માં અર્બુદા રજત જયંતિ મહોત્સવમાં બીજા દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. વહેલી સવારથી જ ભક્તો મહાયજ્ઞના દર્શન કરવા ઉમટ્યા હતા.
બનાસકાંઠામાં માં અર્બુદા રજત જયંતિ મહોત્સવ
મહોત્સવને લઇ ભક્તોનું ઘોડોપૂર
લાખો ભક્તો દર્શન કરવા આવ્યા
પાલનપુરના લાલાવાડા ખાતે ચાલી રહેલ માં અર્બુદા રજત જયંતી મહોત્સવમાં નાના મોટેરા સૌ કોઈ દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે. ત્રિદિવસીય ચાલનારા આ મહોત્સવમાં પ્રથમ દિવસે બે લાખથી વધુ દર્શનાર્થીઓએ દર્શન કર્યા હતા. જ્યારે બીજા દિવસે વહેલી સવારથી જ લાખો ભક્તો મહાયજ્ઞનાં દર્શન કરવા માટે આવી રહ્યા છે. આ મહોત્સવમાં મહિલાઓ તેમજ બાળકો અને યુવાનો, વડીલો પણ યજ્ઞશાળાના દર્શન કરવા માટે આવી રહ્યા છે. બીજા દિવસે ગુજરાતના રાજ્યપાલ સહિત ધારાસભ્યો તેમજ અનેક મંત્રીઓ અને નેતાઓએ પણ મહાયજ્ઞનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
દર્શનાર્થે ઉમટ્યા લોકો
પ્રથમ દિવસે બે લાખ લોકોએ દર્શન કર્યા
માં અર્બુદા રજત જયંતી નિમિત્તે સહસ્ત્ર ચંડી 108 કુંડી મહાયજ્ઞ નું આયોજન કરાયું હતું. ત્રિ દિવસીય આ યજ્ઞનો શુક્રવારથી પ્રારંભ થયો છે. આ યજ્ઞને લઈને આંજણા પટેલ ચૌધરી સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લા સહિત ગુજરાતમાંથી માં ના દર્શન માટે ભક્તો પાલનપુરના લાલાવાડા ખાતે પહોંચ્યા હતા. મહા યજ્ઞમાં 600 બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક શ્લોક સાથે આહુતિ આપી હતી. તેમજ 1500 જેટલા યજમાનો આ યજ્ઞનો લાભ લઇ રહ્યા છે. ત્યારે પ્રથમ દિવસે બે લાખથી વધુ લોકોએ દર્શન કર્યા હતા.
લોકોએ મહાયજ્ઞના દર્શન કર્યા
3 થી 5 ફેબ્રુઆરી સુધી યોજાશે મહાયજ્ઞ
અર્બુદા માતાજીના રજત જયંતિ મહોત્સવનું 3 ફેબ્રુઆરી થી પાંચ ફેબ્રુઆરી સુધી આ મહાયજ્ઞ યોજાઇ રહ્યો છે. તેમાં દેશભરમાંથી કર્ણાટક ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત દિલ્હી સહિતના રાજ્યોમાંથી આંજણા ચૌધરી પટેલ સમાજના લોકો આ યજ્ઞના દર્શન માટે આવશે.
નાના મોટેરા સૌ કોઈ આ મહાયજ્ઞમાં જોડાયા
દેશમાં ભાઈચારો અને સમરસતા વધે તે હેતુથી યજ્ઞનું આયોજન કરાયું.
યજ્ઞના પ્રથમ દિવસે અનેક લોકોએ આ યજ્ઞ શાળાની પ્રદક્ષિણા પણ કરી હતી. આ મહા યજ્ઞ નાં દર્શને દેશભર માં થી આગામી બે દિવસ માં અનેક લોકો આવવાના છે.સમગ્ર મહોત્સવ ને લઇ લોકોના ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશ માં સુખ શાંતિ ભાઈચારો રહે લોકો માં સમરસતા વધે તે હેતુ થી આ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે.