બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Liquor container caught under the guise of AC in Ahmedabad

દારૂનું દૂષણ / ગુજરાતમાં દારૂ ઘૂસાડવાની 'કૂલ' મોડસ ઓપરેન્ડી, ACની આડમાં છુપાવી બોટલો, 4ને દબોચ્યા

Dinesh

Last Updated: 06:14 PM, 10 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: રાજ્યમાં દારૂ આવતો હોવાની નરોડા પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે શંકાસ્પદ કંન્ટેનરને અટકાવાની તપાસ કરી હતી. જેમાં ACની આડમાં દારૂ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની ઘટના બને છે. દારૂ ઝડપાવાના દરેક કેસમાં બુલટેગર અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરે છે. ક્યારેય મકાનમાં ભોંયરામાંથી દારૂ ઝડપાઈ છે, તો ક્યારેક ટ્રકની અંદર છૂપું ખાનું બનાવીને દારૂ ઘૂસાડવાનો પ્રયાસ થાય છે. આવી જ એક અલગ મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે. આ તમામ આરોપી હરિયાણામાંથી દારૂ લઈને અમદાવાદમાં આવ્યા હતા.

રાજ્યમાં દારૂ ઘૂસાડવા નવી મોડસ ઓપરેન્ડી
રાજ્યમાં દારૂ આવતો હોવાની નરોડા પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે શંકાસ્પદ કંન્ટેનરને અટકાવાની તપાસ કરી હતી. જેમાં ACની આડમાં દારૂ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જેથી પોલીસે 21 લાખના દારૂ અને 79.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવા સાથે 4 આરોપીની ધરપકડ કરી છે. હવે પોલીસે ઝડપાયેલા આરોપીનું અમદાવાદ કનેક્શન શોધવા પ્રયાસ શરૂ કર્યો છે.

વાંચવા જેવું: બાળકોને કાનના મશીનમાં મોટી સહાય, હોસ્પિટલ સુધી મફત મુસાફરી, CM ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય

દારૂ લાવનારા 4 આરોપી પોલીસના સકંજામાં
આરોપી રાજેશકુમાર જાટ, વિષ્ણુકુમાર સેન, બંટીકુમાર જાટ અને ચોપાલ સેનની દારૂની હેરાફેરી કરતા પોલીસે ઝડપી લીધા છે. જેમાં ઝડપાયેલા 4 આરોપીમાં બે પાયલોટીંગ કરી રહ્યા હતા. જ્યારે 2 આરોપી  કંન્ટેનરમાં હતા. આ ટોળકી અગાઉ પણ ઇલેક્ટ્રિક વસ્તુઓની આડમાં દારૂની હેરાફેરી કરતા હતા. અગાઉ પણ PCBએ વોશિંગ મશીનની આડમાં દારૂની હેરાફેરીનું પર્દાફાશ કરીને 2 આરોપીની ધરપકડ કરી 55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યારે હવે બુટલેગરો દ્વારા ઇલેક્ટ્રિક વસ્તુઓની આડમાં દારૂની હેરાફેરીની નવી મોડ્સ ઓપરેન્ડી શરૂ કરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ