બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / INS Sumitra warship in the gulf of Aden to rescue hijiacked fishermen ship of Iran named MV Iman

કાર્યવાહી / ફરી મધદરિયે તારણહાર બન્યું ભારત... આ વખતે ઈરાની જહાજની કરી મદદ, ચાંચિયાઓને ભગાડ્યા

Vaidehi

Last Updated: 05:00 PM, 29 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS Sumitraએ અરબ સાગરમાં અદનની ખાડીની પાસે હાઈજેક થયેલા ઈરાનનાં જહાજ MV Imanને સોમાલી સમુદ્રી લુટેરાઓથી મુક્ત કરાવ્યું છે. તમામ બંધકોને આઝાદ કરાવી લેવાયું છે.

  • ભારતીય નૌકાદળનાં યુદ્ધ જહાજ INS Sumitraની કાર્યવાહી
  • હાઈજેક થયેલા ઈરાનનાં જહાજને લુટેરાઓથી મુક્તી અપાવી
  • જહાજનાં તમામ બંધકોને આઝાદ કરાવ્યું

અરબ સાગરમાં ભારતીય  નૌકાદળનાં જંગી જહાજ INS સુમીત્રા હાલમાં સોમાલી સમુદ્રી લુટેરાઓને ભગાવી રહ્યું છે. સમુદ્રી લુટેરાઓએ ઈરાનનાં માછલી પકડનારા જહાજ MV Imanને હાઈજેક કરી લીધું હતું.  ભારતીય રક્ષા મંત્રાલયનાં અધિકારીઓએ જાણકારી આપી કે INS સુમીત્રાનું આ ઓપરેશન કોચીથી 700 નોટિકલ મીલ એટલે કે 1296.5 km દૂર ચાલી રહ્યું છે. ઈરાની જહાજ પર 17 ક્રૂ મેંબર છે. 

ભારતીય નૌકાદળનાં પ્રવક્તાએ જણાવ્યું કે દેશનાં પૂર્વી કિનારાની તરફથી એટલે કે અરબ સાગરની પાસે અદનની ખાડીમાં તૈનાત INS સુમીત્રાએ તાત્કાલિક રિસ્પોન્ડ કર્યો છે. જેવો ઈરાની ફિશિંગ વેસલ ઈમાનથી એલર્ટનો એલાર્મ વાગ્યો, ડિસ્ટ્રેસ કોલ આવ્યો અને સુમીત્રાએ તેજીથી ઈરાનનાં જહાજ તરફ પ્રયાણ કર્યું. ઈમાન પર સોમિલિયાઈ સમુદ્રી લુટેરાઓના કબજામાં હતું અને ક્રૂ મેંબર્સને બંધક બનાવી લેવામાં આવ્યાં હતાં.

આ રીતે જહાજને મુક્ત કરાવ્યું
INS સુમીત્રાએ MV Imanને ઈંટરસેપ્ટ કર્યું. તમામ SOP ને ધ્યાનમાં રાખીને બંધકોને મુક્ત કરાવ્યું. સાથે જ માછલી પકડનારા જહાજ MV Imanને પણ લુટેરાઓથી મુક્ત કરાવ્યું. સમુદ્રી લુટેરાઓ ભારતીય યુદ્ધ જહાજને જોઈને ભાગી ગયાં હતાં. આ બાદ જહાજની તપાસ કરવામાં આવી અને નૌસેનિકોએ MV Imanને આગળની યાત્રા માટે જવા દીધું.

પ્રેસિડેન્શિયલ યાટ પણ છે...
INS સુમીત્રા ભારતીય નૌકાદળના સરયુ ક્લાસ પેટ્રોલ જહાજનું યુદ્ધ જહાજ છે. તેનું નિર્માણ ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ભારતના રાષ્ટ્રપતિનું પ્રેસિડેન્શિયલ યાટ પણ છે. આ 2200 ટનનું યુદ્ધ જહાજ 2014થી ભારતીય નૌકાદળની સેવામાં છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ