બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ધર્મ / know about the shanishchari amas on 30th april

શનિશ્ચરી અમાસ / સાડાસાતી ચાલતી હોય તેમના માટે સુવર્ણ અવસર, શનિશ્ચરી અમાસનાં દિવસે બની રહ્યો છે દુર્લભ સંયોગ

Khevna

Last Updated: 12:06 PM, 25 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

૩0 એપ્રિલનાં રોજ શનિવારે શનિશ્ચરી અમાસ અને સાથે સાથે સૂર્ય ગ્રહણ પણ છે. જાણો આ દુર્લભ સંયોગ વિષે વિગતવાર

  • 30 એપ્રિલનાં રોજ છે શનિશ્ચરી અમાસ 
  • આ જ દિવસે છે સૂર્ય ગ્રહણ 
  • બની રહ્યો છે ગ્રહોનો દુર્લભ સંયોગ 

30 એપ્રિલનાં રોજ છે શનિશ્ચરી અમાસ 

૩0 એપ્રિલનાં રોજ શનિવારે વૈશાખ મહિનામાં શનિશ્ચરી અમાસનો સંયોગ બનવા જઈ રહ્યો છે અને આ દિવસે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ પણ લાગવા જઈ રહ્યું છે. જોકે આ ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. હિંદુ વર્ષનાં બીજા મહિના વૈશાખનું ઘણું ધાર્મિક મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ મહિનામાં ત્રેતા યુગનો આરંભ થયો હતો. વૈશાખ અમાસ શનિવારનાં દિવસે પડવાને કારણે શનિશ્ચરી અમાસ કે શનિ અમાસનો સંયોગ બને છે. શનિવારનાં સ્વામી શનિદેવ છે અને અમાસનાં દિવસે તેમનો જન્મ થયો હતો, એટલા માટે આ તિથિનો જ્યારે દુર્લભ સંયોગ બને છે, ત્યારે શનિદેવની પૂજા કરવી અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે આ દિવસે પિતૃને જળ અર્પણ કરવાથી તેઓ સંતુષ્ટ થાય છે. 

ગ્રહ - નક્ષત્રોનો દુર્લભ સંયોગ 
વૈશાખ અમાસ પર ગ્રહ-નક્ષત્રોનો ઘણો દુર્લભ સંયોગ પણ બની રહ્યો છે. આ દિવસે સૂર્ય, ચંદ્ર અને રાહુ મેષ રાશિમાં હશે, જ્યારે શનિ અને મંગળ કુંભ રાશિમાં હશે. ગુરુ અને શુક્ર મીન રાશિમાં હશે. જણાવી દઈએ કે ગુરુ તથા શુક્ર બંને શુભ ગ્રહો છે પરંતુ બંને વચ્ચે શત્રુ ભાવ રહે છે. ગ્રહોની આ દશાથી ગ્રહ યુદ્ધ નામક યોગ પણ બની રહ્યો છે. 

​​​​​​​

આ લોકો માટે અત્યંત શુભ સમય 
વૈશાખ અમાસ પર બની રહેલો આ ખાસ સંયોગ સાડાસાતી તથા ઢેય્યાવાળા લોકો માટે અત્યંત કલ્યાણકારી છે. કેમકે શાસ્ત્રનાં નિયમો અનુસાર, શનિશ્ચરી અમાસ પર શનિની સાડાસાતી, ઢેય્યા, દશાનાં ઉપાયોના લાભ જલ્દી મળી જાય છે. આવો જાણીએ આ દિવસે શું કરવું જોઈએ. 

  • સાડાસાતી કે ઢેય્યાથી પ્રભાવિત લોકો શનિશ્ચરી અમાસ પર પીપળાની પૂજા કરે. પીપળાની પૂજામાં સૌથી પહેલા દૂધ અથવા જળ પીપળાને ચઢાવવું જોઈએ અને પછી પાંચ પીપળાનાં પાં પર પાંચ પ્રકારની મીઠાઈઓ રાખીને પીપળાને આર્પિત કરો. ત્યાર બાદ સાત વાર પરિક્રમા કરો. 
  • શનિશ્ચરી અમાસ પર પિતૃનાં નામ પર જળ અર્પણ કરો અને ભોજ કરાવો. આવું કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે, જેથી તેઓ આશીર્વાદ આપે છે અને પિતૃ દોષ પણ દૂર થાય છે. 
  • શનિશ્ચરી અમાસ પર શનિદેવને પ્રસન્ન કરવા માટે તથા શનિ દોષોને દૂર કરવા માટે કાળા ચપ્પલ અને કાળી છત્રી દાન કરવી જોઈએ. 
  • સાડાસાતીનો અશુભ પ્રભાવ દૂર કરવા માટે શનિ મંદિરમાં શનિની ચાલીસા કે શનિ સ્ત્રોતનું પઠન કરવું જોઈએ. સાથે જ શનિ ચાલીસાનું પણ દાન કરવું જોઈએ. 
  • શનિશ્ચરી અમાસ પર સાડાસાતીથી પ્રભાવિત લોકો લોખંડઆ વાસણોનું પણ દાન કરી શકે છે.
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ