બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Kutch scam : Salt scam on the land of Ghudkhar sanctuary in Kutch

Vtv Exclusive / કચ્છના કાળા કૌભાંડીઓએ ઘુડખરનું અભ્યારણ્ય પણ ન છોડ્યું, મીઠાના માફિયાઓને 'સરકારે' જ પાછું વીજ કનેક્શન આપ્યું

Parth

Last Updated: 03:17 PM, 2 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છમાં મીઠું પકવવાનું ખૂબ મોટા પાયે બિઝનેસ ચાલે છે પરંતુ અધિકારીઓ અને નેતાઓ ભેગા થઈને હવે લાખો એકર જમીનમાં ગેરકાયદેસર મીઠું પકવીને મબલખ પૈસા ઘરભેગા કરી રહ્યા છે. મીઠા માફિયાઓએ અભ્યારણ્યથી માંડીને કંડલા પોર્ટની જમીન પણ પચાવી પાડી છે.

  • VTV NEWS પર કચ્છમાં મીઠાના કાળા કારોબારનો પર્દાફાશ
  • લાખો એકર જમીનમાં કચ્છમાં પકાવાય છે ગેરકાયદે મીઠું
  • નેતાઓ અને અધિકારીની મીલી ભગતથી કાળો કારોબાર

સફેદ રણમાં કૌભાંડનું કાળું કલંક
ગુજરાતનું કચ્છ પોતાની આગવી ઓળખ અને સંસ્કૃતિ તથા પોતાની સફેદ રેતીની સુંદરતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. પરંતુ સફેદ કચ્છમાં ઘણા નેતાઓ અને અધિકારીઓ ભેગા થઈને કૌભાંડનો કાળો ડાઘ લગાવી રહ્યા છે. VTV Newsએ કચ્છમાં મીઠાનાં કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. કચ્છમાં મીઠું પકવવાનું ખૂબ મોટા પાયે બિઝનેસ ચાલે છે પરંતુ અધિકારીઓ અને નેતાઓ ભેગા થઈને હવે લાખો એકર જમીનમાં ગેરકાયદેસર મીઠું પકવીને મબલખ પૈસા ઘરભેગા કરી રહ્યા છે. VTV News દ્વારા કરવામાં આવેલ તપાસમાં જાણવા મળ્યું કે કચ્છમાં આડેસરથી મુન્દ્રા, સુરજબારીથી નવલખીમાં લાખો એકર જમીન પર અગર માફિયાઓ અડ્ડો જમાવીને બેઠા છે. 

તંત્રને કઈ દેખાતું નથી? કે પછી નેતાઓ જ સામેલ હોવાથી આંખ આડા કાન? 
મીઠા માફિયાઓ કચ્છમાં ખૂલેઆમ અભયારણ્ય અને સરકારી જમીનો પર અગર બનાવીને પૈસા કમાઈ રહ્યા છે ત્યારે અધિકારીઓનાં પાપે મીઠા માફિયાઓને ખુલ્લુ મેદાન આપી દેવામાં આવ્યું છે. જોકે માત્ર અધિકારીઓ જ નહીં આ કૌભાંડમાં કેટલાય મોટા નેતાઓના તાર પણ અડતા હોવાના સમાચાર છે. મીઠા માફિયાઓ બેફામ રીતે દાદાગીરી કરે છે, સ્થાનિક ગ્રામજનો તમામ વસ્તુઓ નજરે જોઈ રહ્યા છે અને તંત્ર ચૂપ બેઠું છે. જોકે VTV Newsનાં કારોબારમાં આ સમગ્ર કૌભાંડ કેદ થઈ ગયું છે. 

કઈ જમીનો પર ચાલે છે ગેરકાયદે અગર? 
કચ્છનાં મુંદ્રા, કંડલા અને અંજારમાં વન વિભાગ તથા રેવન્યુ વિભાગની જમીનો પર ગેરકાયદે અગર બનાવી દેવામાં આવ્યા છે. આ સિવાય રાપર, આદેસરના પટ્ટામાં આખે આખા ગામે ગામ ગેરકાયદેસર અગર બનાવી દેવાયા છે. સરકારની જમીનો પર ઉદ્યોગપતિ અને નેતાઓના સગાઓ અગરના માફિયા બનીને અડિંગો જમાવીને બેઠા છે અને સરકારની નજર સામે જ આ બધો કાળો કારોબાર ચાલી રહ્યો છે, સરકાર બોલે પણ કેમ? આ બધુ ફ્રીમાં થોડું ચાલે છે, ઉપર સુધી હપ્તા જાય છે. 

PGVCLનાં અધિકારીઓ કૌભાંડમાં સામેલ હોવાના પૂરાવા, ઉર્જામંત્રી ક્યારે કરશે કાર્યવાહી 
સરકારની જમીનો પર તો ઠીક કચ્છનો કાળો કારોબાર તો ઘૂડખર માટે ફાળવવામાં આવેલ અભ્યારણ્યમાં પણ માફિયાઓ ખૂલેઆમ કરોડો રૂપિયાનો ધંધો કરી રહ્યા છે. VTV જ્યારે કચ્છના નાના રણ વિસ્તારમાં પહોંચ્યું તો જોવા મળ્યું કે જે અભયારણ્યમાં દાખલ થવા માટે પણ સામાન્ય નાગરિકોએ જાતજાતની પરવાનગી લેવી પડે તે અભ્યારણ્યની અંદર જ માફિયાઓનું રાજ ચાલી રહ્યું છે. આટલું જ નહીં આ માફિયાઓ પર એવા આશીર્વાદ છે કે ખોટી રીતે મીઠું પક્વતા લોકોને સરકાર જ એટલે કે PGVCL દ્વારા વીજકનેક્શન આપી દેવામાં આવ્યા છે. જે બાદ જાહેર થાય છે કે સરકારી વીજ કંપનીનાં સરકારી બાબુઓ પણ આ કૌભાંડમાં પૂરેપૂરા સામેલ છે. સ્થાનિકોનો આરોપ છે કે લાખો રૂપિયાનાં હપ્તા આપીને ગેરકાયદેસર વીજકનેક્શન લેવામાં આવી રહ્યા છે. એક વીજ કનેકશન માટે 10 થી 30 લાખ રૂપિયા સુધીનો ભાવ બોલવામાં આવે છે અને PGVCLના ઉચ્ચ અધિકારીઓ હપ્તા પણ પહોંચાડવામાં આવે છે. 

ઘૂડખર અભયારણ્યમાં ખુલ્લી દાદાગીરી, VTVએ બતાવ્યા LIVE દ્રશ્યો
આ કૌભાંડ બાદ ઘૂડખરને લઈને પણ સવાલ ઊભા થાય છે કે પ્રવાસનને વધારવા તથા આપણાં વન્ય જીવનને વધારવા માટે બનાવવામાં આવેલ અભ્યારણ્ય પર સરકારનો કોઈ કંટ્રોલ જ નથી. આટલું જ નહીં આ અભ્યારણ્યમાં મસમોટા ટ્રક દાખલ થતાં LIVEમાં કેદ થયા છે. 

આખા ગુજરાતે LIVE જોયું કૌભાંડ, કલેકટર ચૂપ કેમ? 
કચ્છનો આ કાળા કારોબારે કચ્છની એક પણ જમીન ખાલી રહેવા દીધી નથી, અધૂરું હતું ત્યાં કંડલા પોર્ટની જમીનો પર પણ ગેરકાયદેસર મીઠા માફિયાઓ રાજ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. પોર્ટનાં અધિકારીઓ પણ આ ગુંડાઓથી ડરે છે ત્યારે VTV NEWSના અહેવાલ પછી પણ કચ્છનાં કલેકટર જાણે ઘોર નિંદ્રામા હોય તેવું લાગી રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ