lion chewed man finger who was playing prank with animal in cage
VIDEO /
સાવજના કોઈ'દી અટકચાળા ના હોય! યુવકે પાંજરામાં સિંહને કરી 'સળી', પછી જે થયું તે જોઈને રૂંવાડા થઈ જશે ઉભા
Team VTV04:40 PM, 23 May 22
| Updated: 04:41 PM, 23 May 22
આ વ્યક્તિને સિંહ સાથે મશ્કરી કરવાની વ્યક્તિને જે કિંમત ચુકાવવી પડી, તે તેને જીંદગીભર યાદ રહેશે. VIDEO જોઇને ભળભળના રૂંવાદ ઊભા થઈ જાય.
સાવજના અટકચાળા ન હોય
સોશ્યલ મીડિયામાં વાયરલ વિડીયો
હાથ ચાવી ગયો સિંહ!
સિંહ સાથે મશકરી કરવાની વ્યક્તિને જે કિંમત ચુકાવવી પડી, તે તેને જીંદગીભર યાદ રહેશે. વીડિયો રુવાડાં ઉભા કરી દેશે. જમૈકાના પ્રાણી સંગ્રહાલયનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
સિંહ એક એવું પ્રાણી છે, જે ક્ષણભરમાં તેના શિકારને ચીરી કાઢે છે. જંગલ અને પ્રાણી સંગ્રહાલયમાં જતા લોકોને સિંહથી દૂર રહેવાની વાત સમજાવામાં આવે છે. પિંજરામાં રહેવા છતા, આ પ્રાણી ખતરનાક હોય છે. તે છતાં પણ અમુક લોકો સિંહ સાથે મશ્કરી કરતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઇ રહ્યો છે. તેમાં જોઈ શકાય છે, કે સિંહ સાથે મશકરી કરવુ તે વ્યક્તિને કેટલુ ભારે પડ્યું.
ભયાનક વીડિયો વાયરલ
આ વીડિયો આફ્રિકાના એક પ્રાણી સંગ્રહાલયનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ પ્રાણી સંગ્રહાલય ફરવા ગયો હતો. તે દરમિયાન તેને સિંહને પાંજરામાં જોઈને મશકરી ચાલુ કરી દીધી, તે વ્યક્તિને સિંહ સાથે મશકરી કરવાની કિંમત ચુકવવી પડી અને તે તેને જીંદગીભર યાદ રહેશે. વીડિયો રુવાંડા ઉભા કરી દેશે. જમૈકાના ઝૂ નો આ વીડિયો આખા સોશ્યિલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
— Ms blunt from shi born 🇯🇲 “PRJEFE” (@OneciaG) May 21, 2022
વીડિયોમાં તમે વ્યક્તિને જોઈ શકો છો કે, જ્યારે પ્રાણી સંગ્રહાલયમાં ફરતા તમામ લોકો સિંહનો ફોટો લઈ રહ્યા હતા, ત્યારે આ વ્યક્તિ અલગ જ મૂડમાં દેખાઈ રહ્યો છે. ત્યાર બાદ તેને સિંહના પાંજરામાં હાથ નાખવાની ભૂલ કરી દીધી . વ્યક્તિની આ ભૂલ સિંહને બિલકુલ પણ પસંદ ના આવી. ત્યાર બાદ તેઁણે વ્યક્તિના હાથને પોતાના મોઢામાં ભરી લીધું. વીડિયોમાં જોઈ શકો છો કે, ક્રોધિત સિંહે તે વ્યક્તિની આંગળીઓ ને પોતાના મોઢામાં દબાઈ લીધું. જુઓ શોકિંગ વીડિયો -
વ્યક્તિની આંગળીઓ ચાવી ગયો સિંહ
ત્યાર બાદ વ્યક્તિ તેનો હાથ છોડાવા માટે પૂરો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ તે ઘણી મુશકેલી થી પોતાનો હાથ સિંહના મોઢા માંથી કાઢી શક્યો. તે ચક્કરમાં તેના હાથની એક આંગળી સિંહે ચાવી કાઢી.