બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / Mahesh Kaswala lashed out at the officials regarding the Bharat Yatra developed in Lilia

અમરેલી / 'જો આવાં જ કાર્યક્રમ કરવાના હોય તો બંધ રાખજો', લિલિયામાં વિકસિત ભારત યાત્રાને લઇ મહેશ કસવાલા અધિકારીઓ પર લાલઘૂમ

Vishal Khamar

Last Updated: 08:03 PM, 6 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીમાં લિલિયામાં આયોજીત વિકસિત ભારત યાત્રામાં જાહેર જનતાની ગેરહાજરીનાં કારણે ધારાસભ્ય નારાજ થયા હતા. ધારાસભ્યએ જાહેર કાર્યક્રમમાં જાહેર જનતાની ગેરહાજરીને લઈ ધારાયભ્યએ અધિકારીને જાહેરમાં ખખડાવ્યા હતા.

  • અમરેલી મહેશ કસવાલા અધિકારી પર થયા ગુસ્સે
  • યાત્રામાં ઓછો પહોંચતા MLA થયા નારાજ
  • ઓછા લોકો હોવાથી અધિકારીનો લીધો ઉધડો

 રાજ્યભરમાં વિકસિત સંકલ્પયાત્રાનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. લોકો સરકારી યોજનાનો લાભ લે તે માટે અંતરિયાળ ગામડાઓમાં વિકસિત ભારત સંકલ્પયાત્રાનું તમામ વિધાનસભા વિસ્તારમાં કરવામાં આવ્યું છે. અમરેલીનાં લિલિયામાં પણ વિકસિત ભારત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેશ કસવાલા ઉપસ્થિત રહ્યા હતા.  આ કાર્યક્રમમાં જાહેર જનતાની ગેરહાજરીનાં કારણે મહેશ કસવાલા નારાજ થયા હતા. આ બાબતને લઈ TDO ને જાહેરમાં ખખડાવ્યા હતા. 

સંકલ્પ યાત્રામાં લાભાર્થીઓની જગ્યાએ આંગણવાડીની બહેનો, હોસ્પિટલનો સ્ટાફ, શિક્ષકો હાજર હતા
કાર્યક્રમમાં ધારાસભ્ય મહેશ કસવાલાએ કહ્યું હતું કે, આપણો સંકલ્પ વિકસિત ભારત આ યાત્રાનાં શુભારંભમાં ઉપસ્થિ રહેલ લોકોનાં પરિચય બાદ ધારાસભ્ય દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ લોકોને પૂછ્યું કે અહીંયા શિક્ષકો કેટલા છે તે હાથ ઉંચો કરવાનું કહ્યુ હતું. ત્યાર બાદ હોસ્પિટલનાં સ્ટાફને ધારાસભ્ય દ્વારા હાથ ઉંચો કરવાનું કહ્યું હતું.  ત્યારે બાદ ધારાસભ્ય દ્વારા આંગણવાડી સાથે સંકળાયેલા તમામ લોકોને હાથ ઉંચો કરવાનું કહ્યું હતું.  અન્ય સરકારી કર્મચારીઓને પણ હાથ ઉંચો કરવાનું કહ્યું હતું. જે બાદ ધારાસભ્ય દ્વારા આમંત્રીત લોકોને હાથ ઉંચો કરવાનું કહેતા ધારાસભ્ય નારાજ થયા હતા. 

આવતીકાલથી ગામડામાં આવા કાર્યક્રમ કરવાનાં હોય તો આ યાત્રાને બંધ રાખજોઃ ધારાસભ્ય
ધારાસભ્ય દ્વારા  આ બાબતે ટીડીઓને ઠપકો આવતા જણાવ્યું હતું કે,  સરકારી કર્મચારીઓને આધારે આ કાર્યક્રમ અમારે કરવાનો છે એવું અમારા મનમાં છે જ નહી. એટલે મારો ઠપકો સમજો તો ઠપકો કરૂણતા સમજો તો કરૂણતા. જો આવતીકાલથી ગામડામાં આવા કાર્યક્રમ કરવાનાં હોય તો આ યાત્રાને બંધ રાખજો.  જે ગામડાનાં રૂટમાં છે તે ગામડામાં આગળનાં દિવસે ઢોલ વગાડીને કહેવાય છે. અને પબ્લીકને ભેગી કરવાની હોય અને તેને લાભ આપવાનો હોય તો જ આ યાત્રા કરવાની છે. નહી તો રાજ્ય સરકારમાં જવાબ આપવા માટે મારી જવાબદારી હું આપી દઈશ મારે લિલિયા તાલુકામાં જરૂર નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ