બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / મનોરંજન / બોલિવૂડ / Kangana Said- Pathan hit in a country of 80% Hindus in which Pakistan was shown well, only the name of Ram will resonate here

મનોરંજન / કંગના ફરી ભડકી: કહ્યું- 80% હિન્દુઓના દેશમાં પઠાણ હિટ જેમાં પાકિસ્તાનને સારું બતાવાયું, અહીં રામ નામ જ ગૂંજશે

Megha

Last Updated: 01:19 PM, 27 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંગના રનૌત લખ્યું કે ' જે બધા લોકો માટે જેમને ફિલ્મ પાસેથી ઘણી આશાઓ છે એમને કહી દઉં કે પઠાણ માત્ર એક ફિલ્મ બની શકે છે… ગુંજેગા તો યહાં સિર્ફ જય શ્રી રામ'

  • પઠાણની બોક્સ ઓફિસ પરની સફળતા પર કંગના રનૌતનું ટ્વિટ સામે આવ્યું
  • પઠાણણે લઈને કંગનાએ કહ્યું- અંહિયા માત્ર શ્રીરામ જ ગુંજશે
  • ફિલ્મની સ્ટોરીલાઇન મુજબ ફિલ્મનું સાચું નામ ભારતીય પઠાણ રાખી શકાયું હોત

શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ હાલ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે અને બીજા દિવસે પણ ફિલ્મે બમ્પર કલેકશેન કર્યું છે.  આ એક્શન ડ્રામા ફિલ્મ ઓડિયન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. અહીં સુધી કે એક્ટ્રેસ કંગના રનૌતે પણ પોતાની અપકમિંગ ફિલ્મ 'ઇમરજન્સી'ની રેપ-અપ પાર્ટીમાં શાહરૂખ ખાનનું નામ લીધા વગર ફિલ્મના વખાણ કર્યા છે. સાથે જ તેણે કહ્યું છે કે તે ઈચ્છે છે કે આ ફિલ્મ નિશ્ચિત રીતે કામ કરે અને ઓડિયન્સ તેને ખૂબ જ પસંદ કરે.  પણ હવે પઠાણની બોક્સ ઓફિસ પરની સફળતા પર કંગના રનૌતનું ટ્વિટ સામે આવ્યું છે. એ ટ્વિટમાં કંગનાએ સ્પષ્ટ લખ્યું હતું કે 'અંતે અહીં માત્ર જય શ્રી રામ ગુંજે છે.'

કંગના રનૌતે શું લખ્યું?
કંગના રનૌતે ટ્વીટ કરીને લખ્યું હતું કે  જેઓ પઠાણને નફરત પર જીતનો દાવો કહી રહી છે તેમની સાથે હું સંમત છું પણ કોના પ્રેમ પર નફરત? ટિકિટ કોણ ખરીદી રહ્યું છે અને કોણ તેને સફળ બનાવી રહ્યું છે? હા આ ભારતનો પ્રેમ છે જ્યાં 80 ટકા હિંદુઓ વસે છે અને છતાં પઠાણ નામની ફિલ્મ જેમાં આપણા દુશ્મન દેશ પાકિસ્તાન અને ISIને સારું દર્શાવવામાં આવ્યું છે અને એ ફિલ્મ સફળતાપૂર્વક ચાલી રહી છે. આ ફિલ્મમાં ભારતની સ્ક્રિપ્ટ છે અને વગર કોઈ દ્વેષ કે જજમેંટ વિના દેશને મહાન બનાવે છે. આ ભારતનો પ્રેમ છે જેને દુશ્મનોની નફરત અને રાજનીતિ પર જીત મેળવી છે.

કંગનાએ કહ્યું- માત્ર શ્રીરામ જ ગુંજશે
કંગના રનૌત આગળ લખ્યું હતું કે 'પણ એ બધા લોકો માટે જેમને ઘણી આશાઓ છે… પઠાણ માત્ર એક ફિલ્મ બની શકે છે… ગુંજેગા તો યહાં સિર્ફ જય શ્રી રામ… જય શ્રી રામ.' અભિનેત્રીએ તેના ટ્વીટમાં પઠાણ માટે યોગ્ય નામ પણ સૂચવ્યું હતું.  કંગનાએ લખ્યું- મને ખાતરી છે કે ભારતના મુસ્લિમો દેશભક્ત છે અને અફઘાની પઠાણોથી અલગ છે. ભારત ક્યારેય અફઘાનિસ્તાન ન બની શકે. આપણે બધા જાણીએ છીએ કે અફઘાનિસ્તાનમાં શું થઈ રહ્યું છે અને એ નર્કથી પણ વધુ ખરાબ છે. એટલા માટે ફિલ્મની સ્ટોરીલાઇન મુજબ ફિલ્મ પઠાણનું સાચું નામ ભારતીય પઠાણ રાખી શકાયું હોત.' 

બોક્સ ઓફિસ પર ગુંજ્યું પઠાણ 
પઠાણ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો તેની નોનસ્ટોપ કમાણી ચાલુ છે અને આ ફિલ્મ હાઈએસ્ટ ઈન્ડિયન ઓપનર ફિલ્મ બની ગઈ છે. જણાવી દઈએ કે પઠાણે KGF 2 નો રેકોર્ડ તોડ્યો છે અને પઠાણે પહેલા દિવસ કરતાં બીજા દિવસે વધુ કમાણી કરી હતી. મળતી જાણકારી અનુસાર ફિલ્મના હિન્દી વર્ઝને પહેલા દિવસે 55 કરોડ અને બીજા દિવસે 70 કરોડની કમાણી કરી હતી. એટલે કે માત્ર 2 દિવસમાં ફિલ્મે 120 કરોડનો આંકડો પાર કર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ