બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / રાજકોટ / Jairaj Singh showed political strength by going to Anirudh Singh's ribada, son Ganesh said he kept his promise 1 year ago

નિવેદન / અનિરૂદ્ધસિંહના રીબડામાં જઈ જયરાજસિંહે બતાવ્યો રાજકીય તાકાતનો પરચો, પુત્ર ગણેશે કહ્યું 1 વર્ષ પહેલાનું વચન પાળ્યું

Vishal Khamar

Last Updated: 09:19 PM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના રીબડા ગામે લેઉવા પટેલ સમાજનું મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉમટશે. રીબડા ખાતે યોજાનારા પાટીદાર મહાસંમેલનમાં ધારાસભ્યો, સાંસદો સહિત રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ સહિતનાં મહાનુભાવો અને આગેવાનો હાજર રહ્યા હતા.

  • રીબડા ખાતે લેઉવા પટેલ સમાજનું સંમેલન યોજાયું
  • સંમેલનમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજનાં લોકો ઉમટ્યા
  • પાટીદાર સમાજના સંમેલનને જયરાજસિંહ જૂથનું સમર્થન

રાજકોટનાં રીબડામાં ગોંડલની ટીમ ગણેશ અને જય સરદાર યુવા ગ્રુપ દ્વારા લેઉવા પટેલ સમાજનું મહાસંમેલન યોજાયું હતું. આ પાટીદાર સમાજનાં સંમેલનને જયરાજસિંહ જૂથનું સમર્થન હતું. તેમજ આમંત્રણ પત્રિકામાં પણ જયરાજસિંહનાં દીકરા ગણેશનું નામ હતું. અનિરૂદ્ધસિંહનાં ગઢ રીબડામાં સંમેલનથી રાજકીય માહોલ ગરમાયો છે. ઉદ્યોગપતિ, અગ્રણીઓ અને રાજકીય આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જયરાજસિંહ જૂથ અને અનિરૂદ્ધસિંહ જૂથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. સંમેલન બાદ ગોંડલ-રીબડામાં નવા જૂની થાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. સંમેલનમાં જમીન લે-વેચનાં વિવાદિત મુદ્દા પર ચર્ચા થઈ શકે છે. અગાઉ ઉદ્યોગપતિઓ આ બાબતે ગંભીર આરોપ કરી ચૂક્યા છે. 

અહિયાં લુખ્ખો ઓ જમીનો લખવી લેતા હતાઃ અલ્પેશ ઢોલરિયા (જિલ્લા ભાજપ પ્રમુખ)
રીબડા ખાતે યોજાયેલા લેઉવા પટેલ સમાજનાં મહાસંમેલન કાર્યક્રમમાં જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ નિવેદન આપ્યું હતું કે, લેઉવા પટેલનું સંમેલન છે અને 18 વર્ણનાં લોકો ઉમટ્યા છે. પહેલા અહીંયા કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થતી તેવી વાત સાંભળી હતી. ત્યારે હવે તે વાત ભૂંસાઈ ગઈ છે. હું 2012 માં જીપીપીમાં જોડાયો હતો. ત્યારે પટેલનાં દરેક સમાજનાં દરેક લોકો જીપીપીમાં જોડાઈ ગયા હતા. ચૂંટણીને પાંચ દિવસની વાર ગતી. અને એક દીકરીની જમીન 4 લુખ્ખાઓએ લખાવી લીધી હતી. 2012 માં 1.5 કરોડની દસ્તાવેજ તયેલ જમીન પરત અપાવી હતી. અહીંયા લુખ્ખાઓ જમીનો લખાવી લેતા હતા. 

રીબડામાં ગુંડાગીરી નહી ચાલવા દઈએઃ જયરાજસિંહ
અનિરૂદ્ધસિંહ જાડેજા સામે રાજકીય તલવાર ખેંચતા જયરાજસિંહ જાડેજાએ નિવેદન આપ્યું હતું કે, જયરાજસિંહનો ઈશારો તમને કોંગ્રેસ પણ નહી સંઘરે જયરાજસિંહે દાવો કર્યો હતો કે હું કેશુબાપાનાં રસ્તે ચાલુ છે. રીબડામાં ગુંડાગીરી નહી ચાલવા દઈએ. અહીંયા પહેલા 1 કરોડમાં જમીન વેચાતી હતી. શાંતિ સ્થપાતા હવે 3 કરોડ રૂપિયામાં જમીન વેયાય છે. હવે રીબડામાં કોઈએ ભય સંકોચ રાખતા નહી. હું લોકોની ફરજ ક્યારેય નહી ચૂકું. ખોટો ચાળો આપણે કરવો નથી. જો કઈ ચાળો કરશે તો એની ભાષામાં જવાબ આપીશું. 
 

 સંમેલનમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજનાં લોકો ઉમટ્યા

રીબડા ખાતે લેઉવા પટેલ સમાજ નું મહાસંમેલનમાં  મોટી સંખ્યામાં પાટીદાર સમાજનાં લોકો ઉમટ્યા હતા. આસંમેલનમાં ગોંડલનાં માજી ધારાસભ્ય જયરાજસિહ જાડેજા, રાજકોટનાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, સાંસદ રમેશભાઈ ધડુક, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા, જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા,નાગરીક બેંક ચેરમેન અશોકભાઈ પીપળીયા,સહકારી આગેવાન મગનભાઈ ઘોણીયા,કુરજીભાઈ ભાલાળા,ગોપાલભાઈ શિંગાળા, નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનિયારા, પ્રફુલભાઈ ટોળીયા સહિત આગેવાનો ઉપસ્થિત  રહ્યા હતા. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ