બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Kuldeep Yadav holding Rishabh Pant's hand did such a feat that the video went viral

IPL 2024 / કુલદીપ યાદવની મેદાન પર દાદાગીરી! રિષભ પંતનો હાથ પકડીને એવું શું કારનામું કર્યું કે Video થઇ ગયો વાયરલ

Priyakant

Last Updated: 11:09 AM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 Latest News: રાજસ્થાન રોયલ્સ (RR) સામે રમાયેલી IPL મેચમાં કુલદીપ યાદવે કંઈક એવું કર્યું જેને જોઈને બધા હસશે, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

 

IPL 2024 : રાજસ્થાન રોયલ્સ (RR) એ ગુરુવારે રમાયેલી IPL મેચમાં દિલ્હી કેપિટલ્સને 12 રને હરાવ્યું. દિલ્હી કેપિટલ્સ ટીમને IPL 2024 સીઝનમાં સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે. ચાઈનામેન બોલર કુલદીપ યાદવ મેદાન પર તેની ફની સ્ટાઈલ માટે જાણીતો છે. ગુરુવારે રાજસ્થાન રોયલ્સ (RR) સામે રમાયેલી IPL મેચમાં કુલદીપ યાદવે કંઈક એવું કર્યું જેને જોઈને બધા હસશે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

કુલદીપ યાદવે કેપ્ટન ઋષભ પંતનો હાથ પકડીને તેને બળજબરીથી ડીઆરએસ લેવાનો ઈશારો કર્યો હતો. આ ઘટના રાજસ્થાન રોયલ્સની ઈનિંગની આઠમી ઓવરમાં બની હતી. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે આઠમી ઓવરમાં ચાઈનામેન બોલર કુલદીપ યાદવને બોલિંગ આક્રમણમાં લાવ્યો હતો.

વધુ વાંચો: ફિલ્મ સ્ક્રિનિંગમાં કોને યાદ કરતા-કરતા સલમાન ખાન થયો ભાવુક, કહ્યું 'તે અમારી ખૂબ જ ક્લૉઝ હતા'

આ ઓવરમાં રિયાન પરાગે કુલદીપ યાદવના પહેલા બોલ પર એક રન લઈને જોસ બટલરને સ્ટ્રાઈક આપી હતી. આઠમી ઓવરના બીજા બોલ પર જોસ બટલરે કુલદીપ યાદવ સામે રિવર્સ સ્વીપ કર્યો હતો. રિવર્સ સ્વીપ રમવાનો પ્રયાસ કરતી વખતે જોસ બટલર ચૂકી ગયો અને બોલ તેના પેડ સાથે અથડાયો. આ પછી કુલદીપ યાદવ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓએ જોરદાર અપીલ કરી હતી, પરંતુ અમ્પાયરે જોસ બટલરને આઉટ આપ્યો ન હતો. કુલદીપ યાદવને વિશ્વાસ હતો કે જોસ બટલર એલબીડબ્લ્યુ આઉટ થયો છે, તેથી તેણે કેપ્ટન રિષભ પંતને ડીઆરએસ લેવા કહ્યું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ