બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Kheda news stone pelting on shivaji sobhayatra at thasra

કાર્યવાહી / 6 પથ્થરબાજોની ધરપકડ, 10 શકમંદોની અટકાયત, ઠાસરામાં શિવજીની સવારી પર હુમલા બાદ પોલીસ એક્શનમાં

Malay

Last Updated: 09:37 AM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઠાસરામાં પથ્થરમારોઃ ખેડાના ઠાસરામાં શિવજીની સવારી પર પથ્થરમારા મામલે કાર્યવાહી, પોલીસે કોમ્બિંગ હાથ ધરી 6 પથ્થરબાજો અને 10 જેટલા શંકમંદોને ઝડપી પાડ્યા.

  • ખેડાના ઠાસરામાં પથ્થરમારાનો મામલો
  • 6 પથ્થરબાજોની પોલીસે કરી ધરપકડ
  • સમગ્ર ઠાસરા શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Kheda News: ખેડાના ઠાસરામાં શિવજીની સવારી પર પથ્થરમારા બાદ અત્યારે સ્થિતિ કાબૂમાં છે. શિવજીની સવારી પર પથ્થરમારાની ઘટના બાદ જિલ્લા પોલીસવડા રાજેશ ગઢિયા એક્શનમાં આવી ગયા હતા અને પોલીસકર્મીઓને કડક આદેશ આપી દીધા હતા. જે બાદ પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન કોમ્બિંગ શરૂ કર્યુ હતું. પોલીસે મોડી રાતે 6 પથ્થરબાજોને ઝડપી પાડ્યા હતા. સાથે જ પોલીસની ટીમે 10 જેટલા શંકમંદોને પણ રાઉન્ડઅપ કર્યા હતા. પોલીસે હાલ ચાંપતો બંદોબસ્ત બનાવ સ્થળે ગોઠવી દીધો છે. જેના કારણે કર્ફ્યૂ જેવો સન્નાટો છવાયો છે.

 

શું બન્યો હતો બનાવ?
ગઈકાલે એટલે શ્રાવણ મહિનાની અમાસના રોજ ઠાસરામાં નાગેશ્વર મહાદેવજીની વાજતેગાજતે શોભાયાત્રા નીકળી હતી. ડીજેના તાલ સાથે નીકળેલી શોભાયાત્રા બપોરના સમયે જૂના બસ સ્ટેન્ડ પાસે પહોંચી હતી. ત્યારે એકાએક શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. શિવજીની શોભાયાત્રા પર પથ્થરમારો થતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ પથ્થરમારાના બનાવમાં બે પોલીસ કેન્સ્ટેબલ અને એક પીએસઆઈને ઈજાઓ પહોંચી હતી. તો બે વાહનોને પણ નુકસાન થયું હતું.

In Thasra of Kheda district, two groups of people faced each other with stone pelting

પોલીસનો કાફલો દોડી આવ્યો હતો ઘટનાસ્થળે 
આ અંગેની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સહિત જિલ્લાની એલસીબી, એસઓજી પોલીસનો કાફલો ઠાસરા આવી પહોંચ્યો હતો. તો જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા અને ડીવાયએસપી વી.આર. બાજપાઈ સહિત અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. 

અસામાજિક તત્વો દ્વારા કરાયો પથ્થરમારોઃ રાજેશ ગઢિયા
આ અંગે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, શોભાયાત્રામાં અંદાજીત 700થી 800 લોકો હતા. જેમાં લોકલ પોલીસ સાથે ડિવિઝન પોલીસનો બંદોબસ્ત પણ હતો. આ શોભાયાત્રા ઠાસરા નગરના તીનબત્તી વિસ્તાર પાસે આવતા ત્યાં અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આથી ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી. હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.

પોલીસે શરૂ કર્યું હતું કોમ્બિંગ
જે બાદ પોલીસે ઠાસરા શહેરના વિવિધ વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કરી પથ્થરમારો કરનારાઓની શોધખોળ આદરી હતી. પોલીસે મોડીરાતે 6 પથ્થરબાજની ધરપકડ હતી. જ્યારે 10 જેટલા શકમંદોની અટકાયત હતી. 

અગાઉ ક્યારે ક્યારે બબાલ થઈ હતી
ઓગસ્ટ 2021

ઠાસરામાં ઝુલુસ કાઢવા બાબતે બબાલ
લોકોએ પોલીસ ઉપર કર્યો હતો પથ્થરમારો
પોલીસ વાહનોને પહોંચાડ્યું હતું નુકસાન
આગચંપીના બનાવ બન્યા હતા

ઓક્ટોબર 2022
માતરના ઉઢેલામાં ગરબા રમવા બાબતે બબાલ
ગરબા રમતા ટોળા ઉપર પથ્થરમારો
6 થી 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા
બે પોલીસ જવાનોને પણ થઈ હતી ઈજા

એપ્રિલ 2022
રામનવમીના દિવસે શાંતિ ડહોળવાનો પ્રયાસ
ઠાસરાના સાંઢેલીમાં થઈ હતી બબાલ
બે અલગ ઘટનાને જોડીને ઉશ્કેરણીજનક વીડિયો બનાવ્યો હતો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ