બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / It will rain again in Gujarat from today, know in which areas it will rain

આગાહી / વરસાદની આગાહી: ગુજરાતમાં આજે કચ્છ, નવસારી, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં મેઘરાજા કરશે બેટિંગ

Malay

Last Updated: 07:40 AM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Meteorological department's rain forecast: ગુજરાતમાં આજથી ફરી જામશે વરસાદી માહોલ, જાણો આજે ગુજરાતના ક્યાં વિસ્તારોમાં બેટિંગ કરશે મેઘરાજા

  • રાજ્યમાં વરસાદની આગાહી 
  • હવામાન વિભાગે આપી આગાહી 
  • હળવાથી મધ્યમ વરસાદની શક્યતા 

ગુજરાતમાં વરસાદની આગાહીઃ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. લાંબા વિરામ બાદ ગઈકાલે અમદાવાદ, વડોદરા, મોરબી સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ નોંધ્યા હતો. ત્યારે આજે પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

આ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના
આજે ગુજરાતના જે વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં કચ્છ, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, દમણ, દાદરાનગર હવેલી, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, મહીસાગર, વડોદરા, અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા અને પાટણનો સમાવેશ થાય છે. તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં 30થી 40ની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. 

હળવાથી મધ્યમ વરસાદની સંભાવના 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે વરસાદ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર સુધી સિમિત રહેશે. દક્ષિણના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, રાજ્યના આ જિલ્લાઓમાં મેઘરાજા થશે  મહેરબાન | today rain forecast in these districts of gujarat monsoon 2022

હવામાન નિષ્ણાંતોએ પણ કરી છે આગાહી
હવામાન વિભાગ ઉપરાંત કેટલાક હવામાન નિષ્ણાંતોએ પણ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું હતું કે, બંગાળની ખાડીમાં બનેલું લોપ્રેશર મધ્યપ્રદેશ સુધી પહોંચ્યું છે. આ લોપ્રેશર ઉતર તરફ ગતિ કરતા ગુજરાત ઉપર સીયર ઝોન સર્જાયો છે. 20, 21, 22 ઓગસ્ટે રાજ્યમાં ઠેર-ઠેર વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. 

આગામી 24 કલાકમાં જ ગુજરાતમાં વરસાદની આગાહી, મહેસાણા, નવસારી સહિતના  જિલ્લાઓને ધમરોળશે | Rain forecast in these districts of Gujarat in the next  24 hours, see what the Meteorological ...

અમદાવાદમાં સારા વરસાદની શક્યતા
તેઓએ જણાવ્યું છે કે, મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદની શક્યતા છે. છોટુ ઉદેપુર, નર્મદા, દાહોદ, પંચમહાલ, વડોદરા, મહીસાગર, ગાંધીનગર, ખેડા અને અમદાવાદમાં સારા વરસાદની શક્યતા છે. 23 તારીખથી રાજ્યમાં મોનસૂન બ્રેક આવશે. એ પછી રાજ્યમાં વરસાદની શક્યતાઓ ઓછી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ