બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / ipl 2022 hardik pandya gujarat titans win by 37 runs

IPL 2022 / ગુજરાતની ચોથી જીત, રાજસ્થાનને 37 રને હરાવ્યું, હાર્દિકે કર્યો રૉકેટ ગતિએ થ્રો, સ્ટમ્પના થયા ટુકડે-ટુકડા

Hiren

Last Updated: 12:01 AM, 15 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2022ના 24માં મુકાબલામાં ગુજરાત ટાઇટન્સે ચોથી જીત હાંસલ કરી લીધી છે. રાજસ્થાન રોયલ્સને 37 રને હરાવ્યું છે. ગુજરાત હાલ પોઇન્ટ ટેબલ પર ટોપ પર પહોંચી ચૂક્યું છે.

  • ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ
  • હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગ અને ફિલ્ડિંગ કરી
  • હાર્દિકે કેપ્ટન સંજૂ સેમસનને રન આઉટ કર્યો

રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આજે આઈપીએલ 2022નો 24મી મેચ હતી. જેમાં ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ તોફાની 87 રનની મદદથી 4 વિકેટ પર 192 રનનો સ્કોર ઉભો કર્યો. જેના જવાબમાં રાજસ્થાનની ટીમ 9 વિકેટ પર 155 રન જ બનાવી શકી. ટૂર્નામેન્ટની આ ચોથી જીતની સાથે જ ગુજરાતની ટીમે પોઇન્ટ ટેબલમાં 5માં નંબરથી છલાંગ લગાવતા ટોપ પર પહોંચી ગઇ છે.

હાર્દિકે રૉકેટ ગતિએ કર્યો થ્રો, સ્ટંપના થયા ટુકડે-ટુકડા, સંજૂ સૈમસન રન આઉટ, મેચ રોકવી પડી
હાર્દિક પંડ્યાએ જ્યારે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન બન્યા છે અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં તેઓ હવે જૂના અંદાજમાં દેખાઇ રહ્યા છે. તેમણે આઈપીએલ 2022ના 24માં મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પહેલા તો તોફાની બેટિંગ કરી અને પછી ફિલ્ડિંગમાં કમાલ કરતા વિપક્ષની ટીમના કેપ્ટન સંજૂ સેમસનને રન આઉટ કર્યો. તેમનો થ્રો તો એટલો જોરદાર હતો કે સ્ટંપના 2 ટુકડા થઇ ગયા.

આ બધુ રાજસ્થાનની ઇનિંગની 8મી ઓવરમાં થયું. લૉકી ફર્ગ્યૂસનને 150 kphથી વધુ ઝડપથી બોલ ફેંક્યો હતો. સંજૂ સેમસને બોલને મિડ ઑફ પર ડ્રાઇવ કરતા રન માટે દોડ લગાવી દીધી. પરંતુ તેમને આ વાતનો અંદાજો ન હતો કે હાર્દિક પંડ્યા તેનાથી પણ વધુ સ્પીડથી નિકળશે.

હાર્દિકે બોલને ફીલ્ડ કર્યા બાદ સિંગલ એક્શનમાં બોલને નૉન સ્ટ્રાઇકિંગ એન્ડ પર થ્રો કર્યો અને બોલ મિડલ સ્ટમ્પ પર જઇને લાગ્યો. અહીં સંજૂ સેમસન ન માત્ર રન આઉટ થયા, પરંતુ તેઓ ફ્રેમમાં પણ નહોતા દેખાઇ રહ્યા. બીજી તરફ સ્ટંપના બે ટુકડા થઈ ચૂક્યા હતા. કોમેન્ટેટર હંસી રહ્યા હતા અને હાર્દિકના વખાણ કરી રહ્યા હતા. મેચ થોડી વાર સુધી અટકી પડે છે. એમ્પાયર્સે નવું સ્ટંપ મંગાવ્યું અને લગાવ્યા બાદ મેચ ફરીથી શરૂ થઇ શકી. સંજૂ સેમસનની આ વિકેટ ખુબ જ મહત્વપૂર્ણ રહી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ