બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / Kohli wrote a letter to BCCI after fight with Gambhir in the IPL,knows what issue

Virat vs Gambhir / IPL માં ગંભીર સાથે બબાલ બાદ કોહલીએ BCCIને લખ્યો હતો લેટર, જાણૉ કયા મુદ્દે વ્યક્ત કરી નારાજગી

Megha

Last Updated: 11:48 AM, 7 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૌતમ ગંભીર સાથે ઝઘડાને કારણે વિરાટને BCCI દ્વારા 1 કરોડ 25 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હવે વિરાટે આ સમગ્ર પ્રકરણને લઈને BCCIને એક પત્ર લખ્યો છે.

  • વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે થયો હતો વિવાદ
  • વિરાટે આ સમગ્ર પ્રકરણને લઈને BCCIને એક પત્ર પણ લખ્યો

જો કે કાયદા અનુસાર બેટ્સમેન તેમની બેટિંગ માટે અને બોલરો તેમની બોલિંગ માટે લાઇમલાઇટમાં હોવા જોઈએ, પરંતુ કેટલીકવાર આ ખેલાડીઓ તેમની બોલિંગ અને બેટિંગને કારણે નહીં, પરંતુ તેમના ઝઘડાઓને કારણે લાઇમલાઇટમાં આવે છે. ભૂતકાળમાં લખનૌ અને બેંગ્લોર વચ્ચે હરીફાઈ થઈ ત્યારે પણ કંઈક આવું જ બન્યું હતું. જણાવી દઈએ કે આ મેચમાં RCBએ જીતનો ઝંડો લહેરાવ્યો હતો ત્યારે લખનૌને હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ કોહલીની વાત કરીએ તો તેણે 31 રનની ઇનિંગ રમી હતી. 

જણાવી દઈએ કે આ મેચ કોઈ ખેલાડીની બોલિંગ કે બેટિંગને કારણે નહીં, પરંતુ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચેની ટક્કરના કારણે ચર્ચામાં આવી હતી. આ ઝઘડાને કારણે વિરાટને BCCI દ્વારા 1 કરોડ 25 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. તે જ સમયે, હવે વિરાટે આ સમગ્ર પ્રકરણને લઈને BCCIને એક પત્ર પણ લખ્યો છે. 

સમગ્ર વિવાદ જાણો
આ આખો વિવાદ ત્યારે થયો જ્યારે બેંગ્લોર અને લખનૌ વચ્ચે લડાઈ થઈ. તે દરમિયાન વિરાટ કોહલી પણ મેદાનમાં હતો અને ગૌતમ ગંભીર પણ ત્યાં જ હતો. માયર્સ કોહલી સાથે વાત કરી રહ્યો હતો ત્યારે બોલાચાલી શરૂ થઈ હોવાનું કહેવાય છે. દરમિયાન ગંભીર આવે છે અને માયર્સને ખેંચીને દૂર લઈ જાય છે. દરમિયાન નવીન-ઉલ-હકનો ગુસ્સો વધે છે. આ દરમિયાન ગૌતમ ગંભીર પણ ત્યાં જાય છે. આ દરમિયાન કેએલ રાહુલ તેને દૂર કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન વિરાટ કંઈક બોલે છે, ત્યારે જ બંને વચ્ચે વિવાદ શરૂ થઈ જાય છે. આ સમગ્ર વાતનો વીડિયો પણ સામે આવ્યો છે, જેના પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે આ સમગ્ર વિવાદને પાંચ દિવસ થઈ ગયા છે પણ હજુ પણ તે ચર્ચાનો વિષય છે. તે જ સમયે, હવે કોહલીએ આ સમગ્ર મામલે BCCIને એક પત્ર લખ્યો છે. 

BCCIને શું લખ્યું?
હવે વિરાટ કોહલીએ આ સમગ્ર મામલે BCCIને એક પત્ર લખ્યો છે, જેમાં તેણે આટલો મોટો દંડ ફટકારવા પર નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે આ સમગ્ર મામલામાં મારી ભૂલ નથી. મને બિનજરૂરી રીતે બદનામ કરવામાં આવ્યો છે. વિરાટે પોતાનો બચાવ કર્યો છે. આ સાથે તેણે પોતાના પત્રમાં નવીન ઉલ હક અને ગૌતમ ગંભીરનો બચાવ કર્યો છે. તેણે કહ્યું કે બંને ખેલાડીઓએ આટલી મોટી ભૂલ કરી નથી. જેટલી મોટી સજા કરવામાં આવી હતી. જણાવી દઈએ કે ગૌતમ ગંભીર પર 100 ટકા દંડ અને નવીન ઉલ હક પર 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. જણાવી દઈએ કે મેચમાં મોહમ્મદ સિરાજે નવીન-ઉલ-હકને પોતાના બાઉન્સરથી ગુસ્સે કરી દીધા હતા, જેનો ઉલ્લેખ વિરાટે પોતાના પત્રમાં કર્યો છે. જો કે વિરાટ કહોલીનો આ પત્ર હવે લાઈમલાઈટમાં છે. ત્યારે હવે આવી સ્થિતિમાં કોની પ્રતિક્રિયા આગામી દિવસોમાં સામે આવશે એ જોવાનું રહ્યું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ