કોરોના સંક્રમિત અભિનેત્રી કરીના ખાનનાં બંગલાએ તંત્રએ સીલ કર્યું છે, આ સિવાય કરીના પાર્ટી કરી હોય તેવા અમુક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
BMC એ અભિનેત્રી કરીના કપૂર ખાનનું ઘર BMCએ કર્યું સીલ
કોવિડ નિયમોના ઉલ્લંઘનનો આરોપ
ગઇકાલે જ કોરોના પોઝિટિવ થઈ છે કરીના
કરીનાએ તોડયા કોરોના નિયમો?
બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન અને તેની ખાસ સખી અમૃતા આરોડા સોમવારે કોરોના વાયરસથી સંક્રમિત ઠહાઈ ગઈ છે. કરીનાએ પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફર્મ પર પોસ્ટ શેર કરીને માહિતી શેર કરી હતી અને જેમાં તેના સંપર્કમા આવેલા લોકોને ટેસ્ટ કરાવવા માટે પણ કરીનાએ અપીલ કરી હતી. કરીનાએ કહ્યું કે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, એટલે હું પોતાને આઇસોલેટ કરી રહી છું. મારા સંપર્કમાં આવેલા લોકો પોતાના કોવિડ ટેસ્ટ કરાવી લે. કરીનાએ વધુમાં જણાવ્યું હતું કે મારા પરિવાર અને કર્મચારીઓએ કોરોના વેક્સિનનાં બંને ડોઝ લઈ લીધા છે અને તેમનામાં કોઈ જ પ્રકારનાં લક્ષણ અત્યારે દેખાઈ રહ્યા નથી. આશા છે કે જલ્દી જ સાજી થઈ જશે.
BMC એ બંગલો કરી નાંખ્યો સીલ
જોકે મંગળવારે સમાચાર સામે આવી રહ્યા છે કે કોરોના વાયરસનાં નિયમોનું પાલન ન કરવા બદલ BMC એ કરીનાનો બંગલો સીલ કરી દીધો છે. BMC એ કહ્યું કે કરીના કપૂર ખાનનાં ઘરને સીલ કરવામાં આવ્યું છે, અમારા અધિકારીઓએ અહિયાં પૂછપરછ કરી છે કે કરીનાનાં સંપર્કમાં કેટલા લોકો આઆવ્યા છે પરંતુ કરીનાએ કોઈ જ ઉચિત જાણકારી આપી નથી.
કરીનાની કોરોના પાર્ટી
BMC એ આ પહેલા જ કહ્યું હતું કે કરીના અને અમૃતાએ કોરોના વાયરસનાં નિયમો તોડયા હતા અને કેટલીક પાર્ટીઓમાં સામેલ થઈ હતી. BMC એ તેમના સંપર્કમાં આવેલ લોકોને ટેસ્ટ કરાવવા માટે આદેશ આપ્યા હતા. નોંધનીય છે કે કરીના કપૂર અને અમૃતા આરોડાની ઘણી બધી તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જેમા બંને પાર્ટીમાં મોજ મસ્તી કરતી દેખાઈ રહી છે. હવે તે જેટલી પાર્ટીઓમાં ગઈ હોય અને તેના સંપર્કમાં જેટલા લોકો આવ્યા હોય તે તમામને શોધવા માટે BMC પ્રયાસ કરી રહી છે.