બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ધર્મ / know what are the mistakes we should not make while praying

તમારા કામનું / ભૂલથી પણ જમીન પર ન મૂકવી જોઈએ આ વસ્તુઓ, દેવી-દેવતાઓ ગુસ્સે થઈ જતાં હોવાની છે માન્યતા

Khevna

Last Updated: 05:21 PM, 6 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુ અનુસાર, મોટાભાગના લોકો પૂજાપાઠ કરતા સમયે ઘણી ભૂલો કરે છે. જાણો કઈ કઈ ભૂલ કરવાથી ઘરમાં અશાંતિ રહે છે.

વાસ્તુ શાસ્ત્રમાં ઘણી એવી વસ્તુઓ વિષે કહેવામાં આવ્યું છે, જેથી કોઈપણ વ્યક્તિનું જીવન સફળ થઇ જાય. વાસ્તુમાં અમુક ભૂલોનું પણ આલેખન થયું છે, જે કરવાથી વ્યક્તિના જીવનમાં મુસીબતો વધી શકે છે. વાસ્તુમાં પૂજા પાઠ દરમિયાન અજાણ્યામાં ઘણી ભૂલો આપણે કરીએ છીએ જેથી દેવી-દેવતા આપણાથી નિરાશ પણ થઇ શકે છે. આ ભૂલો તમારા વ્યક્તિગત જીવન તથા ઘરની સુખ શાંતિ પર અસર કરે છે. આવામાં આજે અમે તમને મંદિર તથા પૂજા પાઠ સાથે જોડાયેલ આવી ભૂલો વિષે કહેવા જઈ રહ્યા છીએ જે અશાંતિ તથા સુખ-સમૃદ્ધિ માટે હાનિકારક છે. 

જમીન પર ન રાખો શિવલિંગ 
શિવલિંગ ભગવાન ભોલેનાથનું પ્રતિક છે. માનવામાં આવે છે કે ભોલેનાથમાં આ આખા બ્રહ્માંડની ઉર્જા સમાયેલ છે. આવામાં શિવલિંગ ભૂલીને પણ જમીન પર ન રાખવી જોઈએ. આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. શિવલિંગને હંમેશા પૂજાસ્થળ પર સાફ જગ્યાએ જ રાખવી જોઈએ. 

અહી ન રાખો દીવો 
પૂજા કરતા સમયે દીવો જરૂરથી કરવામાં આવે છે. આ ઘણું શુભ માનવામાં આવે છે. આવામાં દીવાને ક્યારેય જમીન પર ન રાખવો જોઈએ. દીવાને હમશા થાળીમાં કોઈ સ્ટેન્ડ પર જ મુકવો જોઈએ. 

શાલિગ્રામ ન રાખો જમીન પર 
હિંદુ ધર્મમાં શાલિગ્રામને અત્યંત પૂજનીય માનવામાં આવે છે. શાલિગ્રામનો પ્રયોગ ભગવાનનું આહ્વાન કરવા માટે કરવામાં આવે છે. શિવ ભક્ત પૂજા કરવા માટે શિવલિંગના રૂપમાં શાલિગ્રામનો ઉપયોગ કરે છે. ભગવાન વિષ્ણુની પૂજામાં પણ શાલિગ્રામનું ખાસ મહત્વ હોય છે. જે ઘરમાં શાલિગ્રામ સ્થાપિત કરવામાં આવે છે ત્યાં સુખ તથા સમૃદ્ધિ આપમેળે જ આવવા લાગે છે. પરંતુ તેને જમીન પર રાખવાથી તમને નુકસાન વેઠવું પડી શકે છે. 

મૂર્તિ 
મંદિરની સાફ સફાઈ કરતા સમયે મોટાભાગના લોકો મૂર્તિ સમેત બધી વસ્તુઓને જમીન પર રાખી દે છે, પાછીન સફાઈ કરે છે. તમને જણાવી દઈએ કે આવું બિલકુલ ન કરવું જોઈએ. તેનાંથી ભગવાનનું અપમાન થાય છે તથા તમારા ઘરમાં શાંતિ ભંગ પણ થઇ શકે છે. મંદિરની સાફ-સફાઈ કરતા સમયે મૂર્તિઓને હંમેશા કોઈ કપડા અથવા થાળી પર રાખો. 

શંખ 
હિંદુ ધર્મમાં શંખનું વિશેષ મહત્વ હોય છે. ધાર્મિક અવસરો પર શંખ વગાડવો શુભ મનાય છે. માતા લક્ષ્મીની પૂજા શંખ વિના અધૂરી માનવામાં આવે છે. આવામાં શંખને જમીન પર રાખવાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડે છે તથા ધનની હાની પણ થાય છે. 

સોનાનાં ઘરેણાં 
જણાવી દઈએ કે સોનાનાં ઘરેણાં માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે જે ભગવાન વિષ્ણુને પણ અતિ પ્રિય છે. આવામાં સોનાનાં ઘરેણાંને ભૂલથી પણ જમીન પર ન રાખવા જોઈએ. સાથે જ પગમાં ક્યારેય પણ સોનાનાં આભૂષણ ન પહેરવા જોઈએ. સોનાનાં ઘરેણાંને હંમેશા કોઈ કપડામાં વીંટીને રાખવા જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ