બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / રાજકોટ / Jayaraj Singh Jadeja's son's big statement on reconciliation with Ribda group

વિવાદ / VIDEO: રીબડા સાથે સમાધાનની વાતોથી ગણેશ ગોંડલ નારાજ, કહ્યું આવા એલાન કરતાં પહેલા...

Malay

Last Updated: 10:24 AM, 25 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રીબડા જૂથ સાથે સમાધાન મુદ્દે જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્ય સિંહે બળાપો કાઢ્યો. તેમણે કહ્યું કે, ચૂંટણીમાં 'યુદ્ધ એ જ કલ્યાણ'ના બેનરો લગાવાયા હતા ત્યારે સમાજ ક્યા હતો?

  • રીબડા જૂથ સાથે સમાધાનની વાત પર જયરાજસિંહ જાડેજાના પુત્રનું મોટું નિવેદન
  • સમાધાન મુદ્દે જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહે કાઢ્યો બળાપો
  • 'ચૂંટણીમાં 'યુદ્ધ એ જ કલ્યાણ'ના બેનરો લગાવાયા હતા ત્યારે સમાજ ક્યા હતો?'
  • હવે સમાજને જાગવામાં મોડુ થઇ ગયું છે: જ્યોતિરાદિત્યસિંહ 

 
ગોંડલના જયરાજસિંહ જાડેજા અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે વિવાદ વધતા હવે ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી જાડેજાએ સમાધાનની પહેલ કરી છે. રીબડા જૂથ સાથે સમાધાનની વાત પર જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશસિંહ ઉર્ફે જ્યોતિરાદિત્યસિંહે બળાપો કાઢ્યો છે. તેમણે જણાવ્યું કે, હવે સમાજને જાગવામાં મોડુ થઇ ગયું છે, અમારા ટેકેદારોને હેરાન કરશે તો અમે તેમને જડબાતોડ જવાબ આપીશું.

'અમારી વિરુદ્ઘ સંમેલન કર્યુ ત્યારે સમાજ ક્યાં હતો?'
જ્યોતિરાદિત્યસિંહ જાડેજાએ જણાવ્યું કે, હાલ જે પરિસ્થિતિ ચાલી રહી છે તે બાબતે જો સમાજને વાકેફ કરી તો આજથી ત્રણ-ચાર મહિના પહેલા ગોંડલમાં યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જે કાર્યક્રમ જયરાજસિંહ જાડેજાને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવ્યો હતો. એ કાર્યક્રમના મુખ્ય આયોજક રીબડાના અનિરુદ્ધસિંહ  જાડેજા હતા. ત્યારે હું સમાજને કહેવા માંગુ છું કે આ સમયે સમાજ ક્યાં હતો? સમગ્ર સૌરાષ્ટ્ર કે ગુજરાતના સમાજના આગેવાનો કે સમાજના સંગઠનોએ અનિરુદ્ધસિંહ જાડેજાને એવું નહોતું કહ્યું કે આ કાર્યક્રમ તમારાથી ન થાય, આવા કાર્યક્રમ તમારે ન કરવા જોઈએ. હું સ્પષ્ટ પણે માનું છે કે ત્યારે સમાજ સૂતો હતો. સમાજને જાગવામાં ઘણું મોડું થઈ ગયું  છે. એટલા માટે આ પરિસ્થિતિ અહીં સુધી પહોંચી છે.  

જે ભાષામાં જવાબ આપવો પડે અમે આપીશુંઃ જ્યોતિરાદિત્યસિંહ 
તેમણે જણાવ્યું કે, ચૂંટણી સમયે પણ ઘણા બધા આક્ષેપો થયા હતા, આ આક્ષેપોના જવાબો લોકશાહીના ઢબે આપવામાં આવ્યા હતા. હું મીડિયાના માધ્યમથી રાજપૂતને  વિનંતી સાથે કહું છું કે જ્યારે અમારા ટેકેદારોને હેરાન કરશે તો અમે તેમને જડબાતોડ જવાબ આપીશું. જે ભાષામાં જવાબ આપવો પડે અમે આપીશું.  

કોઈપણ જાતના આવા એલાન ન કરવાઃ જાડેજા
જ્યોતિરાદિત્યસિંહ જાડેજા વિનંતી કરતા કહ્યું કે, આ સામાજિક બાબત નથી, રાજકીય બાબત છે. અમારા સમર્થનમાં કોઈ ઓડિયો કે વીડિયો ન મુકવા, તેમના સમર્થનમાં પણ ઓડિયો કે વીડિયો ન મુકવા. હું વડીલોને પણ વિનંતી કરું છું કે આ સામાજિક બાબત નથી રાજકીય બાબત છે એટલે કોઈ પણ જાતના સમાધાનનું એલાન કરતા પહેલા અમારી સાથે અમારા પરિવાર સાથે ચર્ચા કરો. ચર્ચા થાય પછી જ કોઈપણ જાતના આવા એલાન કરવા તેવી હું વિનંતી કરું છું. 

સમાધાન માટે ક્ષત્રિય આગેવાનો મેદાને પડ્યા
આપને જણાવી દઈએ કે, આવતા દિવસોમાં વિવાદ વધુ ન વકરે તે માટે ગુજરાતભરના ક્ષત્રિય આગેવાનો પ્રયાસ કરી રહ્યા છે. જયરાજસિંહ-અનિરુદ્ધસિંહ વચ્ચે સમાધાનના પ્રયાસ માટે હવે ક્ષત્રિય આગેવાનો મેદાને પડ્યા છે. આંતરરાષ્ટ્રીય રાજપૂત સમાજના પ્રમુખ પી.ટી જાડેજાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, બંને આગેવાનો ગુજરાતના ક્ષત્રિય સમાજનું ઘરેણું છે. તેઓ વડીલ તરીકે મારી વાત નહીં માને તો અચોક્કસ મુદતના ઉપવાસ કરીશ. મહત્વનું છે કે, પીટી જાડેજા એ સોશિયલ મીડિયામાં અલગ અલગ 5 વીડિયો પોસ્ટ કર્યા છે. જો કે, આ બધા વચ્ચે જયરાજસિંહ જાડેજાના પુત્ર એ સમાજને વચ્ચે ન આવવા જણાવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ