બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / jasprit bumrah scored 35 runs in an over IND vs ENG test match

VIDEO / કેપ્ટનની કમાન સંભાળતા જ બુમરાહે મચાવી ધમાલ, એક જ ઓવરમાં ફટકાર્યા 35 રન

MayurN

Last Updated: 07:07 PM, 2 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જસપ્રિત બુમરાહ કેપ્ટન તરીકે પોતાની પહેલી મેચ રમી રહ્યો છે. તેણે ઈંગ્લેન્ડ સામેની 5મી ટેસ્ટમાં ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં 35 રન ફટકાર્યા હતા.

  • ટેસ્ટ મેચમાં પહેલી વાર એક ઓવરમાં 30થી વધુ રન આવ્યા
  • જસપ્રિત બુમરાહે બનાવ્યા અણનમ 31 રન
  • બુમરાહે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા

ભારતીય ટીમે 416 રનનો સ્કોર બનાવ્યો 
જસપ્રિત બુમરાહે ઈંગ્લેન્ડની ધરતી પર બેટથી હંગામો મચાવી દીધો છે. ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામેની 5મી ટેસ્ટ (IND vs ENG) માં 416 રન બનાવી આઉટ થઇ હતી. ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ સદી ફટકારી હતી. બાદમાં કેપ્ટન જસપ્રિત બુમરાહે 16 બોલમાં અણનમ 31 રન બનાવી સ્કોરને 400 રનના આંકડાને પાર પહોંચાડ્યો હતો. તેણે ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં 35 રન એકઠા કર્યા હતા. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આ સૌથી મોંઘી ઓવર છે. બુમરાહે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા બ્રાયન લારાએ 2002માં દક્ષિણ આફ્રિકાના આર.પીટરસન વિરુદ્ધ એક ઓવરમાં 28 રન બનાવ્યા હતા. વર્ષ 2013માં જેમ્સ એન્ડરસનની ઓવરમાં જ્યોર્જ બેઇલીએ પણ 28 રન બનાવ્યા હતા. તે જ સમયે, 2020 માં કેશવ મહારાજે જો રૂટની ઓવરમાં 28 રન એકઠા કર્યા હતા.

 

એક ઓવરમાં 30 થી વધુ રન
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત એક ઓવરમાં 30 કે તેથી વધુ રન નોંધાયા હતા. જસપ્રિત બુમરાહે 84 મી ઓવરના પહેલા બોલ પર હૂક કરીને 4 રન એકત્રિત કર્યા હતા. બીજો બોલ વાઇડ હતો અને તેના પર 4 રન પણ મળ્યા હતા. આ પછી બીજા જ બોલ પર બુમરાહે હૂક અપ કરીને એક છગ્ગો માર્યો હતો. આ બોલ નોબોલ હતો. ત્યાર પછીના 3 બોલ પર બુમરાહે બ્રોડની બોલિંગમાં સતત 3 ચોગ્ગા ફટકાર્યા હતા. 5માં બોલ પર બેકવર્ડ સ્ક્વેર લેગ પર સિક્સર ફટકારી હતી. છેલ્લા બોલે એક રન લીધો હતો. આ રીતે ઓવરમાં કુલ 35 રન થયા હતા. બ્રોડે ઓવરમાં કુલ 8 બોલ નાંખ્યા હતા. બુમરાહ પ્રથમ વખત ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે.

બુમરાહ 31 રને અણનમ રહ્યો 
જસપ્રિત બુમરાહ 31 રને અણનમ રહ્યો હતો. આ તેનો ટેસ્ટ કારકિર્દીનો બીજો મોટો સ્કોર છે. આ પહેલા તેણે ગત વર્ષે ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં અણનમ 34 રનની સૌથી મોટી ઈનિંગ રમી હતી. તે કારકિર્દીની 30મી ટેસ્ટ રમી રહ્યો છે અને તેણે માત્ર 2 વખત જ 30થી વધુનો સ્કોર કર્યો છે. આ પહેલા 2007ના ટી-20 વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ