બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / IT Raid Ahmedabad 13 locations raided team 75 officers

કાર્યવાહી / અમદાવાદમાં IT રેડ: 75થી વધારે અધિકારીઓની ટીમ સાથે કુલ 13 સ્થળોએ દરોડા, બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા

Ajit Jadeja

Last Updated: 12:11 PM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ વિભાગ ત્રાટક્યું છે. ગોપાલ ડેરી અને રીવર વ્યુ હોટલ ઉપર ઇન્કમટેક્સના દરોડા

Ahmedabad IT Red : લોકસભા ચૂંટણી સમયે અમદાવાદમાં IT વિભાગે સપાટો બોલાવ્યો છે. અમદાવાદમાં ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ વિભાગ ત્રાટક્યું છે. ગોપાલ ડેરી અને રીવર વ્યુ હોટલ ઉપર ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે. અમદાવાદના આશ્રમ રોડ સહિતના એરિયામાં આવેલા એકમો ઉપર ઇન્કમટેક્સની તપાસ ચાલુ છે. ગ્રુપના સંચાલક રાજુભાઈઉર્ફે નીશિતભાઈ દેસાઈ અને ગૌરાંગભાઈ દેસાઈ સહિતના ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સે દરોડા પાડ્યા છે. જેને લઇને તેમની સાથે સંકળાયેલા ભાગીદારોમાં ફફડાટ પ્રસર્યો છે. અમદાવાદમાં કુલ 13 જગ્યા પર દરોડા અને સર્વેની કામગીરી ચાલુ છે. જેમાં ઇન્કમટેક્સના આશરે 75 થી પણ વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. જે તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે. બેનામી કાળુનાણું મળવાની શક્યતાઓ પણ છે.

13 સ્થળોએ ITનું સર્ચ ઓપરેશન

અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. જેમાં ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ ઉપર IT વિભાગ ત્રાટક્યુ છે. IT વિભાગના 75થી વધુ અધિકારી તપાસમાં જોડાયા છે. ગોપાલ ડેરી અને રીવર વ્યૂ હોટલમાં, આશ્રમ રોડ પરના એકમો ઉપર IT વિભાગની કાર્યવાહી ચાલી રહ્યુ છે. જાણવા મળ્યા મુજબ અમદાવાદમાં કુલ 13 સ્થળોએ ITનું સર્ચ ઓપરેશન ચાલુ છે. જેમાં મોટાપાયે બેનામી વ્યવહાર મળે તેવી સંભાવના છે.

વધુ વાંચોઃ વડોદરાના પૂર્વ ક્રિકેટરનો પુત્ર સ્વામિનારાયણ મંદિરના 2 કરોડ ચાંઉ કરી ગયો, પિતા-પુત્રના કારસ્તાન પરથી SOGએ ઉંચક્યો...

ગત નવેમ્બરમાં બિલ્ડર પર પડી રહી રેડ

અમદાવાદમાં ગત નવેમ્બર મહિલામાં પણ બે બિલ્ડરો પર આઇટી વિભાગ દ્વારા દરોડા પાડ્યા હતા. શહેરના સાયન્સ સીટી રોડ સહિત અનેક એરિયામાં પ્રોજેક્ટ કરનાર ત્રિકમભાઈ પટેલ અનિલભાઈ પટેલ સહિત બે ડઝન સ્થળોએ તવાઈ કરવામાં આવી હતી.જેમાં અમદાવાદ શહેરના જાણીતા અવિરત ગ્રુપ અને શિપરમગ્રુપ સહિત 3 ગ્રુપ પર આઈટી ત્રાટકયુ હતું. અવિરત ગ્રુપના કનુભાઈ પટેલ સંદીપભાઈ પટેલ અને બળદેવભાઈ પટેલને ત્યાં પણ તપાસ ચાલી હતી. બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલા અમદાવાદના બે ટોચના બ્રોકર પણ ઇન્કમટેક્સની ઝપટમાં આવ્યા હતા. ત્યારે આ તમામની એસજી હાઇવે પરની ઓફિસ સહિત અન્ય ઓફિસો પર પણ આવકવેરા ખાતા દ્વારા તપાસ હાથ ધરી હતી.  ઇન્કમટેક્સનો 150 થી પણ વધુ અધિકારીઓનો કાફલો તપાસમાં જોડાયો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ