બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Lockdown Extended Till April 19 In Several Cities Including Indore and Ujjain

મહામારી / કોરોનાની સ્થિતિમાં કોઇ ફરક ન પડતા આ શહેરોમાં 19 એપ્રિલ સુધી લંબાવાયું લૉકડાઉન

Kavan

Last Updated: 04:58 PM, 10 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની બીજી લહેરને પગલે સંક્રમિતોનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે મધ્યપ્રદેશના કેટલાક શહેરોમાં લોકડાઉન વધારવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

  • કોરોનાના કેસ વધતા શિવરાજ સરકાર એક્શન મોડમાં
  • 19 એપ્રિલ સુધી લંબાવ્યું શહેરોનું લૉકડાઉન 
  • રાજ્યના અધિકારીઓ સાથે યોજી બેઠક 

શિવરાજ સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય પ્રમાણે, ઈન્દોર, ઉજ્જૈન સહિત અને ક શહેરોમાં 19 એપ્રિલ સુધી લૉકડાઉન લંબાવવામાં આવ્યું છે. તો કેટલાક શહેરોમાં શુક્રવાર રાતથી સોમવારે સવાર સુધી લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જે વધારીને 19 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યું છે. 

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે યોજી બેઠક 

આ નિર્ણય મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં શનિવારે જિલ્લા આપદા પ્રબંધન સમિતિઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં મહામારીના ફેલાવાને લઈને વિસ્તૃતમાં ચર્ચા કરાઇ હતી. આ બેઠક બાદ ઠેર-ઠેર કલમ 144 પણ લાગુ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.  

ક્યાં શહેરમાં ક્યાં સુધી લૉકડાઉન રહેશે ? 

  • ઇન્દોર શહેર, રાઉ નગર, મહૂ નગર, શાજાપુર શહેર અને ઉજ્જૈન શહેરમાં આગામી 19 એપ્રિલ સુધી સવારે 6 વાગ્યા સુધી 
  • બડવાની, રાજગઢ, વિદિશા જિલ્લામાં 19 એપ્રિલ સુધી 6 વાગ્યા સુધી 
  • બાલાઘાટ, નરસિંહપુર, સિવની જિલ્લા અને જબલપુર શહેરમાં 12 એપ્રિલની રાતથી 22 એપ્રિલની સવાર સુધી 

ભોપાલમાં મોતનું તાંડવ 

ઝડપથી ફેલાયેલ કોરોના વચ્ચે રાજધાની ભોપાલમાં એવી સ્થિતિ સર્જાઇ છે સ્મશાન ઘાટ અને કબ્રસ્તાનમાં શબના અંતિમ સંસ્કાર કરવા માટે જગ્યાની અછત સર્જાઇ છે. મોટી સંખ્યામાં મૃતકોની અંતિમ વિધિ માટે લાવવામાં આવ્યા હતા.  

ભારતમાં ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસની વિગત 

ભારતમાં એક દિવસમાં 1 લાખ 44 હજાર 829 નવા કેસ અને 773 મોત થઈ ચૂક્યા છે જેના કારણે હાહાકાર મચ્યો છે. ભારતમાં કોરોનાથી એક દિવસમાં 77 હજાર 119 દર્દી રિકવર થયા છે.  તો ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 10 લાખ 40 હજાર 993 થઈ ચૂક્યા છે. ભારતમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 32 લાખ 02 હજાર 783 થયા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 19 લાખ 87 હજાર 940 થઈ છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1 લાખ 68 હજાર 467 થયો છે. 

ભારતનો કોરોનાનો મૃત્યુઆંક દુનિયામાં ત્રીજા નંબરે

સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1 લાખ 44 હજાર 829 નવા કેસ આવ્યા છે તો સાથે જ 773 મોત થયા છે. આ રીતે ભારતમાં કોરોના વાયરસનો મૃત્યુઆંક 13,202,783 થયો છે, જે દુનિયામાં ત્રીજા નંબરે છે.  કોરોના વાયરસથી મોત થનારાનો આંક  168,467ને પાર કરી ચૂક્યો છે. જે અમેરિકા, મેક્સિકો અને બ્રાઝિલ બાદ સૌથી વધારે છે.  

જાણો રિકવરી રેટ અને ડેથ રેટ

આ પહેલા ગુરુવારે કોરોના સંક્રમિત 131968 નવા દર્દીઓ આવ્યા હતા. શુક્રવારે ડેટાથી પહેલા આ દેશમાં એક દિવસમાં સૌથી વધારે કેસ આવ્યા છે. ભારતમાં રિકવરી રેટ ઘટીને 91.22 ટકા અને સક્રિય કેસ વધીને 7.50 ટકા થયા છે. તો મૃત્યુદર ઘટીને 1.28 ટકા થયો છે.  

10 રાજ્યોમાં સતત વધી રહ્યા છે કેસ

ભારતના 10 રાજ્યોમાં કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે. 24 કલાકમાં દેશમાં કુલ 83.29 ટકા કેસ આવ્યા છે. જેમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનમાં નોંધાયા છે. તેમાંથી 53.84 ટક કેસ મહારાષ્ટ્રના છે. છત્તીસગઢ, યૂપી, દિલ્હી અને કર્ણાટક  નવા કેસની સાથે બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે. 4 રાજ્યોમાં ક્રમશઃ 10652, 8474, 7437 અને 6570 સંક્રમિત કેસ આવ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Indore Ujjain lockdown મધ્યપ્રદેશ રાજ્ય સરકાર લૉકડાઉન coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ