બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 08:22 PM, 12 April 2022
ADVERTISEMENT
પોસ્ટ ઓફિસ યોજનાઓ એવા લોકો માટે છે કે જેઓ પરંપરાગત રોકાણને પસંદ કરે છે અને લાંબા ગાળાના રોકાણમાં રસ ધરાવે છે. આમાં રોકાણ કરવું સલામત રીત છે તમે તમારૂ અને તમારા પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો. પોસ્ટ ઓફિસ યોજનાઓ લાંબા ગાળાનું રોકાણ છે. શેરબજારમાં વધુ નફો છે. પરંતુ જોખમ પણ ઘણું છે. આવી સ્થિતિમાં પોસ્ટ ઓફિસમાં રોકાણ તમારા માટે કોઈપણ જોખમ વિના નફો મેળવી શકો છો.
ADVERTISEMENT
ઝીરો રિસ્ક રોકાણ
જો તમે જોખમ સાથે રોકાણ કરવા માંગો છો. તો તે મુજબ ઘણા પ્રકારના રોકાણ વિકલ્પો ઉપલબ્ધ છે. પરંતુ જો તમે વધુ જોખમ લઈ શકો તો તમે મ્યુચ્યુઅલ ફંડ્સ જેવી ઇક્વિટીમાં રોકાણ કરી શકો છો. પરંતુ જો તમે સુરક્ષિત અને શૂન્ય જોખમી રોકાણ શોધી રહ્યા હોવ તો પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ્સ (કિસાન વિકાસ પત્ર) વધુ સારો વિકલ્પ બની શકે છે.
પોસ્ટ ઓફિસ યોજનાઓ પર સરકારી ગેરંટી મળે છે. તેથી તેમાં કોઈ રિસ્ક ફેક્ટર નથી. તેમજ રોકાણ પર ગેરંટી રિટર્ન પણ મળે છે. અહીં અમે તમને એવી જ એક પોસ્ટ ઓફિસ સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેનું નામ કિસાન વિકાસ પત્ર છે.
જાણો શું છે કિસાન વિકાસ પત્ર (KVP)
કિસાન વિકાસ પત્ર એક એવી યોજના છે જેનો સમયગાળો 124 મહિના એટલે કે 10 વર્ષ અને 4 મહિનાનો છે. જો તમે 1લી એપ્રિલ 2022 થી 30મી જૂન 2022 સુધી આ સ્કીમમાં રોકાણ કરો છો તો તમારા દ્વારા જમા કરવામાં આવેલી રકમ 10 વર્ષ અને 4 મહિનામાં બમણી થઈ જશે. કિસાન વિકાસ પત્ર પર તમને વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ 6.9% મળે છે. એટલે કે તેમાં રહેલા જોખમ પ્રમાણે નફો પણ સારો છે.
અનલિમિટેડ રોકાણ કરી શકો છો તમે
તમે કિસાન વિકાસ પત્ર સર્ટિફિકેટને 1,000 રૂપિયાની ઓછામાં ઓછી રકમથી શરૂ કરી શકો છો તો આ સ્કીમમાં મહત્તમ રોકાણ માટે કોઈ મર્યાદા નથી. એટલે કે તમે જેટલું ઈચ્છો તેટલું સ્કીમમાં રોકાણ કરી શકો છો. આ સ્કીમની શરૂઆત 1988માં થઈ હતી. ત્યારે તેનો હેતુ ખેડૂતોના રોકાણને ડબલ કરી શકશે. પરંતુ હવે તેને દરેક વ્યક્તિ ખોલી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.