local body election 2021 navsari 100 bjp leader resignation
રાજરમત /
સ્થાનિક સ્વરાજની ચુંટણી પહેલા ભાજપનું ટેન્શન વધ્યુ: ST મોરચાના 100 આદિવાસી આગેવાનોના રાજીનામાની ચર્ચા
Team VTV01:04 PM, 24 Jan 21
| Updated: 01:11 PM, 24 Jan 21
સ્થાનિક સ્વરાજની ચુંટણી પૂર્વે ભાજપમાં દબાણનું રાજકારણ સામે આવ્યું છે. નવસારી ગણદેવીમાં ST મોરચાના 100 આદિવાસી આગેવાનોના રાજીનામાની ચર્ચાએ ભાજપનું ટેન્શન વધાર્યુ છે.
સ્થાનિક સ્વરાજની ચુંટણી પૂર્વે ભાજપમાં દબાણનું રાજકારણ
ST મોરચાના 100 આદિવાસી આગેવાનોના રાજીનામાની ચર્ચા
ગણદેવીના MLA નરેશ પટેલ પર લગાવ્યો આક્ષેપ
ચૂંટણીઓ જાહેર થતાની સાથે રાજકીય કાવાદાવાઓની શરૂઆત વધુ તેજીલી બનતી હોય છે મોકાનો લાભ લેવો એ રાજકીય પાર્ટીઓ માટે રમતની વાત બનતી હોય છે નવસારીના આદિવાસી પંથક ગણાતા વાંસદા ચીખલીમાં પણ ભાજપ માં ભંગાળ અને ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ પર આદિવાસીને લડાવવાનો ગંભીર આક્ષેપ લાગતા ભાજપા સમર્પિત આદિવાસીઓ રાજીનામાં તરફ જવાના એંધાણ રચાયા છે
આદિવાસી પંથક માં પણ ભાજપા મજબૂત રીતે આગળ વધી રહ્યું છે અને મતદારોને રિજવવાના અથાગ પ્રયત્ન માં લાગી ગયું છે ત્યારે ભાજપ ના અનુસૂચિત મોરચા ના પ્રમુખે આદિવાસી ધારાસભ્ય પર આદિવાસીઓને અંદારો અંદર લડાવવાનો આક્ષેપ કરીને રાજીનામાં ધરી દેવાની વાતો ઉચ્ચારી છે જયારે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ એ રાજીનામાં આપ્યાની વાત ને ખોટી જણાવી હતી ત્યારે તકસાધુઓનો ખેલ શુ છે એ મતદારો માટે ચિંતાનો વિષય છે
6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તેમજ 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેની 2 માર્ચના રોજ મતગણતરી કરવામાં આવશે. આ સાથે જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.