બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / latest test rankings team india ravindra jadeja axar patel ravichandran ashwin

ICC Test Rankings / ICC ટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાનો દબદબો, 3 ખેલાડીનો ટોપ 5 ઓલરાઉન્ડરમાં સમાવેશ, એક ગુજરાતી પણ ચમક્યો

Premal

Last Updated: 05:48 PM, 22 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઈસીસીના ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓની ધમાલ યથાવત છે. ટીમ ઈન્ડિયાના ત્રણ ખેલાડીઓ ઓલરાઉન્ડરના રેન્કિંગમાં ટૉપ 5માં છે, જ્યારે બોલર અને બેટરના રેન્કિંગમાં ભારતનુ પ્રદર્શન અવ્વલ ક્રમે છે.

  • ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનું વર્ચસ્વ યથાવત
  • ટોપ-5માં ત્રણ ભારતીય ખેલાડીઓનો સમાવેશ
  • રવિન્દ્ર જાડેજા નંબર-1 ટેસ્ટ ઓલરાઉન્ડર છે

ટોપ-5માં ત્રણ ભારતીય ખેલાડીઓનો સમાવેશ

આઈસીસી દ્વારા 22 ફેબ્રુઆરીએ નવા ટેસ્ટ રેન્કિંગની જાહેરાત કરવામાં આવી. આઈસીસીના ઑલરાઉન્ડર રેન્કિંગને જોઈએ તો ટોપ-5માં ત્રણ ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે. રવિન્દ્ર જાડેજા નંબર-1 ટેસ્ટ ઓલરાઉન્ડર છે, ત્યારબાદ રવિચંદ્રન અશ્વિન છે, જે બીજા નંબરે છે. આ લિસ્ટમાં લેટેસ્ટ એન્ટ્રી અક્ષર પટેલની થઇ છે અને તે રેન્કિંગમાં નંબર-5 પર પહોંચી ગયા છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં અક્ષરની બેટીંગે ધૂમ મચાવી છે. 

બોલર્સના રેન્કિંગમાં પણ ફેરફાર

દિલ્હી ટેસ્ટ બાદ બોલર્સના રેન્કિંગમાં પણ ફેરફાર થયો છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ હવે દુનિયાના નંબર-1 ટેસ્ટ બોલર નથી, તેમની જગ્યા ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસને લઇ લીધી છે, જે ન્યુઝીલેન્ડ સામે સારું પ્રદર્શન કરી ચૂક્યા છે. ભારતીય ટીમના રવિચંદ્રન અશ્વિનને પણ ફાયદો થયો છે અને તેઓ હવે ટેસ્ટ રેન્કિંગમાં બીજા નંબરે આવી ગયા છે. 

ટોપ-10માં ત્રણ ભારતીય બોલર સામેલ

બોલર્સની રેન્કિંગ જોઈએ તો ટોપ-10માં ત્રણ ભારતીય બોલર સામેલ છે. રવિચંદ્રન અશ્વિન બીજા નંબરે છે, જ્યારે જસપ્રીત બુમરાહ પાંચમા નંબરે છે. તો રવિન્દ્ર જાડેજાની એન્ટ્રી હવે બોલર્સના ટોપ-10 રેન્કિંગમાં થઇ ગઇ છે અને તેઓ 9મા નંબરે છે. બેટરોની રેન્કિંગ પહેલાની જેમ જ છે અને ભારતના રિષભ પંત છઠ્ઠા નંબરે, રોહિત શર્મા 7મા નંબરે યથાવત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ