26 વર્ષીય અભિનેત્રી ઘરમાંથી મળી આવી મૃત અવસ્થામાં. મિત્રએ પોલીસને જાણ કરતા પોલીસ પહોંચી ઘટના સ્થળે
વધુ એક અભિનેત્રીએ કર્યો આપઘાત
મલયાલી ટ્રાંસવુમન મોડલનો આપઘાત
ભાડાના મકાનમાં મળી આવી મૃત
છેલ્લા ઘણા દિવસોથી અભિનેત્રીઓના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે હવે એક સાઉથ ઇન્ડિયન અભિનેત્રીનું મોત થયુ હોવાનું સામે આવ્યું છે. કેરળના અર્ણાકુ્લમ જિલ્લાના કોચ્ચી વિસ્તારમાં રહેનારી ટ્રાંસવુમન મોડલ ભાડાના મકાનમાં મૃત હાલતમાં મળી આવી.
મલયાલી અભિનેત્રીએ કરી આત્મહત્યા
આ અભિનેત્રીનું નામ છે શેરિન સેલિન મેથ્યું. મળતી માહિતી મુજબ આ અભિનેત્રી પોતાના મિત્ર સાથે વીડિયો કોલ પર વાત કરી રહી.. જે વ્યક્તિ સાથે 26 વર્ષીય અભિનેત્રી વીડિયો ચેટ કરી રહી હતી તેણે પોલીસ અધિકારીઓને શેરીનના પગલા વિશે જાણ કરી. પરંતુ પોલીસ અધિકારીઓ દ્વારા અભિનેત્રીને બચાવી શકાઈ ન હતી, કારણ કે તે ઘરે પહોંચી ત્યાં સુધીમાં શેરીને પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી.
શેરીન સેલિન મેથ્યુના મૃત્યુ બાદ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે અભિનેત્રીના નજીકના લોકોએ માહિતી આપી છે કે તે ડિપ્રેશનનો શિકાર બની
હતી. છેલ્લા કેટલાક દિવસોથી તે ખૂબ જ ઉદાસ લાગી રહી હતી. પોલીસ આ ઘટનાના સંબંધમાં શેરીનના નજીકના મિત્રોના નિવેદનો નોંધી રહી છે. તપાસ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી મૃતદેહને કલામસેરી મેડિકલ કોલેજમાં ટ્રાન્સફર કરવામાં આવશે. મહત્વનું છે કે શેરીને કેટલીક મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું હતું અને તે મોડલિંગની દુનિયામાં ખૂબ જ સક્રિય હતી. કોચીમાં છેલ્લા એક વર્ષમાં ટ્રાન્સજેન્ડર દ્વારા આત્મહત્યાનો આ પાંચમો કિસ્સો છે.
કન્નડ અભિનેત્રીનું મોત
સોમવારે કન્નડ અભિનેત્રી ચેતના રાજને ફેટ ફ્રી સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ સર્જરી પછી અભિનેત્રીને કંઈ સારું લાગતું ન હતું. સાંજ સુધીમાં તેની તબિયત બગડવા લાગી અને તેના ફેફસામાં પાણી ભરાવા લાગ્યું. કન્નડ ટીવી અભિનેત્રી લાંબા સમય સુધી પીડા સહન ન કરી શકી અને 21 વર્ષની વયે તેણે આ દુનિયાને અલવિદા કહી દીધું.