બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ધર્મ / know right method and puja vidhi of god worshiping

તમારા કામનું / નહીં મળે પૂજાનું સંપૂર્ણ ફળ અને લાભ, આ યોગ્ય વિધિ અને નિયમો જાણી લેવા તમારા માટે છે ખૂબ જરૂરી

Arohi

Last Updated: 08:19 PM, 19 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂજા હંમેશા વિધિ-વિધાનથી અને પવિત્રતા સાથે કરવી જોઈએ. આ સાથે પૂજા દરમિયાન કેટલાક નિયમોનું પણ પાલન કરવું જોઈએ. યોગ્ય પદ્ધતિથી પૂજા કરવાથી જ પૂર્ણ ફળની પ્રાપ્તી થાય છે.

  • નહીં મળે પૂજાનું સંપૂર્ણ ફળ અને લાભ
  • વિધિ-વિધાન સાથે કરો પૂજા 
  • પૂજા દરમિયાન યોગ્ય નિયમોનું કરો પાલન 

હિંદુ ધર્મમાં તમામ ઘરોમાં પૂજા-પાઠ કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં પૂજા, ઉપવાસ અને અનુષ્ઠાનનું વિશેષ મહત્વ છે. પૂજા કરવીએ ઈશ્વર પ્રત્યેની આસ્થા, આદર અને શ્રદ્ધા દર્શાવે છે. જ્યારે વ્યક્તિ ભગવાનની ભક્તિ કરે છે ત્યારે તે સાંસારિક મોહ- માયાને ભૂલીને આધ્યાત્મિક જગતમાં પહોંચી જાય છે. તેનાથી મનને શાંતિ અને સભ્દાવના મળે છે. પરંતુ પૂજાનું ફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તે યોગ્ય વિધિ-વિધાન સાથે કરવામાં આવે છે.

પૂજા દરમિયાન થતી ભૂલોના કારણે પૂરી નથી થતી મનની ઈચ્છા 
આપણે બધા ભગવાનની પૂજા કરીએ છીએ. પરંતુ આમ છતાં આપણી કેટલીક ઈચ્છાઓ પૂરી થતી નથી. વાસ્તવમાં આ બધું પૂજા દરમિયાન જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલોને કારણે થાય છે. તેથી જ આપણને પૂજાનું સંપૂર્ણ ફળ મળતું નથી. તેવી જ રીતે ખોટી રીતોથી કરવામાં આવતી પૂજા પણ દુર્ભાગ્યનું કારણ બને છે. જાણો પૂજા દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

પૂજા વખતે ધ્યાનમાં રાખો આ વસ્તુઓ 

  • પૂજા ક્યારેય પણ ઉભા રહીને ન કરવી જોઈએ અને સાથે જ સીધુ જમીન પર બેસીને ન કરવી જોઈએ. પૂજા કરતા પહેલા જમીન પર આસન પાથરો અને આસન પર બેસીને જ પૂજા કરો. 
  • માથું ઢાંક્યા વગર પણ પૂજા ન કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે માથું ઢાંક્યા વગર પૂજા કરવાથી તેનું ફળ મળતું નથી. પૂજા દરમિયાન માથું ઢાંકવું એ ભગવાન પ્રત્યેની ભક્તિ દર્શાવે છે. પૂજા દરમિયાન માથું ઢાંકવા માટે ધાર્મિક તેમજ વૈજ્ઞાનિક કારણો પણ આપવામાં આવ્યા છે. એટલા માટે પૂજા દરમિયાન સ્ત્રીઓ કે પુરૂષોએ માથું ઢાંકવું જોઈએ.
  • એ પણ ધ્યાન રાખો કે પૂજા સ્થળ ઘરના ફ્લોરથી થોડું ઉપર હોવું જોઈએ. કારણ કે ભગવાન અતુલનીય અને શ્રેષ્ઠ છે, તેથી તેમની પૂજા તમારી બરાબરીમાં રાખીને ન કરો. પૂજા માટે, ભગવાનને કોઈ બાજોટ અથવા ફ્લોરથી ઊંચા સ્થાન પર સ્થાપિત કરો.
  • પૂજા કરતી વખતે તમારું મુખ પૂર્વ દિશામાં હોવું જોઈએ. પૂજા દરમિયાન પ્રગટાવવામાં આવેલ ઘીનો દીવો ડાબી બાજુ રાખવો જોઈએ.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ