ભારત રત્ન લતા મંગેશકરના પાર્થિવ દેહનો આજે જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે, સાંજે શિવાજી પાર્કમાં રાજકીય સન્માન સાથે અપાશે વિદાય.
આજે દેશે ગુમાવ્યા સ્વર કોકિલા
ભારત આખું શૉકમાં ડૂબ્યું
આજે સાંજે શિવાજી પાર્કમાં કરાશે અંતિમ સંસ્કાર
સાંજે કરાશે અંતિમ સંસ્કાર
આધિકારિક જાણકારી અનુસાર લતા મંગેશકરના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર આજે સાંજે સાડા 6 વાગે શિવાજી પાર્કમાં કરવામાં આવશે. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે લતા દીદીને અંતિમ વિદાય આપવામાં આવશે. તેમના પાર્થિવ દેહને બપોરના સમયે તેમના નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે.
બે દિવસ માટે રાષ્ટ્રીય શોક જાહેર
સૂરોની લતા, દેશના સ્વર કોકિલાના નિધન પર દેશ આખો દુખી છે ત્યારે બે દિવસ માટે રાષ્ટ્રીય શૉક જાહેર કરવામાં આવ્યો છે.
તેમનો સ્નેહ ભૂલાવી ન શકું
ભારતના સ્વર કોકિલાના સ્વર આજે અમર થઈ ગયા. ભારત રત્ન ગાયિકા લતા મંગેશકરે રવિવારે દેહત્યાગ કરતાં દેશ આખો શોકમાં ડૂબી ગયો છે. PM મોદીએ લતા દીદીને શ્રદ્ધાંજલિ આપી અને પરિજનો સાથે વાતચીત કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું.
લતા મંગેશકરના નિધન પર રાહુલ ગાંધીનું ટ્વીટ
લતા મંગેશકરજીના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. તે ઘણા દાયકાઓ સુધી ભારતનો સૌથી પ્રિય અવાજ રહ્યો. તેમનો મધુર અવાજ અમર છે અને તેમના ચાહકોના હૃદયમાં ગુંજતો રહેશે. તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી સંવેદના
ક્રિકેટ બોર્ડ માટે કોન્સર્ટથી લતાએ જુટાવ્યા હતા પૈસા
લતા મંગેશકર (Lata Mangeshkar) ગાયિકી સિવાય ક્રિકેટમાં પણ ખાસ દિલચસ્પી રાખતા હતા. સુરોની મલ્લિકા પોતાના ખાલી સમયમાં તો રિયાઝ કરતા હતા કે પછી પોતાની પસંદીદા ક્રિકેટ મેચ જોવાનું પસંદ કરતા હતા. લતાજી 1983માં લોર્ડ્સનાં મેદાનમાં થયેલ ગૌરવશાળી વર્લ્ડ ક્રિકેટ કપની જીતના સાક્ષી પણ રહ્યા છે. આ પરથી તમે સમજી શકો છો કે કેટલી હદ સુધી તેમને ક્રિકેટ પસંદ હતું. ઇન્ડિયન ક્રિકેટ ટીમને તેમણે હોસ્લો આપ્યો હતો તથા મેચના રોમાંચક ક્ષણોમાં તણાવમાં પણ આવી ગયા હતા. આવો, જણાવીએ વર્ષો જૂની ક્રિકેટ તથા સૂરની લવ સ્ટોરી. ભારતના પ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરે ખુદ દર્શક દીર્ઘમાં બેસીને તાળીઓ વગાડતા 1983નાં એ રોમાંચક પળોને જીવ્યા હતા. બીબીસીને આપેલા એક ઈન્ટરવ્યુમાં લતાએ કહ્યું હતું કે 'તણાવથી ભરેલ માહોલ હતો, પરંતુ જેમ જેમ મેચનો અંતનો પડાવ આવવા લાગ્યો, મને ભારતની જીત પર પૂરો ભરોસો થઇ ગયો હતો. જોકે ક્રિકેટમાં કઈ કહી ન શકાય કે ક્યારે મેચ પલટી જાય.' લતા મંગેશકરે જણાવ્યું હતું કે આખી ક્રિકેટ ટીમ મેચ પહેલા મને મળી હતી. દરેક ક્રિકેટર એ જ કહી રહ્યો હતો કે મેચ આપણે જ જીતીશું. મને યાદ છે કે મેં તેમને પૂછ્યું પણ હતું કે તમને શું લાગે છે. ટીમે પુરા વિશ્વાસથી કહ્યું હતું કે જીતી જશું તથા ઈતિહાસ પણ રચાઈ ગયો, આ ખૂબ મોટી વાત હતી.' લતાજીએ આગળ જણાવ્યું કે જ્યારે ટીમે મેચ જીતી લીધી તો ક્રિકેટ બોર્ડ પાસે પૈસા ન હતા, એટલે એક સ્પેશિયલ કોન્સર્ટ કર્યું.