બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 virat kohali ms dhoni came together again after rcb csk match video goes viral

IPL 2023 / CSK Vs RCBની મેચ બાદ સાથે જોવા મળ્યા MS ધોની- વિરાટ કોહલી, VIDEO પર દિલ હાર્યા ફેંસ

Arohi

Last Updated: 01:12 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 Virat Kohali MS Dhoni: ગઈકાલે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચ બાદ વિરાટ કોહલી અને એમએસ ધોની સાથે આવ્યા તો ફેંસ પોતાનું દિલ હારી બેઠા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

  • ગઈકાલે રમાઈ CSK અને RCBની મેચ 
  • મેચ બાદ ધોની અને કોહલી આવ્યા સાથે 
  • સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો 

IPLની 24મી મેચ અને 17 એપ્રિલે CSK અને RCBની ટીમ સામ સામે રમી રહી હતી. આ મેચમાં CSKએ RCBને 8 રનોથી હરાવ્યું હતું. મેચમાં પહેલા રમતા ચેન્નાઈ સુપર કિંગ્સે 226/6નો મોટો સ્કોર ઉભો કરી દીધો હતો.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by IPL (@iplt20)

જવાબમાં મેદાનમાં ઉતરેલી RCBની ટીમે 218 રન જ બનાવ્યા. આ રીતે ચેન્નાઈને 8 રનોથી શાનદાર જીત મળી. આ મેચ બાદ CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને RCBના વિરાટ કોહલીની મુલાકાત થઈ. 

મેચ બાદ ધોની અને કોહલીની મુલાકાત 
બન્ને મેચ બાદ ચિન્નાસ્વામી સ્ટોડિયમમાં ઘણા સમય સુધી વાત કરતા રહ્યા. આ સમયે વિરાટ કોહલી, ધોનીની કોઈ વાતને સાંભળીને ખડખડાત હસતા જોવા મળ્યા. 

ધોની-કોહલીની મુલાકાતના વીડિયોને IPLના ટ્વીટર હેન્ડલ પરથી પણ શેર કરવામાં આવ્યું છે. તેના કેપ્સનમાં લખ્યું છે- "બે લેજેન્ડ એક સાથે."

વીડિયો પર યુઝર્સ આપી રહ્યા છે પ્રતિક્રિયા 
બંન્નેના આ વીડિયો પર ઘણા લોકો કમેન્ટ કરી રહ્યા છે. લોકોએ લખ્યું- ફાઈનલી ધોની અને વિરાટ સાથે આવ્યા. કેમેસ્ટ્રી તો જોવો. 

એક યુઝરે તો બન્નેના આ વીડિયોની નીચે રેડ અને યલો રંગનું હાર્ટ ઈમોજી શેર કર્યું છે અને લખ્યું- 'હાય મેરા દિલ'. અન્ય એક યુઝરે લખ્યું કે આ બન્ને ક્રિકેટના દિલ છે. ત્યાં જ અન્ય એક યુઝરે લખ્યું- બંન્ને ખૂબ જ કિંમતી છે. 

ઘણી વખત વિરાટ કરી ચુક્યા છે ધોનીના વખાણ 
વિરાટ કોહલી ઘણા અવસરો પર મહેન્દ્ર સિંહ ધોનીના વખાણ કરી ચુક્યા છે. એશિયા કપમાં પ્રેસ કોન્ફરન્સ બાદ તો વિરાટે કહ્યું હતું, "જ્યારે મેં ટેસ્ટ કેપ્ટન્સી છોડી તો ફક્ત એક વ્યક્તિએ મને મેસેજ કર્યો અને તે હતા મહેન્દ્ર સિંહ ધોની."

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by IPL (@iplt20)

કોહલીએ એમ પણ કહ્યું હતું કે ઘણા લોકોની પાસે તેમનો નંબર છે. ઘણા લોકો ટીવી પર સલાહ આપે છે પરંતુ જે લોકોની પાસે તેમનો નંબર છે. તેમાંથી કોઈ બીજાએ તેમને મેસેજ નથી કર્યો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ