ગીતકાર જાવેદ અખ્તરે બોલીવૂડ એક્ટ્રેસ કંગના રણૌત વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો. જેના કારણે કંગના આજે કોર્ટ પહોંચી હતી.
કંગનાને કોર્ટ પર ભરોસો નથી
જાવેદ અખ્તર પર વસૂલીનો આરોપ?
કંગના કોર્ટમાં નહોતી રહી હાજર
કંગનાને કોર્ટ પર ભરોસો નહી
આજે અંધેરી કોર્ટમાં કંગના પહોંચી ગઇ હતી પરંતુ કંગનાના વકીલે કહ્યું કે એક્ટ્રેસને અંધેરી કોર્ટ પર ભરોસો નથી. વકીલ રિઝવાન સિદ્દીકીએ કહ્યું કે અમે કેસને ટ્રાંસફર કરવાની અપીલ કરીશું.
જાવેદ અખ્તર વિરુદ્ધ ફરિયાદ
કંગના રણૌતે જાવેદ અખ્તર વિરુદ્ધ એક્સટોર્શનની ધારા 384 હેઠળ ફરિયાદ નોંધાવી છે. આ મુદ્દે 1 ઓક્ટોબરે સુનવણી થશે. આ મામલે કંગનાના વકીલે કહ્યું કે કંગનાની આ ફરિયાદ ઘણી જૂની છે. કંગના અને રંગોલીને વગર કારણે જાવેદ અખ્તરના ઘરે બોલાવવામાં આવ્યા હતા અને ધમકાવવામાં આવ્યા હતા પરંતુ કંગનાએ કોઇ ફરિયાદ કરી નથી.
આ પહેલા થયેલી સુનવણીમાં કંગના હાજર નહોતી રહી પરંતુ તેના વકીલે તેના હાજર ન રહેવાનું કારણ પણ આપ્યું હતું. માનહાનિ કેસમાં તે વખતે સુનવણીમાંથી છૂટ આપી હતી. કંગનાના વકીલે કહ્યું કે થલાઇવી ફિલ્મના પ્રમોશન વખતે એક્ટ્રેસ ઘણા લોકોને મળી હતી. જે બાદ તેને કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા. કોર્ટમાં કંગનાનો મેડિકલ રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો.
જાવેદ અખ્તર પર કરી હતી ટિપ્પણી
મહત્વનું છે કે સુશાંત સિંહ રાજપૂત કેસ બાદ કંગનાએ ટીવી પર ઈન્ટરવ્યૂ આપ્યા હતા જેમાં તેમણે જાવેદ અખતરને લઈને ખોટી ટિપ્પણી કરી હતી. તેમણે જાવેદ અખ્તર પર ઘણા આરોપ લગાવ્યા હતા. ત્યાર બાદ જાવેદ અખ્તરે કંગના વિરૂદ્ધ નવેમ્બર 2020માં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ત્યાં જ મજીસ્ટ્રેટે 1 માર્ચે કંગાન વિરૂદ્ધ જામીન વોરન્ટ જાહેર કર્યો હતો. ત્યાં 25 માર્ચે કંગનાને જામીન મળી ગયા હતા.
Bombay High Court dismisses actor Kangana Ranaut's plea seeking to quash the defamation proceeding initiated against her by lyricist Javed Akhtar for damaging his reputation by dragging his name in actor Sushant Singh Rajput's death case
કોર્ટે કંગનાની અરજી ફગાવી
ત્યાં જ કંગનાએ આપરાધિક માનહાનિની ફરીયાદ રદ્દ કરવાની કોર્ટ પાસે માંગ કરતા અરજી દાખલ કરી હતી જેના પર જાવેદ અખ્તરે કોર્ટ પાસે આ અરજીને ખારિજ કરવાનો અનુરોધ કર્યો હતો. અખતરે દાવો કર્યો હતો કે કંગનાના નિવેદનથી તેની પ્રતિષ્ઠાવે ઠેસ પહોંચી છે. અખ્તરના વકીલે એનકે ભારદ્વાજને કહ્યું હતું કે મેજીસ્ટ્રેટ કોર્ટે નિયમોનું પાલન કરતા કંગના વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. ત્યાં જ હવે કોર્ટે કંગનાની અરજી ફગાવી દીધી છે.