બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / Lionel Messi gave amazing gift to BCCI Secretary Jai Shah, Pragyan Ojha shared million dollar photo

સપ્રેમ ભેટ / Messi એ જય શાહને આપ્યું સરપ્રાઇઝ ગિફ્ટ! એ જ વસ્તુ માટે ફેન્સ લાખો-કરોડો આપવા તૈયાર

Megha

Last Updated: 10:53 AM, 24 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રજ્ઞાન ઓઝાએ શેર કરેલ તસવીર મુજબ સ્ટાર ફૂટબોલર લીઓનેલ મેસ્સીએ BCCIના સેક્રેટરી જય શાહને એક ખાસ ભેટ આપી છે.

  • BCCIના સેક્રેટરી જય શાહ છે મેસ્સીના ફેન 
  • મેસ્સીએ જય શાહને આપી આવી ભેટ 
  • પ્રજ્ઞાન ઓઝાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી તસવીર 

FIFA વર્લ્ડ કપ 2022માં આર્જેન્ટિનાને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કેપ્ટન લીઓનેલ મેસ્સીનો ફેનબેસ આખી દુનિયામાં ઘણો વધુ છે. ભારતમાં પણ લીઓનેલ મેસ્સી લોકપ્રિયતા ઘણી વધારે છે. સામાન્ય લોકોથી કરીને કેટલીક પ્રખ્યાત હસ્તીઓ પણ એમના ચાહક છે. જણાવી દઈએ કે આ સેલિબ્રિટી ફેન્સમાં BCCIના સેક્રેટરી જય શાહનું નામ પણ સામેલ છે. હાલમાં જ આર્જેન્ટિનાના કેપ્ટને જય શાહને એક ખાસ ભેટ આપી હતી અને આ ભેટની તસવીર IPL ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય અને પૂર્વ ખેલાડી પ્રજ્ઞાન ઓઝાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

જય શાહને મેસ્સીએ આપી આવી ભેટ 
પ્રજ્ઞાન ઓઝાએ શેર કરેલ તસવીર મુજબ સ્ટાર ફૂટબોલર લીઓનેલ મેસ્સીએ BCCIના સેક્રેટરી જય શાહને પોતાની હસ્તાક્ષર કરેલી જર્સી ભેટમાં આપી છે. જય શાહ સાથેની આ જર્સીની તસવીર પોસ્ટ કરતાં પ્રજ્ઞાન ઓઝાએ લખ્યું હતું કે, 'GOAT એ જય ભાઈ માટે તેમની શુભેચ્છાઓ અને સાઈન કરેલી મેચની જર્સી મોકલી છે! કેવું નમ્ર વ્યક્તિત્વ.આશા રાખું છું કે મને પણ આવી જર્સી મળે... જલ્દી.'

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pragyan Ojha (@pragyanojha)

ફ્રાન્સને હરાવીને 36 વર્ષ પછી એ ખિતાબ જીત્યો
જણાવી દઈએ કે લીઓનેલ મેસ્સીના નેતૃત્વમાં આર્જેન્ટિનાએ આ મહિને ફિફા વર્લ્ડ કપ 2022ના ફાઇનલમાં ગયા વર્ષની ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સને હરાવીને 36 વર્ષ પછી એ ખિતાબ જીત્યો હતો. જો કે આર્જેન્ટિનાની આ જીત બાદ BCCIના સેક્રેટરી જય શાહે પણ વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા હતા. જય શાહે લખ્યું હતું કે , 'ફૂટબોલની કેટલી અવિશ્વસનીય રમત છે!બંને ટીમો સારી રીતે રમી અને આર્જેન્ટિનાને તેમનો ત્રીજો FIFA વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન!'

બે ગોલ્ડન બોલ એવોર્ડ જીતનાર પ્રથમ ખેલાડી
જો કે ફિફા વર્લ્ડ કપ 2022માં આર્જેન્ટિના વર્લ્ડ ચેમ્પિયન બનતાની સાથે જ મેસ્સીનું ફૂટબોલ કરિયરમાં વર્લ્ડ કપ જીતવાનું સપનું પણ પૂરું થયું. જણાવી દઈએ કે 35 વર્ષીય ખેલાડીએ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં સાત ગોલ અને ત્રણ આસિસ્ટ કર્યા હતા. આ માટે ઓલરાઉન્ડ પ્રદર્શનના આધારે એમને ગોલ્ડન બોલનો એવોર્ડ પણ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે આર્જેન્ટિનાના ફોરવર્ડ ફૂટબોલ વર્લ્ડ કપના ઈતિહાસમાં તે બે ગોલ્ડન બોલ એવોર્ડ જીતનાર પ્રથમ ખેલાડી બન્યો, તે પહેલા મેસ્સીએ 2014ના વર્લ્ડ કપમાં આ જ સિદ્ધિ મેળવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ