બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / મનોરંજન / બોલિવૂડ / liger box office collection day 2 vijay deverakonda

બોલિવૂડ / બીજા દિવસે ફિલ્મ લાઈગરની રફ્તાર થઈ ધીમી, કરી આટલા કરોડની કમાણી, શું વીકએન્ડનો મળશે ફાયદો?

Arohi

Last Updated: 12:12 PM, 27 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહેલા દર્શકોને લાલ સિંહ ચડ્ઢા પાસેથી સારી કમાણીની આશા હતી. પછી લાગ્યું કે બોક્સ ઓફિસ પર વિજય દેવરકોંડાની લાઈગર કમાણીના બધા રેકોર્ડ તોડશે. પરંતુ બીજા જ દિવસે ફિલ્મની કમાણીમાં ઘટાડો થયો છે.

  • લાલ સિંહ ચડ્ઢા બાદ લાઈગરે આશા પર ફેરવ્યુ પાણી 
  • ફિલ્મે બીજા દિવસે કરી ફક્ત આટલી કમાણી 
  • અનન્યા અને વિજયની ફિલ્મે ઉભો કર્યો હતો મોટો બઝ 

વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ લાઈગરને લઈને ખૂબ બઝ બનેલો છે. લાંબા સમય બાદ ફિલ્મ 25 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. ઓપનિંગ ડે પર ફિલ્મે વર્લ્ડવાઈડ 33.12 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ત્યાં જ હવે બીજા દિવસનું કલેક્શન પણ સામે આવી ચુક્યું છે. 

બીજા દિવસે લાઈગરે કરી આટલી કમાણી 
જે હિસાબથી વિજય દેવરકોંડા ને અનન્યા પાંડીની ફિલ્મનું પ્રમોશન થઈ રહ્યું હતું. તે જોઈને લાગી રહ્યું હતું કે ફિલ્મ તાબડતોબ કમાણી કરશે. પરંતુ પહેલા અને બીજા દિવસનું કલેક્શન સામે આવ્યા બાદ બધી આશાઓ પર પાણી ફરતુ જોવા મળી રહ્યું છે. બીજા દિવસે લાઈગરની કમાણીમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. 

એક રિપોર્ટ અનુસાર ફ્રાઈડેએ ફિલ્મે ફક્ત 16 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ત્યાં જ જો લાઈગરના બિઝનેસની તુલના લાલ સિંહ ચડ્ઢા સાથે કરવામાં આવે તો આમિર ખાનની ફિલ્મે બીજા દિવસે 7.26 કરોડનો બિઝનેસ કર્યો હતો. 

વીકેન્ડના કારણે છે આશા 
પહેલા અને બીજા દિવસના કલેક્શને તો નિરાશ કર્યા પરંતુ વીકેન્ડ પાસેથી સારી કમાણીની આશા રાખવામાં આવી રહી છે. બની શકે છે કે ફિલ્મને વીકેન્ડનો ફાયદો મળે અને લાઈગર સારો બિઝનેસ કરી શકે. એવું પણ બની શકે છે કે લાઈગરને મળી રહેલી નેગેટિવ કમેન્ટ્સ પણ તેની કમાણી પર અસર કરી શકે. 

લાઈગરથી વિજય દેવરકોંડાએ બોલિવુડમાં ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મમાં વિજય દેવરકોંડાની સાથે રામ્યા કૃષ્ણન, રોનિત રોય અને મકરંજ દેશપાંડે પણ મહત્વપૂર્ણ ભુમિકામાં છે. ઈન્ટરનેશનલ બોક્સર માઈક ટાયસને પણ લાઈગરમાં કેમિયો કર્યો છે. આ ફિલ્મના પ્રડ્યુસર કરણ જોહર છે. કદાચ આજ કારણ છે કે લોકો સાઉથ એક્ટરની ફિલ્મને બોયકોટ કરવાની માંગ કરી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ