બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ધર્મ / janmashtami 2022 interesting facts about lord shri krishna

Janmashtami 2022 / અર્જુન ઉપરાંત આ બે લોકોએ પણ સાંભળી હતી ભગવદ્ ગીતા, જાણો શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલી રસપ્રદ વાતો

Arohi

Last Updated: 01:15 PM, 19 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની આઠમના રોજ થયો હતો. દર વર્ષે આ દિવસે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી આવી ઘણી રસપ્રદ વાતો છે જે દરેકને જાણવી જોઈએ.

  • આજે છે કૃષ્ણ જન્માષ્ટમી 
  • શ્રી કૃષ્ણને માનવામાં આવે છે વિષ્ણુના આઠમાં અવતાર 
  • જાણો તેમના અંગેની રસપ્રદ કથા 

હિન્દુ ધર્મમાં કૃષ્ણ જન્માષ્ટમીનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની આઠમના રોજ રોહિણી નક્ષત્રમાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. દર વર્ષે આ દિવસે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમી 2022 19 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવી રહી છે. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ લાડુ ગોપાલની પૂજા કરવામાં આવે છે. 

ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર માનવામાં આવે છે. હિંદુ દેવી-દેવતાઓમાં શ્રી કૃષ્ણને સૌથી અલગ દરજ્જો આપવામાં આવ્યો છે. તેમની લીલાઓના કારણે જ ભગવાન કૃષ્ણ અનેક નામોથી ઓળખાય છે. 

ક્યાંક કાન્હા, ક્યાંક લાડુ ગોપાલ, ક્યાંક બંશીધર, નંદલાલા, દેવકીનંદન વગેરે અનેક નામોથી તેમને ઓળખવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલી ઘણી એવી વાતો છે જે જાણવી ખૂબ જ જરૂરી છે. આવો જાણીએ કૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી રસપ્રદ વાતો.

રોહિણી નક્ષત્રમાં થયો હતો શ્રી કૃષ્ણનો જન્મ 
શ્રી કૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો હતો. તે દેવકી અને વાસુદેવના આઠમા સંતાન હતા. તેના માતા-પિતાને મામા કંસ દ્વારા કેદ કરવામાં આવ્યા અને એક પછી એક 7 બાળકોને મારી નાખવામાં આવ્યા હતા. કૃષ્ણના જન્મ પછી વાસુદેવ તેમને ગોકુલમાં યશોદા અને નંદ બાબાના ઘરે મુકી આવ્યા હતા.

શ્રી કૃષ્ણને હતી 16108 પત્નીઓ 
ભગવાન કૃષ્ણને 16108 પત્નીઓ હતી, જેમાંથી આઠ તેમની પટરાણીઓ હતી. રુક્મિણી, જાંબવંતી, સત્યભામા, કાલિંદી, મિત્રબિન્દા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા પટરાણીઓ હતી. બાકીની રાણીઓનું ભૌમાસુરથી અપહરણ કરવામાં આવ્યું હતું. 

જ્યારે ભૌમાસુરથી શ્રી કૃષ્ણે તેમનો જીવ બચાવ્યો તો તેમણે કહ્યું કે હવે અમારો કોઈ સ્વીકાર નહીં કરે, તો અમે ક્યાં જઈશું. ત્યારે શ્રી કૃષ્ણએ તેમને પોતાની પત્નીઓનો દરજ્જો આપ્યો અને તેમની જવાબદારી ઉઠાવી હતી. 

ભગવાન કૃષ્ણના  છે 108 નામ
ભગવાન કૃષ્ણને 108 નામોથી ઓળખવામાં આવે છે. જેમાં ગોવિંદ, ગોપાલ, ઘનશ્યામ, ગિરધારી, મોહન, બાંકે બિહારી, બનવારી, ચક્રધર, દેવકીનંદન, હરિ અને કન્હૈયા મુખ્ય છે. 

હનુમાનજીએ સૌ પ્રથમ સાંભળી હતી ભગવદ્ ગીતા 
ભગવદ્ ગીતા સૌથી પહેલા અર્જુને શ્રી કૃષ્ણના મુખેથી ન હતી સાંભળી. તે પહેલા ભગવાન હનુમાનજી અને સંજયે પણ ભગવદ્ ગીતા સાંભળી હતી. કુરુક્ષેત્રના યુદ્ધ વખતે હનુમાનજી અર્જુનના રથની ટોચ પર સવાર હતા.

આ રીતે થયું શ્રી કૃષ્ણનું મૃત્યુ 
શ્રી કૃષ્ણના અવતારનો અંત એક શિકારીના તીરથી થયો. જ્યારે ભગવાન રામે બાલિને છુપાઈને માર્યો હતો તો ભગવાન રામે કહ્યું હતું કે આવતા જન્મમાં મારી મૃત્યુ તારા જ હાથે થશે. જ્યારે શ્રી કૃષ્ણ એક ઝાડ પર બેઠા હતા તો શિકારીએ તેમના પગમાં એક તલને ચકલીની આંખ સમજીને તીર ચલાવ્યું તો તીર શ્રી કૃષ્ણના પગમાં વાગ્યુ અને ત્યાર બાદ તેમનું મૃત્યું થયું હતું.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ