બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023: Maar, Helmet Par Maar iske, Virat Kohli instructed bowler While Rohit Sharma was batting RCB Vs MI

IPL 2023 / VIDEO: રોહિત શર્માએ રન દોડતા જ કોહલીએ કહ્યું, 'હેલમેટ પર માર...', વીડિયો વાયરલ થતાં ફેન્સ પણ ચોંક્યા

Vaidehi

Last Updated: 04:52 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MI vs RCB: રોહિત શર્માએ 1 રન લીધો અને તે બાદ વિરાટ કોહલી બોલ્યાં કે 'માર-માર હેલ્મેટ પર માર'. જુઓ વીડિયો.

  • MI vs RCBની મેચનો વીડિયો વાયરલ
  • વિરાટ કોહલીની વોઈસ ક્લિપ વાયરલ
  • બોલરને ગાઈડ કરી રહ્યાં છે વિરાટ

બેંગલોર: રોયલ ચેલેન્જર્સ બેંગલોરએ IPL 2023માં પોતાની શરૂઆત જીતની સાથે કરી. તેણે રવિવારે 1 એપ્રિલનાં રોજ મુંબઈ ઈન્ડિયન્સને 8 વિકેટથી માત આપી. પાંચ વખત ચેમ્પિયન બનેલી મુંબઈ સતત 11મી વખત સીઝનની પહેલી મેચ હારી છે. મેચ જીત્યાં બાદ વિરાટ કોહલી અને રોહિત શર્માનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો ચર્ચામાં છે. 

વીડિયો થયો વાયરલ
રોહિત શર્મા ઈનિંગનો પોતાનો પહેલો બોલ હીટ કરે છે ત્યારે સ્ટમ્પનાં માઈકએ કોહલીનો અવાજ રેકોર્ડ કર્યો છે. જેમાં વિરાટ કોહલી બોલર મહોમ્મદ શીરાજને કહે છે, "માર-હેલ્મેટ પર માર તેના.."

હવે અનેક લોકો એવું માની રહ્યાં છે કે કોહલીનાં શબ્દો અનુચિત હતાં. તો કેટલાક લોકો કહી રહ્યાં છે કે વિરાટ રોહિત માટે નહીં પરંતુ ઈશાન કિશન માટે બોલી રહ્યાં છે જે સ્ટ્રાઈક પર છે. પરંતુ વિરાટે જે કહ્યું છે તેનો અર્થ બાઉન્સર ફેંકવાનો થાય છે. 

8 વિકેટથી મળી જીત
રવિવારની આ મેચમાં 172 રનનાં લક્ષ્યને પહોંચી વળવા માટે ઊતરેલી બેંગલોરની ટીમ માટે વિરાટ કોહલીએ 49 બોલ પર 82 અને કેપ્ટન ફાક ડુપ્લેસિસે 43 બોલમાં 73 રન બનાવ્યાં. બંનેએ પહેલી વિકેટ માટે 148 રન બનાવ્યાં હતાં. વિરાટ કોહલી અને રોહિત શર્મા બંનેને T20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયા જે નવેમ્બરમાં થઈ હતી તેના બાદથી તેઓએ એકપણ સિંગલ ભારત માટે રમી નથી. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ આવ્યાં પછી એવું લાગી રહ્ટયું છે કે T20Iનાં દ્વાર હવે કોહલી અને રોહિત માટે બંધ થયાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ