બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / વિશ્વ / maldivian opposition party gathered enough signatures to submit impeachment motion against president mohamed muizzu

વિદેશ રાજનીતિ / ભારતથી દુશ્મની લેનાર મુઈજજુનું સિંહાસન ડામાડોળ: માલદીવના રાજકારણમાં નવા જૂનીના એંધાણ

Dinesh

Last Updated: 09:02 PM, 29 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

president Mohamed Muizzu: માલદીવના મુખ્ય વિપક્ષી પાર્ટી એમડીપીએ રાષ્ટ્રપતિ મુઈજ્જુના વિરોધમાં મહાભિયોગનો પ્રસ્તાવ રજૂ કરવા સહમતી દર્શાવી છે

  • માલદીવના રાજકારણમાં નવા જૂનીના એંધાણ 
  • મુઈજ્જુના વિરોધમાં મહાભિયોગનો પ્રસ્તાવ લાવવાની ચર્ચા
  • મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરીને જરૂરી હસ્તાક્ષર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ


માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ ભારત વિરોધી તેની નીતિઓ અને નિવેદનોના કારણે તેઓ વિપક્ષના નિશાનો પર આવી ગયા છે. માલદીવના મુખ્ય વિપક્ષી પાર્ટી એમડીપીએ રાષ્ટ્રપતિ મુઈજ્જુના વિરોધમાં મહાભિયોગનો પ્રસ્તાવ રજૂ કરવા સહમત થઈ ગયા છે. મુખ્ય વિપક્ષી એમડીપીની પાસે સંસદમાં બહુમત છે. એક રિપોર્ટ મુજબ વિપક્ષએ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જૂ પર મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરીને જરૂરી હસ્તાક્ષર કરવાની પ્રક્રિયા પણ હાથ ધરી છે 

મહાભિયોગનો પ્રસ્તાવ !
એમડીપીના એક સભ્યએ સોમવારે બપોરે 'ધ સન'ને આ જાણકારી આપી હતી. માલદીવમાં 2 પ્રમુખ વિપક્ષી પાર્ટીઓએ રાષ્ટ્રપતિ મુઈજ્જૂને ભારત વિરોધી નીતિનો વિરોધ કર્યો છે. માલદીવ ડેમોક્રેટિક પાર્ટી અને ડેમોક્રૈટ્સે કહ્યું કે, ભારત સૌથી વધારે સમયથી અમારો સહોયગી રહ્યો છે. એવામાં કોઈ દેશ સાથે કિનારો બનાવી લેવા વિકાસ માટે સારી બાબત નથી 

અલી અઝીમે શું કહ્યું ?
એમડીપીના અધ્યક્ષ ફૈયાઝ ઈસ્માઈલ, માલદીવ સંસદના ડેપ્યુટી સ્પીકર અહેમદ સલીમ, ડેમોક્રેટ પાર્ટીના મુખ્ય સાંસદ હસન લતીફ અને સંસદીય જૂથના નેતા અલી અઝીમે કહ્યું કે, દેશની સરકારે લોકોના લાભ અને વિકાસ માટે તમામ ભાગીદારો સાથે મળીને કામ કરવાની જરૂર છે, એવું હંમેશા થતુ આવ્યું છે.

વાંચવા જેવું:  જૉર્ડનમાં ડ્રોન એટેકમાં ત્રણ અમેરિકી સૈનિકોના મોત પર બાયડન ક્રોધિત, કહ્યું 'આકરો જવાબ અપાશે'

માલદીવનું રાજકારણ ગરમાયું
'ધ સન'એ માલદીવના ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ 'અધાહાધુ'ની માહિતી આધાને લખ્યું છે કે, એમડીપી અને ડેમોક્રેટ્સ બંનેના પ્રતિનિધિઓ સહિત કુલ 34 સભ્યોએ રાષ્ટ્રપતિ મુઈઝુના મહાભિયોગના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. હંગામાને કારણે રવિવારે માલદીવની સંસદમાં આ પ્રસ્તાવ લાવી શકાયો ન હતો. માલદીવની સંસદમાં MDP અને ડેમોક્રેટ્સના સાંસદો પાસે 87માંથી 55 બેઠકો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ