બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / jayesh radadiya jayrajsinh jadeja explain on rajkot jamkandorna lokdayro dispute

વિવાદ / રાજકોટના ડાયરામાં કથિત થપ્પડકાંડ પર જયરાજસિંહ અને જયેશ રાદડિયાએ કરી સ્પષ્ટતા, જાણો શું કર્યો ખુલાસો

Dhruv

Last Updated: 01:12 PM, 31 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના જામકંડોરણાના લોકડાયરામાં મારામારીની ચર્ચા મામલે જયેશ રાદડિયા અને જયરાજસિંહ જાડેજા દ્વારા મોટો ખુલાસો કરાયો.

  • જામકંડોરણાના લોકડાયરામાં મારામારીની ચર્ચા મામલે ખુલાસો
  • કંઇ બન્યુ નથી તો સોશિયલ મીડિયાના માધ્યમથી આવાં મેસેજ ન ફેલાવે: રાદડિયા
  • અમારા બે પરિવારની વચ્ચે ક્યારેય અજુકતુ કંઇ બનેલું નથી: જાડેજા

રાજકોટના જામકંડોરાણામાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જયેશ રાદડિયાના કાકાને જયરાજસિંહના પુત્રએ માર માર્યાની ચર્ચા ઉઠી હતી. આ ચર્ચા સોશિયલ મીડિયામાં પણ વહેતી થઇ હતી. જ્યાર બાદ બંને અગ્રણીઓએ વીડિયો દ્વારા મેસેજ આપ્યો હતો. જેમાં જયેશ રાદડિયાએ અફવાનું ખંડન કર્યું હતું. તેઓએ કહ્યું હતું કે, 'અમારા બંને પરિવાર વચ્ચે 2 પેઢીથી સંબંધ છે. ભાગવત સપ્તાહમાં આવી કોઈ ઘટના બની નથી.' આ સાથે તેઓએ લોકોને આવી અફવા ન ફેલાવવા પણ વિનંતી કરી હતી.

સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે, રાજકોટના જામકંડોરણામાં યોજાયેલ ડાયરામાં કથિત થપ્પડ કાંડની સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પોસ્ટ મામલે આજે ધારાસભ્ય જયેશ રાદડિયા અને જયરાજસિંહ જાડેજાએ ખુલાસો કર્યો છે. તમને જણાવી દઇએ કે, હાલમાં જામકંડોરણા ખાતે ગૌશાળાના લાભાર્થે સપ્તાહ ચાલી રહી છે. જેમાં જયેશ રાદડિયાના કાકાને જયરાજસિંહના પુત્રએ માર માર્યો હોવાની પોસ્ટ વાયરલ થતા બંને આગેવાનોએ આવી કોઈ ઘટના બની ન હોવાના ખુલાસા કર્યા હતાં.

કોઈ વિઘ્ન સંતોષી લોકોએ સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ રજૂ કરી હોવાનો બંને પરિવારોએ ખુલાસો કર્યો છે. જયરાજસિંહ જાડેજા અને જયેશ રાદડીયા પરિવાર વચ્ચે બે-બે પેઢીથી સંબંધો હોવાના બંને રાજકીય આગેવાનોએ ખુલાસા કર્યા છે. આ સાથે જયેશ રાદડીયા અને જયરાજસિંહ જાડેજાએ લોકોને ખોટા ગેરમાર્ગે ન દોરાવાની અપીલ પણ કરી છે.

જુઓ શું કહ્યું બંને આગેવાનોએ?

બે પરિવાર વચ્ચેના સંબંધને તિરાડ પાડવાના પ્રયત્નો: જયેશ રાદડિયા

જયેશ રાદડિયાએ કહ્યું કે, 'છેલ્લાં બે દિવસથી જામકંડોરણા ગૌશાળામાં જે સપ્તાહ ચાલી રહી છે તેમાં ડાયરાની અંદર જે ઘટના બની તેવી લોકો અફવા ચલાવી રહ્યાં છે. ખોટી ગેરસમજણ ઊભી કરી રહ્યાં છે. ત્યારે આ મીડિયાના માધ્યમથી હું ખુલાસો કરું છું કે, આવી એક પણ ઘટના ગૌવંશ પાંજરાપોળના સાત દિવસના કાર્યક્રમમાં ક્યારેય બની નથી. જ્યાં સુધી ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહની વાત છે તો મારે બે પેઢીનો આ પરિવાર સાથે સંબંધ છે. મારા પિતાશ્રી વિઠ્ઠલભાઇ વખતથી આ પરિવાર સાથેનો સંબંધ અમારો રહ્યો છે.

વધુમાં જણાવ્યું કે, અમારા સુખદુ:ખના કાયમી માટેના કાર્યક્રમમાં એમની અને એમના પરિવારની હરહંમેશા હાજરી હોય છે. સામે અમારી પણ ત્યાં પરિવારના પ્રસંગની અંદર અમારી પણ હાજરી હોય છે. એટલે બે દિવસથી અમુક એવાં હિતશત્રુઓ દ્વારા જે અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી અપ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે મારી એટલી વિનંતી છે કે, આમાં કોઇ ધ્યાન ન આપે અને બે પરિવાર વચ્ચેના સંબંધને તિરાડ પાડવાના જે લોકો પ્રયત્નો કરી રહ્યાં છે એમને પણ વિનંતી છે કે ક્યાંય ઘટના બની નથી, કંઇ બન્યુ નથી તો સોશિયલ મીડિયાના માધ્યમથી આવાં મેસેજ ન ફેલાવે. તેવી ફરીથી મારી નમ્ર વિનંતી છે.'

કોઇ બીજાનો ઝઘડો અમારા ખાતામાં કેવી રીતે આવી જાય તેવાં પ્રયત્નો: જાડેજા

આ અંગે જયરાજસિંહ જાડેજાએ પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'બે દિવસ પહેલાંના જામકંડોરણાના લોકડાયરાની જે ચર્ચાો સોશિયલ મીડીયામાં થઇ રહી છે, મને લાગે છે કે આવી કોઇ જ ઘટના ઘટી નથી. ભાઇ શ્રી વિઠ્ઠલભાઇ રાદડીયાનો પરિવાર અને મારા પરિવારને આજે બે પેઢીના સંબંધ છે. અમારા સંબંધના નાતે હું કહીશ કે જયેશને હું મારો ભત્રીજો માનું છું. અમારા બે પરિવારની વચ્ચે ક્યારેય અજુકતુ કંઇ બનેલું નથી.

વધુમાં જણાવ્યું કે, 'કંઇ બનવાનું પણ નથી પરંતુ કોઇ એવાં વિઘ્નસંતોષીએ જે કાંઇ આ બાબતો ઉમેરીને જે સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે, તેને જોતા મને લાગે છે કે, કોઇ બીજાનો ઝઘડો અમારા ખાતામાં કેવી રીતે આવી જાય તેવાં પ્રયત્નો થયા છે. તો બધાં મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે  અમારા બે પરિવાર વચ્ચે ક્યારેય આવું બનેલું નથી. ક્યારેય બનશે પણ નહીં. પણ અમે પારિવારિક રીતે જે રીતે જોડાયેલા છીએ તે રીતે અમારા સંબંધો પેઢી દર પેઢીના છે અને ક્યારેય પણ આ સંબંધોમાં ઊણપ આવવાની નથી. આવી કોઇ હરકત પણ બની નથી. આવી કોઇ ઘટના ઘટી નથી. અને કોઇ પણ આવી કોમેન્ટ કરે નહીં તેવી મારી વિનંતી છે. અમે આ પરિવાર સાથે કાયમી જોડાયેલા છીએ માટે આવી કોઇ કોમેન્ટ કરે નહીં.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ