બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Know from statistics how much danger of Corona in India?

કોવિડ 19 / આંકડા પરથી જાણો ભારતમાં કોરોનાનો કેટલો ખતરો? જુઓ છેલ્લા એક સપ્તાહમાં કેટલા કેસ નોંધાયા

Priyakant

Last Updated: 12:07 PM, 24 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યાર સુધી કોરોનાના કેસમાં કે કોરોનાના કારણે મૃત્યુમાં કોઈ વધારો જોવા મળ્યો નથી, સક્રિય કેસ પણ ઘટીને માત્ર 3,380 પર આવી ગયા

  • દેશમાં કોરોનાના સક્રિય કેસ ઘટીને 3,380 થયા
  • છેલ્લા 24 કલાકમાં એટલે કે શુક્રવારે કોરોનાના 163 નવા કેસ
  • ભારતમાં છેલ્લા 10 દિવસમાં 2000થી ઓછા કેસ

ભારતમાં ફરી એક વાર કોરોનાનો ખતરો વધી ગયો છે. જોકે અત્યાર સુધી કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો નથી. કોરોનાના કારણે મૃત્યુમાં કોઈ વધારો જોવા મળ્યો નથી. આ સાથે સક્રિય કેસ પણ ઘટીને માત્ર 3,380 પર આવી ગયા છે. કેસ ઘટ્યા બાદ પણ દેશમાં કોરોનાને લઈને ચિંતા છે કારણ કે ચીનમાં ફરી એકવાર કોરોના વધવા લાગ્યો છે. ઉપરાંત ભારતમાં કોરોનાના BF.7 વેરિઅન્ટના કેસ સામે આવ્યા છે. આવી સ્થિતિમાં હવે ભારત સરકારે આ અંગે તૈયારીઓ તેજ કરી દીધી છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં એટલે કે શુક્રવારે કોરોનાના 163 નવા કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાના સક્રિય કેસોમાં પણ ઘટાડો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં કોરોનાના સક્રિય કેસ ઘટીને 3,380 થઈ ગયા છે. એક દિવસમાં 22 સક્રિય દર્દીઓમાં ઘટાડો થયો છે. તો કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 6 લોકોએ જીવ ગુમાવ્યો છે, જે પછી કુલ મૃત્યુઆંક હવે વધીને 5 લાખ 30 હજાર 690 થઈ ગયો છે.

છેલ્લા 10 દિવસમાં 2000થી ઓછા કેસ

આ પહેલા 22 ડિસેમ્બરે દેશમાં કોરોના વાયરસના 185 કેસ નોંધાયા હતા. જે બાદ દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા વધીને 4,46,76,515 થઈ ગઈ છે. તો વળી 21 ડિસેમ્બરે, કોરોનાના ફક્ત 131 કેસ નોંધાયા હતા. આ દિવસે માત્ર ત્રણ લોકોના જ કોરોનાથી મોત થયા હતા. કેસમાં ઘટાડો એટલા માટે પણ છે કારણ કે, કોરોના ટેસ્ટિંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 

જુલાઈથી કોરોનાના કેસમાં ઘટાડો 

ભારતમાં જુલાઈ મહિનાથી કોરોનાના કેસમાં ઘટાડો થવા લાગ્યો હતો. એક સપ્તાહમાં પણ કોરોનાના 1,200થી ઓછા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં 14 થી 23 ડિસેમ્બર સુધી એટલે કે 10 દિવસમાં કોરોનાના 1,566 કેસ નોંધાયા છે. હાલમાં દેશમાં કુલ 3,380 સક્રિય કેસ છે. હાલમાં દેશમાં કોરોના ટેસ્ટિંગમાં ઘટાડો થયો છે. 

કોરોના સામે લડવા ભારત તૈયાર 

સરકારી આંકડાઓ અનુસાર જૂન 2022 સુધીમાં દેશભરમાં 13.08 લાખથી વધુ એલોપેથિક ડોક્ટરો છે. આ સિવાય 5.64 લાખ આયુષ ડોક્ટરો પણ છે. તે મુજબ ભારતમાં દર 834 વ્યક્તિએ એક ડૉક્ટર છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો કોરોના સામે લડવાની તૈયારીમાં લાગેલી છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે આજથી રેન્ડમ કોરોના ટેસ્ટ જરૂરી બની ગયો છે. આ ઉપરાંત અનુનાસિક રસી (નાકની રસી) પણ કો-વિન પોર્ટલમાં આગલા દિવસે (23 ડિસેમ્બર) ઉમેરવામાં આવી હતી. તેનો ઉપયોગ બૂસ્ટર ડોઝની જેમ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ