બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / kamal r khan hospitalised after he complain chest pain following arrested and judicial custody

તબિયત લથડી / ધરપકડ થતાં જ બોલિવૂડના 'વિવાદિત ખાન'ને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો, હોસ્પિટલમાં દાખલ

Premal

Last Updated: 12:59 PM, 31 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ અભિનેતા અને ક્રિટીક કમાલ આર ખાનને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેને કોર્ટ દ્વારા 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા બાદ હાર્ટમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેને મુંબઈ પોલીસે હોસ્પિટલમાં દાખલ કરાવ્યો.

  • કમાલ આર ખાનને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો
  • જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા બાદ હાર્ટમાં દુ:ખાવાની કરી હતી ફરિયાદ
  • કમાલ આર ખાનની મંગળવારે મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી 

કેઆરકેએ હાર્ટમાં દુ:ખાવાની કરી હતી ફરિયાદ

કમાલ આર ખાનની મંગળવારે મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને બોરીવલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. કોર્ટમાં સુનાવણી બાદ તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ કેઆરકેએ મંગળવારે સાંજે હાર્ટમાં દુ:ખાવાની ફરિયાદ કરી અને ત્યારબાદ તેને મુંબઈની એક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. કેઆરકેની 2020માં દિવંગત અભિનેતા ઋષિ કપૂર અને ઈરફાન ખાન પર અપમાનજનક ટ્વિટને લઇને ધરપકડ કરવામાં આવી. 

ઋષિ કપૂર અને ઈરફાન ખાન પર અપમાનજનક ટ્વિટ પોસ્ટ કર્યા હતા

કેઆરકેને મંગળવારે સવારે મુંબઈ એરપોર્ટ પરથી પકડવામાં આવ્યો. તેની સામે 2020માં એક એફઆઈઆર નોંધવામાં આવી હતી અને ત્યારબાદ તેની સામે લુકઆઉટ નોટીસ જાહેર કરવામાં આવી હતી. કેઆરકેએ દિવંગત અભિનેતા ઋષિ કપૂર અને ઈરફાન ખાન પર અપમાનજનક ટ્વિટ પોસ્ટ કરવામાં આવ્યાં હતા. બંનેના 2020માં મૃત્યુ થયા હતા. જો કે, કેઆરકેએ બાદમાં આ ટ્વિટસને હટાવી દીધા હતા.

કેઆરકેની ધરપકડ આઈટી એક્ટ હેઠળ થઇ છે 

ન્યુઝ એજન્સી એએનઆઈ મુજબ હાર્ટમાં દુ:ખાવાની ફરિયાદ બાદ મંગળવારે સાંજે મુંબઈના કાંદિવલી વિસ્તારની શતાબ્દી હોસ્પિટલમાં કેઆરકેને લઇ જવામાં આવ્યો. આની પહેલા ડીસીપી વિશાલ ઠાકુરે નિવેદનમાં જણાવ્યું કે કેઆરકેની ધરપકડ આઈટી એક્ટ હેઠળ થઇ છે અને ઘણા વર્ષોથી પોલીસ તેની તલાશ કરી રહી હતી. તે વિદેશમાં હતો અને જેવો તે મુંબઈ પહોંચ્યો કે તરત જ તેની ધરપકડ કરવામાં આવી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ