બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / jignesh mevani arrest assam cm himanta biswa sarma says who is he

એક્શન પર રિએક્શન / જિગ્નેશ મેવાણીની ધરપકડ પર આસામના CMનું ચોંકાવનારુ નિવેદન, મુખ્યમંત્રીએ કહ્યું 'મને નથી ખબર'

Pravin

Last Updated: 04:21 PM, 22 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને હાલમાં જ આસામ પોલીસે ધરપકડ કરી હતી. તેને લઈને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ચોંકાવનારુ નિવેદન આપ્યું છે.

  • ગુજરાતના દલિત નેતાની આસામ પોલીસે અડધી રાતે ધરપકડ કરી
  • જિગ્નેશ મેવાણીની ધરપકડ પર રાજકારણ ગરમાયું
  • આસામના મુખ્યમંત્રીએ આપ્યું આ નિવેદન

ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને હાલમાં જ આસામ પોલીસે ધરપકડ કરી હતી. તેને લઈને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, તે જિગ્નેશ મેવાણીને જાણતા નથી. મેવાણીએ પ્રધાનમંત્રી મોદી વિશે કથિત રીતે વાંધાજનક ટ્વિટ કરવાના આરોપમાં આસામ પોલીસે ધરપકડ કરી હતી. હવે તેમને ગુવાહાટી લઈ જવામાં આવ્યા છે. 

આસામના સીએમે આપ્યું ચોંકાવનારુ નિવેદન

મુખ્યમંત્રીએ પત્રકારોને કહ્યું કે, મને નથી ખબર, તે કોણ છે ? તેમણે કહ્યું કે, મને આ કેસની અંદરની વાત ખબર નથી. સરમાને આગળ પૂછવામાં આવ્યું તો તેમણે જવાબ આપ્યો કે, જ્યારે હું જાણતો જ નથી, તો બદલાની રાજનીતિ કેવી કરી શકું ? આસામના મુખ્યમંત્રીએ વિપક્ષી કોંગ્રેસ પર પણ કટાક્ષ કર્યો હતો, જેમાં આરોપ વિરુદ્ધ મેવાણીનો બચાવ કરવામાં મદદ કરવા માટે કાયદાકીય મદદનો સહારો લીધો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પર્યાપ્ત પુરાવા હશે, જ્યાં ટ્વિટને ગંભીરતાથી લેવામાં આવ્યું છે. કોંગ્રેસે જિગ્નેશ મેવાણીની ધરપકડને ષડયંત્ર ગણાવ્યું છે. 

ભાજપ અને આરએસએસ વિરોધી રહ્યા છે મેવાણી

આસામ કોંગ્રેસના પ્રમુખ ભૂપેન બોરાએ દાવો કર્યો છે કે, આ FIRમાં કોઈ ડિટેલ આપવામાં આવી નથી. જેના આધાર પર મેવાણીની ધરપકડ થઈ હતી. તેમણે કહ્યું કે, મેવાણી હંમેશઆ BJP અને RSS વિરુદ્ધમાં બોલે છે. 

મેવાણીના સહયોગી સુરેશ જાટે કહ્યું છે કે, ગુજરાતના મુખ્ય દલિત નેતા મેવાણીને IPCની કલમ 153A અંતર્ગત  FIR કર્યા બાદ તુરંત ધરપકડ કરવામાં આવી હતી, જે સમુદાયની વચ્ચે દુશ્મની વધારવા સાથેના ગુનામાં જોડવામાં આવ્યું હતું. આ FIR આસામના કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

અગાઉ કરેલા ટ્વિટ પર લીધી એક્શન

જાટે આગળ કહ્યું કે, આસામ પોલીસના અધિકારીઓ દ્વારા શેર કરવામા આવેલા એક દસ્તાવેજ અનુસાર, મેવાણીના થોડા દિવસ પહેલાના ટ્વિટના આધાર પર તેમના વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. જો કે, આ ટ્વિટને ટ્વિટરે હટાવી દીધું છે. તેમણે જણાવ્યું હતું કે, આ ટ્વિટ નાથૂરામ ગોડસે વિશે હતું. જાટના જણાવ્યા અનુસાર મેવાણીને પહેલા રોડ માર્ગે પાલનપુરથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા, અને બાજમાં ગુરુવાર સવારે હવાઈ માર્ગથી આસામ લઈ જવામા આવ્યા હતા. મેવાણી બનાસકાંઠાની વડગામ સીટ પર અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેઓ હાલમાં જ કોંગ્રેસમાં જોડાયા છે. 

પાલનપુરથી રાતના સાડા અગિયાર વાગ્યે લઈ ગયા

મેવાણીના કાર્યાલય તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે, આસામ પોલીસે તેમને પાલનપુર સર્કિટ હાઉસમાંથી બુધવારે રાતના સાડા 11 વાગ્યે ધરપકડ કરી હતી. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર અને બીજા કોંગ્રેસી નેતાને તેમની ધરપકડના સમાચાર મળ્યા બાદ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીની સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ