બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
એક તરફ કૂવો અને બીજી તરફ ખાઈ, આ કહેતવત તો તમે સાંભળી હશે. આ જે આ કહેવતનો સાર અહીં દ્રશ્યમાન થઈ રહ્યો છે. આ કહેવતની સચ્ચાઈ અહીં નજરોનજર જોવા મળી રહી છે. કેમ કે તરસ એક એવી ચીજ છે. જો પાણી ન મળે તો જીવ જવો નક્કી છે. તેવા સંજોગોમા ઈન્સાન બુંદ બુંદ માટે એ બધું કરી છૂટશે, જેથી કરીને તેનો જીવ બચી જાય. ત્યારે આ મહિલાઓ પણ કંઈક એવું જ કરી રહી છે. પાણીની તરસ બુઝાવવા માટે આ મહિલાઓ જિંદગી દાવ પર લગાવી રહી છે. મહારાષ્ટ્રના નાસિકના રોહિલા ગામમાં પાણીની તંગીના કારણે લોકો પરેશાન છે. આથી પાણી માટે મહિલાઓ કૂવાના તળિયા સુધી પહોંચી રહી છે. આ વીડિયોને જોઈને કદાચ તમારી સંવેદના ઝંકૃત થઈ ઊઠશે કે, પાણી માટે મહિલાઓ કેટલું જોખમ ઊઠાવે છે.
વીડિયોમાં આપ જોઈ શકો છો, મહિલાઓ સીડી અને દોરડાના સહારે કૂવામાં ઊતરીને પાણી ભરવા માટે મજબૂર છે. આ સંજોગોમાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેમાંથી બચવાની કોઈ વ્યવસ્થા નથી. દરેક મહિલાઓ પોતાના જીવની પરવા કર્યા વગર બસ આ રીતે પોતાના વાસણો પાણીથી ભરવાની વેતરણમાં લાગેલી છે. ભારતમાં એવા અનેક રાજ્યો છે, જ્યાં ગરમીની સિઝનમાં પાણીની મહાતંગી સર્જાય છે અને આ ક્રમમાં જ મહારાષ્ટ્રના નાસિકમાં અત્યારથી જ પાણીનું સંકટ ઘેરાઈ ગયું છે. અહીંના રોહિલા ગામની મહિલાઓ પાણી માટે જીવ જોખમમાં મૂકવા તૈયાર છે.
ADVERTISEMENT
મહિલાઓનું કહેવું છે કે, બે કિલોમીટર સુધી ફરવા છતાં ક્યાંય પાણી મળતું નથી. સવારે અને સાંજે કૂવામાં ઉતરવા માટે જીવની બાજી લગાવવી પડે છે. અનેક કિશોરીઓ અને યુવતીએ પોતાનો અભ્યાસ છોડીને પાણી ભરવા જવું પડે છે. ઘણીવાર કેટલીક વિદ્યાર્થીનીઓને પરીક્ષાના દિવસે પણ આ રીતે પાણી ભરવા જવું પડે છે. પરીક્ષા સ્થળ પર મોડે પહોંચવાની ઘટના બને છે. આ વાત એ દર્શાવવવા માટે પૂરતી છે કે, પાણીની અછત અહીંના લોકોને કેવી રીતે મોંઘી પડી રહી છે. મહિલાઓ પાણી માટે કોઈ પણ પ્રકારના સુરક્ષાત્મક ઉપાયો વગર 50 ફૂટ ઊંડા કૂવામાં ઊતરી રહી છે.
ADVERTISEMENT
અહીંની મહિલાઓ સરકાર પાસે ગુહાર લગાવી રહી છે કે સરકાર સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરે. નહીં તો પાણી માટે આવા જોખમી પગલાં ઊઠાવતાં ઉઠવતાં કોઈ દિવસ જીવલેણ દુર્ઘટના ઘટશે તેમાં કોઈ શંકા નથી. કેમકે, આ રીતે પાણી ભરતાં ભરતાં મહિલાઓ અનેકવાર કૂવામાં પડી ચૂકી છે. જો કે, હજુ સુધી રાહતની વાત એ રહી છે કે, કોઈ જીવલેણ અકસ્માત સર્જાયો નથી. પરંતુ ભવિષ્યમાં કોઈ દુર્ઘટના નહીં જ સર્જાય તે કહેવું મૂશ્કેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.