Thursday, June 27, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

BLOG:જબ કોઇ બાત બિગડ જાયે તુમ દેના સાથ મેરા ઓ હમનવાઝ

BLOG:જબ કોઇ બાત બિગડ જાયે તુમ દેના સાથ મેરા ઓ હમનવાઝ
- કવન આચાર્ય

પ્રેમ
ની વ્યાખ્યા શું હોઈ શકે એવા વિચાર કરતો-કરતો ઘર તરફ જવા નીકળ્યો સખત ગરમી હોવાથી ગાડીનું એસી મંદ-મંદ ઠંડક ફેંકતું હતું.અચાનક એક ફુટપાથ પરથી પસાર થયું એક કપલ જોયું. 

જિંદગીના આશરે સાત-સાત દાયકા વિતાવી ચૂકેલું એક કપલ રસ્તાની એક બાજુએથી પસાર થતું હતું. એ વૃદ્ધ દાદા અને બા એકબીજાનો હાથ પકડી ને જતા હતા. વૃદ્ધ માજીનું એક અંગ લકવાગ્રસ્ત હતું એટલે પેલા દાદા તેમને એકબાજુથી ટેકો આપીને લકવાગ્રસ્ત અંગની જગ્યા પૂરતા દેખાયા.

વાત બહુ સામાન્ય લાગે છે પરંતુ પ્રેમની પ્રસ્તુતિએ વૃદ્ધ દંપતીમાં દેખાતી હતી. એમના મોઢા પરનું હળવું સ્મિત અને એક-બીજા પ્રત્યેનો પ્રેમભાવ જોઇ આજે પણ યંગ લાગતા હતા. લગ્ન વેળાએ સપ્તપદીના ફેરા જયારે ફરવાનું ચાલુ હશે ત્યારે એ દાદા અને બાએ એકબીજાને જે વચનો આપ્યા હશે એ કદાચ વૃદ્ધાવસ્થામાં પણ યાદ હશે એમ લાગ્યું.

મિત્રો આપણે તો એક-બીજાને માત્ર વચનોની હારમાળાઓ પહેરાવી દઈએ છીએ પરંતુ વચન પુરા કરવાની વાત આવે ત્યારે પીછેહઠ કરતા હોઈએ છીએ.

સિન્થેટીક જીંદગીમાં જીવવાનું પસંદ કરનારા આપણે માત્ર “સારું” લગાડવામાં જ માનીએ છીએ. દોસ્તો પ્રેમ એટલે પરમેશ્વરની પ્રથમાનુંભુતી. પ્રેમ એટલે પરસ્પર ગૂંથાઈ જવાની કળા.

પ્રેમ એટલે પ્રિયજન સાથે મંદિરમાં જઈ એક-બીજાની ‘સેફટી’માટેની ઈશ્વરને કરાતી પ્રાર્થના. પ્રેમ એટલે ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો. પ્રેમ એટલે રાધા અને કૃષ્ણના રીસામણા-મનામણા. પ્રેમ એટલે ક્યારેક મીઠો ઝઘડો કરી એક-બીજાને માનવવા માટે ડેઇરીમિલ્કની આપ-લે કરવાનો રિવાજ.

પ્રણયમાં ક્યારેય કંઇ પુરવાર કરવાનું નથી હોતું. માત્ર પરસ્પર ગુંથાઈને એક-બીજાના મિસકોલ કે મેસેજ દ્વારા અનુભૂતિના આવરણમાં રહેવાની વાત છે. સવારના પહોરમાં ઉઠીને પ્રિય વ્યક્તિનો અવાજ સાંભળ્યા બાદ જ દિવસની શરૂઆત કરવાની મજા કૈંક ખાસ હોય છે. 

સાંજના સમયે મંદિરના પરિસરમાં છુપાઈ મળવાનું અને એક-બીજા પ્રત્યેની લાગણીમાં વધુ એક ખોબો ભરીને લાગણી ઉમેરવાનો આનંદ યાદગાર હોય છે. પ્રેમનું કોઈ ચોક્કસ સ્વરૂપ કે વ્યાખ્યા કરવી બહુ અઘરું કામ છે અને એટલે જ પેલા દાદા અને બા ને સલામ કરવાનું મન થઇ આવે .પ્રેમ શબ્દ વગરની અનુભૂતિનો વિષય છે. એટલે જ મને પણ એ અનુભૂતિ વ્યક્ત કરવાનું મન થાય છે મુકેશ જોશીના શબ્દોમાં કે ..

"બાળકને ચોકલેટ ગમે જેટલી
મને એક છોકરી ગમે એટલી ." 

કવન આચાર્ય VTV News Websiteનાં કોપી એડિટર પણ છે.
( નોંધ: ઉપરોક્ત વિચારો લેખકના વ્યક્તિગત અભિપ્રાય છે)

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ