બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / વિશ્વ / long lost sun temple found buried in egyptian desert after 4500 years

દાવો / ઐતિહાસિક ઘટના : આ સ્થળે જમીનમાંથી મળી આવ્યું 4500 વર્ષ જુનું 'સૂર્ય મંદિર', ભલભલા સંશોધકો ચોંક્યા

Premal

Last Updated: 12:23 PM, 2 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈજિપ્તની રાજધાની કાહિરામાં આર્કિયોલોજી વિભાગે એક સૂર્ય મંદિર શોધી કાઢ્યુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ મંદિર આશરે 4500 વર્ષ જૂનુ છે.

  • આર્કિયોલોજી વિભાગે એક સૂર્ય મંદિર શોધી કાઢ્યુ
  • આ મંદિર આશરે 4500 વર્ષ જૂનુ છે
  • પ્રાચીન ઈજિપ્તના 5મા સામ્રાજ્યનુ હોઇ શકે

ઈજિપ્તમાં 4500 વર્ષ જૂૂનુ મંદિર મળી આવ્યું 

આ મંદિરના થોડા ભાગને તોડીને પ્રાચીન ઈજિપ્તના 5મા સામ્રાજ્યના છઠ્ઠા રાજાએ પોતાનુ મંદિર બનાવ્યું હતુ. પરંતુ હવે આર્કિયોલોજી વિભાગે દાવો કર્યો છે કે તેઓએ આ મંદિરના કેટલાંક ભાગને શોધી કાઢ્યા છે. આર્કિયોલોજી વિભાગે ઈજિપ્તમાં વધુ એક જૂનુ સૂર્ય મંદિર શોધી કાઢ્યુ છે. આ 4500 વર્ષ જૂનુ છે. અવશેષોને જોઇને અનુમાન લગાવવામાં આવે છે કે કાચી ઈંટોમાંથી બનાવવામાં આવેલુ આ બિલ્ડિંગ એક સૂર્ય મંદિરનુ છે, જે પ્રાચીન ઈજિપ્તના 5મા સામ્રાજ્ય (2465 to 2323 BC) નુ હોઇ શકે છે. આની પહેલા ગયા વર્ષે પણ ઈજિપ્તમાં એક સૂર્ય મંદિરના અવશેષો મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઈટાલી અને પોલેન્ડ તરફથી સંયુક્ત સર્ચ ઓપરેશન અભિયાન ઈજિપ્તમાં ચલાવવામાં આવી રહ્યું છે. 

મંદિરની નીચેે કાચી ઈંટોની એક બિલ્ડિંગના અવશેષ મળ્યાં

ઈજિપ્તના પ્રાચીન અને પર્યટન મંત્રાલયે આ સંશોધન અંગે ઈન્સ્ટાગ્રામ પર 30 જુલાઈએ જણાવ્યુું. મંત્રાલય તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું, આ જોઈન્ટ ઈટાલિયન-પૉલિશ આર્કિયોલોજિકલ મિશન છે. જે King Nyuserreના મંદિર પર કામ કરી રહ્યું છે. આ મંદિરની નીચે કાચી ઈંટોની એક બિલ્ડિંગના અવશેષ મળ્યાં છે. આ મંદિર ઈજિપ્તની રાજધાની કાહિરાના દક્ષિણ વિભાગમાં રહેલા અબુસીર વિસ્તારમાંથી મળ્યું છે. આ King Nyuserre ના મંદિરની નીચે હતુ. 

  
ઐતિહાસિક બુકમાં કરાયો છે ઉલ્લેખ 

મંત્રાલય તરફથી વધુમાં કહેવામાં આવ્યું, આ બિલ્ડિંગ પાંચમા સામ્રાજ્યના ગુમાવેલા સૂર્યનાા 4 મંદિરોમાંથી એક હોઇ શકે છે, જેનો ઉલ્લેખ અનેક ઐતિહાસિક બુકમાં કરવામાં આવ્યો છે. મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે મંદિરની ઈમારતના અમુક ભાગને પાંચમા સામ્રાજ્યના છઠ્ઠા શાસક pharaoh એ તેના શાસન દરમ્યાન ધ્વસ્ત કરાવી દીધુ હતુ. કારણકે તે ત્યાં તેનુ મંદિર બનાવી શકે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ