બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / man found live frog in noodles cup of popular restaurant video viral on social media
Bijal Vyas
Last Updated: 06:49 PM, 1 June 2023
ADVERTISEMENT
Live Frog Found In Noodles: જ્યારે લોકો ઘરનું ખાઇ ખાઇને કંટાળી જાય છે, ત્યારે તેઓ રેસ્ટોરેન્ટ્સમાં જવુ પસંદ કરે છે, જેથી ત્યાં કંઇક નવુ અને સ્વાદિષ્ટ ખાવા મળે. આપણે બધા ક્યારેક મોઢાનો સ્વાદ બદલવા માટે રેસ્ટોરન્ટ્સની વાનગીઓ ખાવા જઈએ છીએ. પરંતુ જો તમને કોઈ રેસ્ટોરન્ટમાં ખાવા માટે કંઈક આપવામાં આવે જેમાં જીવંત પ્રાણી જોવા મળે તો શું? તમને આ સાંભળીને અજીબ અને અજુગતું લાગતું હશે, પરંતુ ખરેખર આવું એક વ્યક્તિ સાથે બન્યું છે.
ADVERTISEMENT
જી, હાં આ વાત સાચી છે. હકીકતમાં થોડાક દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિના ખોરાકમાંથી એક દેડકો જીવતો બહાર આવ્યો. આ આખી ઘટના જાપાનના એક રેસ્ટોરન્ટની જણાવવામાં આવી રહી છે, જ્યાં એક વ્યક્તિએ નૂડલ્સનો ઓર્ડર આપ્યો હતો. નૂડલ્સ આવતાની સાથે જ તે વ્યક્તિ તેને ખાવા લાગ્યો. જ્યારે નૂડલ્સનો કપ પૂરો થવાનો હતો, ત્યારે માણસે તેમાં એક વિચિત્ર વસ્તુ ફફડતી જોઈ. જ્યારે તે વ્યક્તિએ ધ્યાનથી જોયું તો તેના રુવાડા ઊભા થઇ ગયા. કારણ કે એ ફફડાટ મારતી વસ્તુ જીવતો દેડકો હતો.
પગ નીચેથી જમીન સરકી ગઇ
દેડકાને જોતા જ માણસના પગ નીચેથી જમીન સરકી ગઈ. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે સંપૂર્ણ નૂડલ્સ ખાધા પછી વ્યક્તિની નજર દેડકા પર પડે છે. તેને કોઈ ગેરસમજ થઈ છે કે કેમ તે જોવા માટે તે વારંવાર ચોપસ્ટિક્સની મદદથી તેને ઉપાડવાનો પ્રયાસ કરે છે. જો કે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, આ કોઈ ગેરસમજ ન હતી, પરંતુ હકીકતમાં એક જીવતો દેડકો નૂડલ્સમાં કુદકા મારી રહ્યો હતો.
#シェイクうどん
— 魁斗 (@kaito09061) May 22, 2023
自分が出張中に気に立っていたうどんを食べたら
何にカエル🐸
振った後に食べて最後の方まで気づかなかった
お店は3時間の営業停止の後にその日の夜から営業再開、今もサラダや同じ商品を販売中
食べる前には気をつけて pic.twitter.com/pjbxuLy9F6
રેસ્ટોરન્ટ પર ભડક્યો ગ્રાહક
આ વીડિયો ટ્વિટર પર @kaito09061 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને લગભગ 70 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે. જ્યારે 18 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યું છે. આ ચોક્કસપણે ચોંકાવનારો વીડિયો છે. વીડિયોના કોમેન્ટ સેક્શનમાં લોકો રેસ્ટોરન્ટ પર બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે અને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.