બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / બિઝનેસ / વિશ્વ / ioc buys 3 mln bbls russian urals crude via tender

ખુશખબર / પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ શકે ઘટાડો, રશિયા-યુક્રેન જંગ વચ્ચે ઈંડિયન ઓઈલે પાર પાડી મોટી ડીલ

Pravin

Last Updated: 01:54 PM, 15 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગ દરમિયાન ઈંડિયન ઓયલે સોમવારે એક મોટી ડીલ કરી હોવાની વિગતો આવી છે, જેનાથી દેશવાસીઓને મોટી રાહત થવાની છે.

  • રશિયા અને યુક્રેન વચ્ચે જંગ
  • ઈંડિયન ઓયલે કરી મોટી ડીલ
  • ભારતીયોને મળશે ખુશખબર

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગ દરમિયાન ઈંડિયન ઓયલે સોમવારે વાયટોલ સાથે 3 મિલિયન રશિયાઈ તેલનો કરાર કર્યો છે. જેની આયાત મે મહિનામાં થશે. સૂત્રોનું કહેવુ છે કે, ફેબ્રુઆરીમાં યુક્રેન પર રશિયાના હુમલા બાદ આ પ્રથમ કરાર છે. અહીં ઉલ્લેખનીય છે કે, યુક્રેન પર હુમલા બાદ અમેરિકા સહિત કેટલાય પશ્ચિમી દેશોએ રશિયા પર આકરાં પ્રતિબંધો લાગૂ કરી દીધા છે. ત્યાં સુધી કે અમેરિકાએ રશિયાના ક્રૂડ ઓયલ પર રોક લગાવી દીધી હતી.

દુનિયાનો ત્રીજો સૌથી મોટો ગ્રાહક છે ભારત

દુનિયામાં ત્રીજા નંબરના સૌથી મોટા તેલ ગ્રાહક અને આયાતકાર દેશ તરીકે ભારતનું નામ નોંધાયેલુ છે. અહીં પોતાની જરૂરિયાતના લગભગ 85 ટકા તેલ બહારથી આવે છે. તેમાં અત્યાર સુધીમાં રશિયામાંથી ફક્ત 2થી 3 ટકા જ ખરીદી થતી હતી. હવે યુક્રેન સંકટ બાદ દુનિયામાં ક્રૂડ ઓયલની કિંમતોમાં 40 ટકાનો વધારો થયો છે. સાથે રશિયા પણ હવે ક્રૂડ ઓયલ સસ્તા ભાવે વેચવા મજબૂર થયું છે. આ તમામની વચ્ચે ભારત સરકાર ઈચ્છે છે કે, યુક્રેન સંકટના કારણે ક્રૂડ ઓયલની વધેલી કિંમતોમાં તેની અસર તેના પર ન પડે.

યુરોપિય સંઘના પ્રતિબંધો

આજે સંસદમાં રામેશ્વર ચેલીએ એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, ભારત સરકાર બજારની અસ્થિરતાને ઘટાડવા અને ક્રૂડ ઓયલની કિમંતોમાં વધારાને રોકવા માટે તમામ ઉચિત પગલા લેવા તૈયાર છે. ગત મહિને સરકારે કહ્યું હતું કે, તે વધુમાં વધુ ક્રૂડ ઓયલ લાવવાની તૈયારીમાં છે. ત્યારે હવે યુરોપિય સંઘના એક સૂત્રના હવાલેથી વિગતો મળી છે કે, સંઘ સાથે જોડાયેલ દેશ રશિયાની મુખ્ય તેલ કંપનીઓ રોસનેફ્ટ, ટ્રાંસનેફ્ટ અને ગરપ્રોમ નેફ્ટ વિરુદ્ધ નવા પ્રતિબંધો લગાવવા તૈયાર છે પણ તેની પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે. આપને જણાવી દઈએ કે, રશિયા પાસેથી ક્રૂડ છેલ્લે ઈંડિયન ઓયલ દ્વારા એપ્રિલ 2020માં પારાદીપ બંદર પર આયાત કરવામાં આવ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ