી જ ન રાખે, પરંતુ તેમાં મુખ્ય ભૂમિકા પણ ભજવે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ