મલાઈકા અરોડા અને અર્જુન કપૂરની રિલેશનશિપ કોઈનાથી છુપાયેલી નથી. અવાર-નવાર બંનેને એકસાથે સ્પોટ કરવામાં આવે છે. સોશિયલ મીડિયામાં આ કપલ એકબીજાની પોસ્ટ પર બેધડક થઇને કોમેન્ટ કરે છે.
મલાઈકા અરોડા અને અર્જુન કપૂરની રિલેશનશિપથી સૌકોઈ વાંકેફ
અર્જુન કપૂરે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો
વીડિયોને જોઈને મલાઈકાએ અંકુશમુક્ત થઇને કરી કોમેન્ટ
અર્જુને શેર કર્યો વીડિયો
હવે અર્જુન કપૂરે પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેના પર મલાઈકાએ એવી કોમેન્ટ કરી છે, જેને સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધુ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અર્જુન કપૂર જીમમાં વર્કઆઉટ કરી રહ્યાં છે. અર્જુન કપૂર અલગ-અલગ પ્રકારના વર્કઆઉટ કરી રહ્યાં છે. અર્જુનની મસ્ક્યુલર બૉડી પર તેની મહેનત સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. તેમણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કરી કેપ્શનમાં લખ્યું, આ રેસ નથી, પરંતુ એક એનર્જી છે. #MondayMotivation #WorkInProgress. અર્જુનના આ વીડિયો પર પ્રશંસકોથી લઇને ઘણા સેલિબ્રિટીઓએ કોમેન્ટ કરી છે.
અર્જુનના વર્કઆઉટ વીડિયોને જોઈને મલાઈકા પોતાને કંટ્રોલ કરી ના શકી અને કોમેન્ટ કરી દીધી. તેણે કોમેન્ટ સેક્શનમાં બાઇસેપ્સ ઇમોજી બનાવી છે. યાદ રહે કે મલાઈકા અરબાઝ ખાન સાથે છૂટાછેડા લીધા બાદ છેલ્લાં ઘણા વર્ષોથી અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. હાલમાં જ અરબાઝ ખાનને અર્જુન અને મલાઈકાના લગ્નને લઇને એક સવાલ કરવામાં આવ્યો હતો. જેનો જવાબ અરબાઝ ખાને પોતાના અંદાજમાં આપ્યો હતો.