IPL 2022: Gujarat beat Lucknow by 62 runs, become first team to seal play-off berth
BIG BREAKING /
IPLની પ્લે-ઑફમાં પહોંચનારી પહેલી ટીમ બની ગુજરાત ટાઈટન્સ, 82 રને પવેલિયન-ભેગી થઈ LSG
Team VTV11:12 PM, 10 May 22
| Updated: 11:32 PM, 10 May 22
IPLમાં ગુજરાતની ટીમ નંબર-1: પોતાની પહેલી જ સિઝનમાં પહોંચી ગઈ પ્લે-ઓફમાં, એ પણ સૌથી પહેલા
IPLના સૌથી મોટા સમાચાર
IPLની ટ્રોફીની નજીક પહોંચી હાર્દિક પંડયાની સેના
પ્લે ઓફમાં પહોંચનારી પહેલી ટીમ બની ગુજરાત ટાઈટન્સ
IPL માં મંગળવારે ગુજરાત ટાઇટન્સ (GT) એ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ને ખરાબ રીતે હરાવ્યું હતું. આ મોટી જીત સાથે ગુજરાતની ટીમ IPL 2022ના પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. પહેલી જ સિઝનમાં પ્લે ઓફમાં પહોંચવાનું રેકૉર્ડ પણ ગુજરાતની ટીમે બનાવી દીધો છે.
માત્ર 82 રને પવેલીયન ભેગી થઈ ગઈ લખનૌની ટીમ
પ્રથમ બેટિંગ કરતી વખતે ગુજરાત ટાઇટન્સે માત્ર 144 રન બનાવ્યા હતા, જે મોટો સ્કોર માનવામાં આવતો ન હતો. પરંતુ લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ આ લક્ષ્યાંક પણ હાંસલ કરી શકી ન હતી અને બેટિંગ સંપૂર્ણપણે ઘૂંટણિયે પડી ગઈ હતી. લખનૌ સુપર જાયન્ટ્સ માત્ર 82ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને ગુજરાતે 62 રને મેચ જીતી લીધી હતી.
Won't say 'who would have thought!'... because we did 😀
ગુજરાતની ટીમે કઈ રીતે રચ્યો ઈતિહાસ
ગુજરાત ટાઇટન્સ IPLમાં અત્યાર સુધીમાં 12 મેચ રમી છે જેમાંથી 9 મેચ જીતી છે અને 3 મેચ હારી છે. ગુજરાત ટાઇટન્સ 18 પોઈન્ટ સાથે પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. હવે માત્ર ત્રણ ટીમો માટે જગ્યા બચી છે.
લખનૌ સુપર જાયન્ટ્સના 16 પોઈન્ટ છે અને તેની બે મેચ બાકી છે. આવી સ્થિતિમાં જીત સાથે લખનૌનું સ્થાન પણ નિશ્ચિત થઈ જશે. લખનૌ ઉપરાંત બેંગલુરુ, રાજસ્થાન, દિલ્હી, પંજાબ, ચેન્નાઈ અને કોલકાતા પણ પ્લેઓફમાં પહોંચવાની રેસમાં છે.