Lakhimpur violence: Accused of crushing farmers may be arrested today, his father slams Delhi
BIG BREAKING /
લખીમપુર હિંસા: ખેડૂતોને કચડવાના આરોપીની આજે થઈ શકે છે ધરપકડ, તેમના પિતા કેન્દ્રીય મંત્રીને દિલ્હીનું તેડું
Team VTV12:03 PM, 06 Oct 21
| Updated: 12:13 PM, 06 Oct 21
લખીમપુરની ઘટના બાદ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા અને તેમનો પુત્ર આરોપોના ઘેરામાં છે. જોકે, બંનેનું કહેવું છે કે ઘટના સમયે તેઓ ત્યાં નહોતા.
આશિષ મિશ્રા આજે શરણાગતિ સ્વીકારી શકે છે
ઘટના બાદ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ને દિલ્હીનું તેડું
રાહુલ ગાંધી લખીમપુર માટે રવાના
આશિષ મિશ્રા પોલીસ સમક્ષ આજે શરણાગતિ સ્વીકારી શકે છે.
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતો ઉપર કાર ચલાવવાના આરોપી આશિષ મિશ્રા આજે પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી શકે છે. ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા પર ખેડૂતોઓ ઉપર જીપ ચઢાવી મારી નાંખવાનો આરોપો છે. આશિષ મિશ્રાના આજે શરણાગતિ કરવાની આશા છે. પરંતુ આ પહેલા તેઓ કાલ સુધી ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા અને તેમના પુત્ર આશિષ મિશ્રા બંને ઉપર લાગેલા આરોપોને નકારી રહ્યાાં હતાં.
કેન્દ્રીય મંત્રીને દિલ્હીનું તેડું
નોંધનીય છે કે સમગ્ર ઘટનામાં મુખ્ય આરોપી કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા અને તેમનો દીકરો આશિષ મિશ્રા જ છે. તમામ પાર્ટીઓ અને નેતાઓ તેમની સામે કાર્યવાહી માંગ કરી રહ્યા છે ત્યારે મીડિયા અહેવાલ અનુસાર અજય મિશ્રાને દિલ્હીનું તેડું આવ્યું છે. જોકે અજય મિશ્રાએ કહ્યું છે કે તેઓ પોતાના પ્રાઇવેટ કામ માટે દિલ્હી જઈ રહ્યા છે.
રાહુલ ગાંધી લખીમપુર માટે રવાના
નોંધનીય છે કે જ્યાં એક તરફ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની ધરપકડ કરવામાં આવી છે ત્યાં હવે રાહુલ ગાંધીએ પણ લખીમપુર જવા માટે એલાન કરી દીધું છે. બુધવારે સવારે પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ એલાન કર્યું કે હું મારા નેતાઓની સાથે જ ત્યાં જઈશ. પહેલા સમાચાર હતા કે તેઓ વિમાનથી ઉત્તર પ્રદેશ જશે પરંતુ બાદમાં સડક માર્ગથી જ લખનૌ માટે રવાના થયા હતા. બીજી તરફ ઉત્તર પ્રદેશ પોલીસે સ્પષ્ટ કરી દીધું છે કે ધારા 144 લાગુ હોવાથી નેતાઓને ત્યાં જવા દેવાશે નહીં.