બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Leopard flapping in Rajkot! For the last 10 days, the forest department has been on the run, fearing that the city is being attacked

ભયનો માહોલ / રાજકોટમાં દીપડાનો ફફડાટ! છેલ્લા 10 દિવસથી શહેરમાં આંટા મારતો હોવાની આશંકા, વનવિભાગ થયું દોડતું

Dinesh

Last Updated: 01:38 PM, 25 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot news: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ કણકોટમાં દીપડો દેખાયા છે, સ્થાનિકોએ જાણ કરતા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે

  • રાજકોટમાં ચાર પગનો આતંક, લોકોમાં ફફડાટ
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ કણકોટમાં દીપડો દેખાયા
  • વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા કામગીરી હાથ ધરી


રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ કણકોટમાં દીપડો દેખાયા છે. કણકોટ પાસે સ્થાનિકોએ જાણ કરતા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા માટે સઘન મહેનત હાથ ધરી છે. છેલ્લા 10 દિવસથી વન વિભાગ દીપડાની શોધખોળ કરી રહ્યું છે

અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક દેખાયો હતો 
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક દીપડો દેખાયો હતો. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની પાછળ દીપડો દેખાયાની શંકાના પગલે વન વિભાગે તપાસ આદરી હતી. જો કે, તે સમય શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી ન હતી. જો કે, તકેદારીના ભાગરૂપે ફોરેસ્ટ વિભાગે બંદોબસ્ત ગોઠવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

દીપડાનો ડર
રાજકોટ પંથકમાં છેલ્લા કેટલાય દિવસથી દીપડાની જોવા મળી રહી છે. ત્યારે રાજકોટ નજીક આવેલા કૃષ્ણનગરના સ્મશાનમાં દીપડો દેખાયો હતો. કૃષ્ણનગરના સ્મશાન વિસ્તારમાં લાલજીભાઈ વિરાણી  નામના વ્યક્તિ ચણ નાખવા માટે આવ્યા હતા જોકે તેમને અચાનક જ દીપડાને સૂતો જોયો હતો. રાજકોટ એ ગીર વિસ્તારથી ઘણું દૂર આવેલું છે જોકે અહીંયા અવારનવાર સિંહ, દીપડા જેવા જંગલી પ્રાણીઓ આવી જતા હોય છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં આ જંગલી પ્રાણીના આગમનને લઈને ચર્ચાઓ પણ જોરસોરથી થાય છે ત્યારે હાલ દીપડો રાજકોટ પંથક ચર્ચાનું કેન્દ્ર બન્યું છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ