બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / Legends may be cut from ICC World Cup 2023, list includes all names of legendary cricketers rishabh pant deepak chahar shikhar dhawan suryakumar yadav sundar

Oh My God / પંત, ધવન સહિત દિગ્ગજોના ICC વર્લ્ડ કપ 2023માંથી કપાઈ શકે છે પત્તા, યાદીમાં તમામ નામ ધૂરંધર ક્રિકટરોના

Pravin Joshi

Last Updated: 07:51 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વખતે મેન ઇન બ્લુ ફરી એકવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરશે અને ભારતની ધરતી પર રમતા વર્લ્ડ કપ જીતશે. ચાલો જાણીએ એ 5 ખેલાડીઓના નામ જેમને આગામી વર્લ્ડ કપમાં ટીમમાંથી કપાઈ શકે છે પત્તા.

  • 12 વર્ષ બાદ ભારત ફરી એકવાર ODI વર્લ્ડ કપની યજમાની કરશે
  • રોહિત શર્માના નેતૃત્વમાં 'મેન ઇન બ્લુ'  જીતવાની કોશિશ કરશે
  • ઘણા ખેલાડીઓ ઈજા અને ખરાબ ફોર્મ સાથે કરી રહ્યા છે સંઘર્ષ
  • શિખર ધવન અને રિષભ પંત સહિત ક્રિકેટરોના કપાઈ શકે છે પત્તા


આ વર્ષ ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે કારણ કે લગભગ 12 વર્ષ બાદ ભારત ફરી એકવાર ODI વર્લ્ડ કપની યજમાની કરવા માટે તૈયાર છે. ગત વખતે એમએસ ધોનીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરી હતી. આ વખતે રોહિત શર્માના નેતૃત્વમાં 'મેન ઇન બ્લુ' ફરી એકવાર ઈતિહાસનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરશે અને ભારતની ધરતી પર રમીને વર્લ્ડ કપ જીતશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનામાં ટીમ ઈન્ડિયાને વધુ વનડે રમવાની તક મળી નથી. એટલા માટે ટીમ ઈન્ડિયાના પસંદગીકારોએ આગામી વર્લ્ડ કપ માટે ટીમની પસંદગીને લઈને ઘણું વિચારમંથન કરવાની જરૂર છે.

રાહુલ દ્રવિડ સામે મોટો પડકાર 

ટીમ ઈન્ડિયાના ઘણા દિગ્ગજ ખેલાડીઓ કાં તો ઈજા અથવા ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સામે મોટો પડકાર હશે કે તે આગામી વર્લ્ડ કપ માટે 17-18 ખેલાડીઓને ટીમમાં રાખી શકે છે. જો કે, હાલમાં ભારતીય ક્રિકેટમાં ઘણા એવા ક્રિકેટરો છે, જેઓ આગામી વર્લ્ડ કપમાં પોતાનું નામ નોંધાવવા માટે સતત મહેનત કરી રહ્યા છે. પરંતુ કેટલાક ક્રિકેટરોને આ વખતે વર્લ્ડ કપમાં રમવાની તક મળી શકી નથી. આવો જાણીએ એવા પાંચ ક્રિકેટરોને જે આ વખતે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં બની શકે.

રિષભ પંત

છેલ્લા કેટલાક મહિનાઓ પહેલા ભારતના ઓલરાઉન્ડર બેટ્સમેન અને વિકેટકીપર રિષભ પંત રોડ અકસ્માતનો શિકાર બન્યા હતા. આ અકસ્માતમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે બાદ તે હાલમાં તેની ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે.

શિખર ધવન

ભારતીય ઓપનર શિખર ધવન આગામી વર્લ્ડ કપમાં તેને ટીમ ઈન્ડિયાનો ભાગ બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ બેટિંગ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ કંઈક અલગ જ વાર્તા કહે છે. ભારતીય ક્રિકેટ ટીમમાંથી તેના ડ્રોપ થવા પાછળ ધીમી સ્ટ્રાઇક એક મુખ્ય કારણ હતું. બીજી તરફ આ સમયે શુભમન ગિલ શાનદાર લયમાં જોવા મળી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આવનારા વર્લ્ડ કપમાં શુભમનને ઓપનર તરીકે તક મળી શકે છે.

દીપક ચહર

છેલ્લા કેટલાક મહિનાઓથી હેમસ્ટ્રિંગની ઈજા સામે ઝઝૂમી રહેલા દીપક ચહરે આઈપીએલ 2023માં પુનરાગમન કર્યું છે. નોંધપાત્ર વાત એ છે કે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં તેને ફરીથી હેમસ્ટ્રિંગની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. એવું માનવામાં આવે છે કે ઝડપી બોલર ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યાને વર્લ્ડ કપમાં જગ્યા મળવાની ખાતરી છે.

વોશિંગ્ટન સુંદર

સ્પિનર્સ આર અશ્વિન અને અક્ષર પટેલ અત્યારે શાનદાર ફોર્મમાં છે. ત્યારે વોશિંગ્ટન સુંદર પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યો છે. પોતાના બેટથી ટીમ માટે રન બનાવનાર વોશિંગ્ટન સુંદરને આ વખતે વર્લ્ડ ટીમમાંથી બહાર રાખવામાં આવી શકે છે.

સૂર્યકુમાર યાદવ

T20ના વિસ્ફોટક બેટ્સમેન અને મિડલ ઓર્ડરમાં શાનદાર બેટિંગ કરનાર સૂર્યકુમાર યાદવનું બેટ છેલ્લી કેટલીક મેચોથી શાંત છે. ટીમ ઈન્ડિયા માટે રમ્યો છે.છેલ્લી 6 મેચમાં સૂર્યાનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. તે ચાર ઇનિંગ્સમાં શૂન્ય પર આઉટ થયો છે. માનવામાં આવી રહ્યું છે કે જો આગામી વર્લ્ડ કપમાં શ્રેયસ અય્યરને ટીમમાંથી બહાર કરવામાં આવે છે તો સૂર્ય કુમાર યાદવને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ